GSTV

સુરતમાં Coronaનો કહેર: સિટી-ગ્રામ્યમાં 70 નવા કેસ, વધુ બેના મોત

Corona

Last Updated on June 9, 2020 by Arohi

સુરતમાં  કોરોના (Corona) કહેર યથાવત રહેતા કેસ અને મૃત્યુઆંકમાં વધારો થઇ રહ્યો છે. કોરોનામાં આજે  અશ્વનીકુમાર રોડના53 વર્ષીય મહિલા અને શાહપોરના  69 વર્ષીય વૃધ્ધનું સારવાર દરમિયાન  મોત થયુ હતુ.સોમવારે  સુરત શહેરમાં 65 અને સુરત જીલ્લામાં 5 મળી કુલ  70 દર્દી  કોરોનાનાં સંક્રમણમાં આવ્યા છે. જ્યારે 7 માસની બાળકી સહિત 43દર્દીઓને રજા અપાઇ હતી. નવી સિવિલથી મળેલી વિગત મુજબ અશ્વનીકુમાર રોડ ખાતે  રહેતા 53 વર્ષીય વૃધ્ધને ગત તા.20મીએ  સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને શાહપોરમાં રહેતા 69 વર્ષીય વૃધ્ધને ગત તા.25મીએ શ્વાસમાં તકલીફ આવતા નવી સિવિલમાં દાખલ કર્યા હતા. જ્યાં બંનેના કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા હતા.

વારા ફરતી Coronaના કારણે બંનેના મોત

બાદમાં સારવાર દરમિયાન વારા ફરતી બંનેના મોત થયા હતા.  લિંબાયતના વૃધ્ધને ડાયાબિટીઝ અને શ્વાસમાં તકલીફ હતી અને મહિલાને ડાયાબિટીસની બિમારી હતી. સુરતમાં કોરોનામાં 65 દર્દીઓમાં આજે  સૌથી વધુ  કતારગામના 23, લિંબાયતમાં 11, સેન્ટ્રલમાં 7, વરાછા અ-1, વરાછા બી 4, રાંદેર 5, ઉધનામાં 9 અને અઠવા 5 દર્દી નોંધાયા છે. સિટીમાં 2179 કેસ, 85 મોત થયા છે. ગ્રામ્યમાં 177 કેસ બે મોત થયા છે.

Coronave કુલ કેસનો આંક 2356 અને મૃત્યુઆંક 87

સિટી-ગ્રામ્યમાં કુલ કેસનો આંક 2356 અને મૃત્યુઆંક 87 થયો છે. સિટીમાં આજે વધુ 43 દર્દીને રજા અપાઇ હતી. તેમાં સમરસ હોસ્ટેલ 29, ખાનગી હોસ્પિટલમાંથી 1 અને નવી સિવિલમાંથી ઉમરવાડાના રાજુનગરમાં રહેતી 7 મહિનાની બાળકી હંસીકા કતારીયા સહિત 13 દદીને રજા મળી હતી. અત્યાર સુધીમાં શહેરમા કુલ 1380 દર્દીઓને રજા આપવામાં આવી છે.

સુરત નવી સિવિલમાં Coronaમા ગંભીર હાલતમા ૨૧૨ દર્દીઓ પૈકી ૧૮૨ ઓક્સિજન પર

અત્યાર સુધીમાં સુરત શહેરમાં કોરોના ૮૩ વ્યક્તિઓના મોત થયા હતા.સુરત નવી સિવિલ હોસ્પિટલમાં વોર્ડમાં ૪૧૬ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૨૧૨- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૫- વેન્ટિલેટર, ૨૫- બીપેપ અને ૧૮૨ દર્દીઓ ઓક્સિજન પર છે.

Read Also

Related posts

હાડ થીજવતી ઠંડી : રાજ્યમાં કોરોના સાથે વધ્યો ઠંડીનો પ્રકોપ, નલિયામાં નોંધાયું સૌથી નીચું તાપમાન 4.8 ડિગ્રી

Dhruv Brahmbhatt

અતિ મહત્વનું! ભૂપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત શિક્ષણ સેવા વર્ગ-2ના 168 અધિકારીઓની કરી બદલી

pratik shah

મહેશ સવાણી કાગળનો વાઘ પુરવાર થયાં, આપનું અધ:પતન નોતર્યું : પાટીલ સામે પનો ટૂંકો પડ્યો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!