GSTV

કોરોના વાયરસ/ વેક્સિનેશન છતાં UKમાં કોરોના વાયરસની ત્રીજી લહેરનો ખતરો, ભારત માટે શું છે ચિંતા

કોરોના

Last Updated on May 29, 2021 by Damini Patel

યુકેમાં કોરોનાની ત્રીજી લહેરના ખતરાની શક્યતા વધી ગઈ છે. ત્યાં સતત કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. આ વધારો B.1.617.2 વેરિયંટના કારણે થઇ રહ્યો છે. જાણકારોનું માનવું છે કે નવો વેરિયંટ યુકેમાં ત્રીજી લહેરનો ખતરો પેદા કરી રહ્યો છે. એક ગભરાવવા વાળી વાત એ પણ છે કે વેક્સિનેશન કવરેજ પછી આ વેરિયંટ તેજીથી ફેલાઈ રહ્યો છે.

યુકેમાં અત્યાર સુધીમાં 3.8 કરોડ લોકોને કોરોનાની પહેલી ડોઝ લાગી ગઈ છે, જે ત્યાની યુવા આબાદી 70% અને કુલ આબાદી 58% છે. ત્યાં, 2.4 કરોડ લોકો એવા છે જેમને બે ડોઝ લગાવવામાં આવી છે. એવામાં બે સવાલ ઉભા થાય છે. પહેલા તો એ કે શું વેક્સિનેશન પણ કોરોનાને રોકવામાં નાકામ છે ? અને બીજો એ કે શું વેક્સિનેશન ગઈ લહેરોને આ લહેરથી અલગ બનાવી શકે છે.

યુકેની હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની દાખલ થવાની સંખ્યા વધી રહી છે. ત્યાં B.1.617.2 વેરિયંટ ખુબ તેજીથી ફેલાઈ રહ્યો છે. સમગ્ર યુકેમાં ગયા એક સપ્તાહમાં હોસ્પિટલોમાં ભરતી થવા વાળા દર્દીઓની સંખ્યા 20% થઇ ગઈ છે. નોર્થ વેસ્ટમાં આ આંકડા 25% છે અને સ્કોટલેન્ડના ઘણા વિસ્તારમાં એનાથી વધુ છે. સ્કોટલેન્ડના NHS હોસ્પિટલના ડોક્ટર અવિરલ વત્સનું કહેવું છે કે લોકડાઉન ખુલવાના કારણે કેસ વધવાની આશંકા પહેલાથી જ હતી. યુકેમાં જૂનમાં અંતિમ ફેઝનું અનલોક થવાનું બાકી છે.

વેક્સિનેશનથી શું ફાયદો ?

ડો. વત્સ કહે છે કે, ‘વેક્સિનેશનના કરને આ વખતે વડીલોમાં સંક્રમણના કેસો ઓછા આવી રહ્યા છે, કારણ કે વધુ માત્રામાં વૃદ્ધોને વેક્સિન લગાવી દેવામાં આવી છે. આ સત્ય છે કે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી છે, પરંતુ એ હજુ પણ ગઈ લહેરનું તુલનામાં ખુબ ઓછા છે. એ ઉપરાંત યુકેના જે વિસ્તારમાં સંક્રમણ વધ્યું છે ત્યાં પણ હોસ્પિટલોમાં દાખલ થવા વાળા દર્દીઓની સંખ્યા અને કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા 60થી 70%નો ઘટાડો આવ્યો છે.

રસીકરણ

ત્યાં જ ઇન્ડિયન મેડિકલ એસોશિએશનના પૂર્વ અધ્યક્ષ ડો. રાજીવ જયદેવન કહે છે, ‘યુકેમાં B.1.617.2 વેરિયંટથી સંક્રમિત થવા વાળા દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. લગભગ 6 હજારથી વધુ મામલા સામે આવી ચુક્યા છે. જ્યાં સુધી ત્રીજી લહેરની આશંકાની વાત છે તો બ્રિટન આ વાતને લઈ વધુ ચિંતિત છે કે શું વેક્સિનેશન નવા વેરિયંટને માત આપી શકે છે. આ હંમેશા વેક્સિનેશન અને વેરિયંટ વચ્ચે દોડ થાય છે.’

તેઓ આગળ કહે છે, ‘જો હોસ્પિટલોમાં ભરતી થઇ ગઈ છે, એમાંથી લગભગ ત્રણ ચતુર્થાંસને વેક્સિન લાગી નથી અને અત્યાર સુધીના ડેટા જણાવે છે કે જો તમે વેક્સિનની ડોઝ લઇ ચુક્યા છે તો એને વેરિયંટ(B.1.617.2 )થી તમને 80% સુરક્ષા મળે છે.’

ડો. વત્સ કહે છે કે ‘માનવામાં આવી રહ્યું છે કે યુકેમાં લગભગ 75% નવા કેસ નવા સ્ટ્રેનના કારણે આવી રહ્યા છે. આ વખતે સંક્રમણ યુવા આબાદીમાં વધુ ફેલાઈ રહ્યો છે કારણ કે વધુ યુવાઓને વેક્સિન લાગી નથી. વેક્સિન વેરિયંટના ટ્રાંસમિશનને નથી રોકી રહી પરંતુ એનાથી ભરતી થવા અને મોટોની સંખ્યામાં કમી લાવવામાં મદદ મળી રહી છે. વેક્સિન ત્રીજી લહેરને ઓછી ઘાતક બનાવી શકે છે.’

આ વચ્ચે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડે અનુમાન લગાવ્યું છે કે 60 વર્ષ અને એનાથી ઉપરના વૃદ્ધોને વેક્સિન લગાવવાના કારણે 13 મે સુધી 13,200 લોકોના જીવ બચાવી શકાય છે.

શું ભારતે ચિંતા કરવી જોઈએ

જો આપણે યુકેને ટ્રેન્ડ જોઈએ તો ત્યાં હવે યુવા આબાદીમાં સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં એક્સપર્ટ ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે ત્રીજી લહેરમાં સંક્રમણ યુવાઓને સંક્રમણ કરી શકે છે. ભારત માટે ચિંતાની વાત વેક્સિનેશનની ધીમી રફ્તાર છે. સરકાર મુજબ, અત્યાર સુધી હવે, અત્યાર સુધી 20 કરોડથી વધુ લોકોને વેક્સિન લાગી ગઈ છે પરંતુ 4 કરોડ લોકો એવા છે જેને વેક્સિનનો બીજો ડોઝ મળ્યો છે. એટલે અત્યાર સુધી દેશની 3.1% આબાદીને પુરી રીતે વેક્સિન લગાવવામાં આવી છે.

Read Also

Related posts

રહસ્ય/ અંતરિક્ષમાંથી 9 તારાઓ જોતજોતામાં ગાયબ થઇ ગયા : વૈજ્ઞાનિકો પણ ચોંકી ગયા, એલિયન્સ હતા કે શું?

Harshad Patel

BIG NEWS: બેન્ક ડૂબી જશે તો પણ 90 દિવસની અંદર ખાતા ધારકોને મળશે રૂપિયા, મોદી સરકાર લાવી રહ્યું છે ખાસ બિલ

pratik shah

ઓલિમ્પિક/ ગોલ્ડ મેડલની મજબૂત દાવેદાર વિનેશ ફોગાટ હજુ સુધી નથી પહોંચી શકી ટોક્યો, આ મુશ્કેલી પડતાં એરપોર્ટ પર જ અટકી જવું પડ્યું

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!