GSTV

અનોખું Face Shield! સ્માર્ટફોન સાથે થઈ જશે કનેક્ટ, જાણો બીજી શું છે ખાસિયત

Face Shield

દેશની પ્રમુખ હેલમેટ નિર્માતા કંપની Steelbird Helmetsએ આ કોરોના કાળમાં ખૂબ જ અનોખુ ફેસ શિલ્ડ (Face Shield) લોન્ચ કર્યું છે. આ ફેસ શિલ્ડ ના ફક્ત કોરોના વાયરસથી પ્રોટેક્ટ કરે છે પરંતુ તેમાં હેન્ડ્સફ્રિ કનેક્ટિવિટી સિસ્ટમ પણ આપવામાં આવી છે. જે સ્માર્ટફોન સાથે કનેક્ટ પણ થઈ શકે છે.

કંપનીએ આ અનોખા face shieldને IGN-1 HF Static Shield નામ આપ્યું છે

કંપનીએ આ ખાસ ફેસ શિલ્ડને IGN-1 HF Static Shield નામ આપ્યું છે જેના દ્વારા સરળતાથી કોઈ પણ વ્યક્તિ દ્વારા પહેરી શકાય છે. તેની કિંમત ભારતીય બજારોમાં 1,879 રૂપિયા નક્કી કરવામાં આવી છે. તેને પહેર્યા બાદ તમારે વારંવાર પોતાના મોબાઈલ ફોનને જોવાની જરૂર નહીં પડે. તેમાં આપવામાં આવેલું સ્પિકર તમારા કાન પર સેટ થઈ જાય છે અને તેમાં માઈક ફંક્શન પણ આપવામાં આવ્યું છે જેના દ્વારા તમે સામાન્ય હેડફોનની જેમ વાત પણ કરી શકો છો.

આ face shield સાથે ડ્રાઈવિંગ કરવું પણ બનશે સરળ

જો તમે ફેસ શિલ્ડને પહેરીને ડ્રાઈવિંગ કરો છો તો તેમાં નેવિગેશન ઓપરેટિંગમાં પણ કોઈ સમસ્યા નથી આવતી. આ ફેસ શિલ્ડ કંપનીની ઓફિશ્યલ વેબસાઈટ ઉપરાંત ઓનલાઈન શોપિંગ સાઈટ Amazon  અને Flipkart પર પણ ઉપલબ્ધ છે. અમુક રિપોર્ટમાં એવું સામે આવ્યું હતું કે સ્માર્ટફોન દ્વારા પણ કોરોના વાયરસનું સંક્રમણ ફેલાઈ રહ્યું છે કારણ કે વ્યક્તિ મોબાઈલ ફોનનો ઉપયોગ સીધો પોતાના હાથ દ્વારા કરે છે અને પોતાના કાન સુધી લઈને જાય છે.

Face Shield

face shieldના કારણે મોબાઈલને વારંવાર અડવાની નહીં પડે જરૂર

કંપનીનો દાવો છે કે આ શિલ્ડના પ્રયોગથી તમારે તમારા મોબાઈલ ફોનને વારંવાર અડવાની જરૂર નહીં પડે. કારણ કે તેમાં હેન્ડ્સ ફ્રી સિસ્ટમ પણ આપવામાં આવી છે. આ ફેસ શિલ્ડની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમાં કોઈ પણ પ્રકારની બેટરીનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આ એક કેબલ દ્વારા સીધુ તમારા સ્માર્ટફોન સાથે કનેક્ટ થાય છે. આનો ઉપયોગ એ દરેક ફોનમાં કરી શકાશે જેમાં 3.5 MMનો જેક આપવામાં આવ્યો છે. જે સામાન્ય રીતે દરેક સ્માર્ટફોનમાં જોવા મળે છે. તમે આ ફેસ શિલ્ડનો ઉપયોગ વરસાદની સિઝનમાં પણ કરી શકો છો કારણ કે તેમાં IP5 વોટર રજીસ્ટેન્ટ હેન્ડ્સ ફ્રી આપવામાં આવ્યું છે જે પાણીમાં પલડ્યા બાદ પણ ખરાબ નથી થતું.

Read Also

Related posts

વધારે ઘોંઘાટ કરે છે DNAને નુકશાન, કેન્શર અને હાઈ બ્લડ પ્રેશર જેવી બીજી કેટલીયે બિમારીઓને પણ આપે છે આમંત્રણ

Arohi

ઈન્દોર-અમદાવાદ ટોલબૂથ પર તોડફોડ, 30થી 35 બૂકાનીધારીઓએ મચાવ્યો ઉત્પાત

Mansi Patel

પક્ષાંતર વાળી 22 બેઠકો જીતવા મામાનો માસ્ટરપ્લાન : 22 લાખ ખેડૂતો માટે ફાયદાવાળી જાહેર કરી દીધી આ યોજના

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!