GSTV

શાહરૂખ ખાને BMC ને સોંપી પોતાની ચાર માળની બિલ્ડિંગ, અલગ અલગ આ 7 રીતે કરશે દાન

શાહરૂખ

Last Updated on April 4, 2020 by Arohi

બોલિવુડના શહેનશા શાહરૂખ ખાને કોરોના(Corona) સંકટમાં મદદ માટે એવો હાથ લંબાવ્યો છે કે તેના વખાણ થઈ રહ્યા છે. હાલમાં જ શાહરૂખ (Shah Rukh Khan) અને તેની પત્ની ગૌરી ખાને એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે કઈ રીતે તે 7 અલગ- અલગ રીતે આ સંકટમાં ભોજનથી લઈને પૈસાની મદદ કરશે. હવે નવી ખબર સામે આવી છે કે શાહરૂખ અને ગૌરીએ પોતાની 4 માળની બિલ્ડિંગ બીએમસી(BMC)ને સોંપી દીધી છે. શાહરૂખે આ બિલ્ડિંગ બીએમસીને ક્વોરન્ટાઈન સેન્ટર બનાવવા માટે આપી છે.

શાહરૂખ

મુંબઈની નગરપાલિકાએ પોતાના ઓફિસયલ ટ્વિટર હેન્ડલથી ટ્વીટ કરી લખ્યું છે, ‘અમે શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો ધન્યવાદ કરીએ છીએ. તેમણે પોતાની 4 માળની બિલ્ડિંગ અમને મદદ માટે આપી છે જે સંપૂર્ણ સુવિધાઓ યુક્ત છે અને મહિલાઓ બાળકો અને વૃદ્ધોને ક્વોરન્ટાઈન કરવા માટે ઉપયોગમાં લેવામાં આવશે.’ શાહરૂખ ખાનની આ મોટી મદદ વિશે જેવું બીએમસીએ સોશિયલ મીડિયા પર શેર કર્યું. ટ્વિટર પર એક વખત ફરી શાહરૂખના વખાણ થવા લાગ્યા. શાહરૂખની આ મદદના તરત બાદ ટ્વિટર પર #srkofficeforquarantine ટ્રેન્ડ કરી રહ્યું છે.

જણાવી દઈએ કે શાહરૂખે હાલમાં જ 7 અલગ-અલગ રીતે કોરોના સંકટ પર ડોનેશન આપ્યું છે. તેણે આ ખુલાસો રેડ ચિલીઝના ટ્વિટર એકાઉન્ટ દ્વારા કર્યો છે. તેણે ડોનેશન અમાઉન્ટને લઈને કોઈ વાત નથી કરી. પરંતુ સોશિયલ મીડિયા પર શાહરૂખના આ પગલાથી ઈંપ્રેસ્ડ થઈને ઘણા ફેન્સે જણાવી દીધું છે કે શાહરૂખે કેટલા કરોડનું યોગદાન આપ્યું છે. જોકે આ આંકડા કેટલા સાચા છે તેની કોઈ પુષ્ટી થઈ નથી. એક પત્રકારે સૂત્રોના હવાલે ટ્વીટર પર દાવો કર્યો છે કે શાહરૂખે લગભગ 70 કરોડ રૂપિયાનું દાન કર્યું છે.

શાહરૂખ

શાહરૂખ 7 રીતે કરવાનો છે મદદ

શાહરૂખે પહેલું ડોનેશન PM Cares Fundમાં આપ્યું, બીજુ મહારાષ્ટ્ર મુખ્યમંત્રી રાહત કોષમાં, ત્રીજું- સ્વાસ્થ સેવાકર્મીઓ માટે વ્યક્તિગત સુરક્ષા ઉપકરણ જેમાં 50 હજાર PEP કિટ્સ ઉપલબ્ધ કરાવવામાં આવશે, ચોથુ- યોગદાન સંસ્થા એક-સાથઃ ધ અર્થ ફાઉન્ડેશનને આપ્યું જેમાં 5500 પરિવારોને મહિના સુધી મફત ભોજન આપવામાં આવશે, પાંચમું ડોનેશન- રોટી ફાઉન્ડેશનને જે દરરોજ 10,000 લોકોને એક મહિના સુધી 3 લાખની કિટ ઉપલબ્ધ કરાવશે, છઠ્ઠુ યોગદાન સંસ્થા વર્કિંગ પીપલ્સ ચાર્ટરને આપવામાં આવ્યું છે જે દિલ્હીના 2500 ડેલી વેજ વર્કર્સ સુધી રાશન અને ભોજનનો સામાન પહોંચાડશે, આ સાથે જ શાહરૂખ ખાને સાતમું યોગદાન- યુપી, દિલ્હી, બિહાર, પશ્વિમ બંગાળ અને ઉત્તરાખંડમાં એસિડ એટેક સર્વાઈવર્સને માટે માસિક વેતનનું પણ એલાન કર્યું છે.

Read Also

Related posts

60 વર્ષની ઉંમરે નહીં થાય પૈસાની કમી, અહીં કરો રોકાણ અને મેળવો દર મહિને 2 લાખ રૂપિયાનું પેંશન

Pritesh Mehta

ચિંતાજનક: લિંબાયતની સુમન શાળા નંબર પાંચનો વિદ્યાર્થીનો રિપોર્ટ આવ્યો પોઝિટીવ, 46 વિદ્યાર્થીઓના રેપિડ ટેસ્ટ થયા

pratik shah

નવુ સેવિંગ અકાઉન્ટ / ATMમાંથી રોજ કાઢી શકો છો 1.5 લાખ રૂપિયા, જમા રૂપિયા પર FD કરતા વધુ વ્યાજ અને મફતમાં 25 લાખ રૂપિયાનું ઇન્શ્યોરન્સ: આ બેંકે કરી નવા ખાતાની જાહેરાત

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!