GSTV

આંધ્રપ્રદેશમાં કોરોનાની આંધી, માત્ર ઓગસ્ટમાં જ વધ્યા નવા 1 લાખથી વધુ પોઝીટીવ

દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોના સંક્રમણનો આંક 23 લાખની નજીક પહોંચી ગયો છે. દેશમાં કોરોના સંક્રમણના વધતા કેસોમાં મહારાષ્ટ્ર, તામિલનાડુ બાદ હવે આંધ્રપ્રદેશમાં પણ કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. આંધ્રપ્રદેશમાં કોરોના સંક્રમણની આંધી ફૂંકાઈ છે. આંધ્રપ્રદેશમાં ઓગસ્ટ મહિનાના ફક્ત 11 દિવસમાં જ કોરોનાના કુલ 1 લાખથી વધુ નવા પોઝીટીવ કેસ આવ્યા છે.

આંધ્રપ્રદેશમાં હજુ પણ 87597 લોકોમાં કોરોના એક્ટિવ

આંધ્રપ્રદેશમાં આજે વધુ 9024 લોકોમાં કોરોના પોઝીટીવ મળતાં અત્યાર સુધી કુલ સંક્રમણનો આંક 244549 થયો છે. આંધ્રપ્રદેશમાં અત્યાર સુધી 2203 લોકોના મોત થયા છે. જ્યારે આજે વધુ 9113 લોકો સાજા થતાં કુલ સાજા થનારાની સંખ્યા પણ 154749 લોકો સાજા થઈ ચૂક્યા છે. આંધ્રપ્રદેશમાં હજુ પણ 87597 લોકોમાં કોરોના એક્ટિવ જોવા મળ્યો છે.

9 ઓગસ્ટે સૌથી વધુ 10820 લોકો કોરોના પોઝીટીવ થયા

આંધ્રપ્રદેશમાં 10 જુલાઈએ ફક્ત 25,422 કોરોનાના કેસ નોંધાયા હતા. 18 જુલાઈ બાદ કોરોના સંક્રમણનો ગ્રાફ સતત વધતો ગયો. 19 જુલાઈ સુધીમાં કોરોના સંક્રમણનો આંક 50 હજાર નજીક પહોંચી ગયો. આંધ્રપ્રદેશમાં 27 જુલાઈએ કોરોના સંક્રમણનો આંક વધુ નવા 6 હજાર પોઝીટીવ કેસ સાથે 102349 થઈ ગયો હતો. વધુ એક લાખ નવા પોઝીટીવ કેસ થવામાં બહુ ઓછો સમય લાગ્યો હતો. 6 ઓગસ્ટના કોરોના સંક્રમણના વધુ 10 હજારથી વધારે નવા પોઝીટીવ કેસ આવતાં કુલ આંક 196789 થયો હતો. 31 જુલાઈના સૌથી વધુ 10376 પોઝીટીવ એક જ દિવસમાં નોંધાયા હતા. 9 ઓગસ્ટના એનાથી પણ વધુ આંક થતાં 10820 લોકો સંક્રમિત થયા હતા.

1 મહિનામાં જ સવા બે લાખથી વધુ નવા પોઝીટીવ કેસ વધ્યા

દેશમાં આંધ્રપ્રદેશમાં છેલ્લા 1 મહિનામાં જ સવા બે લાખથી વધારે નવા પોઝીટીવ કેસ આવ્યા છે. આંધ્રપ્રદેશમાં પૂર્વ ગોદાવરી વિસ્તારમાં સૌથી વધુ 34 હજાર કોરોના પોઝીટીવ થયા છે. કર્નોલમાં પણ સંક્રમણનો આંક 30 હજાર નજીક છે. અનન્તાપુરમાં 26 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે. 11 જિલ્લાઓ એવા છે જ્યાં 10 હજારથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે.

READ ALSO

Related posts

ગુજરાતીઓ રાખો તકેદારી/ છેલ્લા 24 કલાકમાં 1372 નવા કેસ નોંધાયા, પરિસ્થિતિ વધુ વકરી

pratik shah

મોદી સરકારના મજૂર બિલો કારીગરોના હિતમાં કે અહિતમાં? કંપનીઓને છટણી માટે આપી દીધો આ હક

Mansi Patel

અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે આ કંપનીઓએ લગાવી બોલી, જાણો કઈ કંપની છે રેસમાં

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!