GSTV

વડોદરામાં કોરોનાગ્રસ્ત ધારાસભ્યને સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ જ્યારે કોર્પોરેટરોને અવિશ્વાસ, 15 કોર્પોરેટરોમાં ખાનગીમાં ગયા

વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ અને તેમના પત્ની કોરોના ગ્રસ્ત જાહેર થતા તેઓ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે. જેથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના 15થી વધુ કોર્પોરેટર છેલ્લા ત્રણ મહિનામાં કોરોના ગ્રસ્ત થયા હતા. જેમાં એક માજી કોર્પોરેટરનું મોત પણ થયું હતું. આ તમામ કોર્પોરેટરોએ ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી અને તેનો ખર્ચ કોર્પોરેશનને ભોગવવાનો વારો આવ્યો હતો.

પૂર્વ કોર્પોરેટરો કોરોના ગ્રસ્ત થયા હતા

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને ગંભીર બીમારી અંગે કોર્પોરેટરોને મેડીકલ બીલના રૂપિયા પાંચ લાખની મર્યાદામાં રકમ ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તાજેતરમાં કોરોના મહામારીનો ગંભીર બીમારીમાં સમાવેશ કરી કોર્પોરેટરોને રૂપિયા પાંચ લાખની ખર્ચની મર્યાદામાં કોરોનાની સારવાર મળી રહે તેવું આયોજન કર્યું હતું. કોર્પોરેશનના ખર્ચે અને જોખમે રૂપિયા 5 લાખના ખર્ચની મર્યાદાને ધ્યાનમાં રાખી હાલના અને પૂર્વ કોર્પોરેટરો કોરોના ગ્રસ્ત થયા હતા. તેઓને સહાય ચૂકવવામાં આવી હતી.

તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે

કોર્પોરેશનના કોર્પોરેટરો જે કોરોના ગ્રસ્ત થયા હતા. તેઓનો ખર્ચ પણ કોર્પોરેશન કરી રહ્યું છે. જ્યારે ધારાસભ્ય પણ જો બીમાર પડે અને તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવે તો તેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવે છે. વડોદરાના જેટલા કોર્પોરેટર અને હવે ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ કોરોના ગ્રસ્ત થયા છે તેઓ તમામે ખાનગી હોસ્પિટલમાં જ સારવાર મેળવી છે જ્યારે વડોદરાના સયાજીગંજ વિસ્તારના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયા અને તેમના પરિવારના અન્ય ત્રણ સભ્ય કોરોના ગ્રસ્ત થયા છતાં પણ તેઓએ સરકારી ગોત્રી હોસ્પિટલ પર વિશ્વાસ રાખી દાખલ થઈ કોરોના ની સારવાર મેળવી રહ્યા છે.

રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો

કોર્પોરેટરોને સરકારી હોસ્પિટલની સારવાર ઉપર વિશ્વાસ નથી અને ધારાસભ્યોને સરકારી હોસ્પિટલની સારવાર ઉપર વિશ્વાસ છે. તેઓ એક મત રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. છેલ્લા બે દિવસથી વડોદરાના ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણ અને તેમના પત્નીની તબિયત બગડતા તેમણે ગઈકાલે કોરોનાનો આરટી પીસીઆર ટેસ્ટ કરાવતા બંનેનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા સરકારી હોસ્પિટલમાં દાખલ થવાને બદલે ખાનગી હોસ્પિટલમાં દાખલ થતાં ફરી એકવાર કોર્પોરેટરોને સરકારી હોસ્પિટલ પર વિશ્વાસ નથી અને કોર્પોરેશન ખર્ચ ભોગવે છે. તેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે. તેથી રાજકીય મોરચે ચર્ચાનો વિષય બન્યો છે.

READ ALSO

Related posts

56 ઈંચની છાતીવાળા પાસે ચીન માટે બોલવા એક શબ્દ નથી, રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કર્યા આકરા પ્રહારો

Karan

વાસ્તુ શાસ્ત્ર/ આ વસ્તુઓને જમીન પર રાખવી મનાય છે અશુભ, તમારા જીવનમાં આવી શકે છે મોટી મુશ્કેલીઓ

Bansari

ભરૂચ: AIMIM-BTP ગઠબંધનની કાર્યકરો સાથે મળી બેઠક, સ્થાનિક ચૂંટણીઓને લઈને થઇ મંત્રણા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!