GSTV

કોરોના સંક્રમણ/ પહેલી અને બીજી લહેરમાં આટલા બાળકો થયા સંક્રમિત, આખરે સરકારે કર્યો ખુલાસો

Last Updated on June 15, 2021 by Pritesh Mehta

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર હવે હળવી થઇ છે. એટલે કે સંક્રમણ દર પહેલાંની તુલનામાં ઘણો ઘટયો છે. જોકે, હજુ પણ દૈનિક મોત ચિંતાનો વિષય બન્યો છે ત્યાં જ સંક્રમણ દર ઓછો થવાનાં કારણે દિલ્હી, મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં કોરોના નિયંત્રણોમાં રાહત આપવામાં આવી રહી છે. પરંતું સંપુર્ણપણે બજાર હજુ પણ ખુલ્યું નથી.

કોરોના

આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં આરોગ્ય મંત્રાલયનાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું હતું કે, કોરોના સંક્રમણની પહેલી લહેર દરમિયાન 1થી 10 વર્ષ સુધીની વય વર્ગનાં 3.28 ટકા બાળકો આ બિમારીની ઝપેટમાં આવ્યા હતા. જ્યારે બીજી લહેરનાં દરમિયાન આ આંકડો 3.05 રહ્યો છે. ત્યાં જ પહેલી લહેરમાં 11-20 વર્ષનાં 8.03 ટકા બાળકો સંક્રમિત થયા હતા અને બીજી લહેરમાં 8.5 ટકા આ કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા.

છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનાં 60 હજારથી પણ વધુ કેસ નોંધાયા છે. ત્યાં જ 2,726 દર્દીઓનાં મોત થયા છે. ભારતીય હજ સમિતિએ કોરોના વાયરસ રોગચાળાની સ્થિતીને જોતા વર્ષ 2021ની હજયાત્રા માટે આવેલી તમામ અરજીઓ રદ્દ કરી દીધી છે.

હાલ ગુજરાતમાં કોરોનાના કેસો ભલે ઘટ્યા હોય પરંતુ બીજી લહેર અનેક દર્દીઓ માટે ઘાતક સાબિત થઇ છે ત્યારે હવે કોરોનાની સંભવિત ત્રીજી લહેરને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ સજ્જ થઈ ગઈ છે. સિવિલમાં બાળકોની સારવાર માટે 300 બેડ વધારવામાં આવ્યા છે તેમજ સ્પેશિલય ચિલ્ડ્રન વોર્ડ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થવાની શક્યતા નિષ્ણાંતોએ વ્યક્ત કરી છે ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલનું તંત્ર અત્યારથી જ તૈયારીમાં લાગી ગયું છે. સિવિલ કેમ્પસમાં ચાલતી 1200 બેડની કોવિડ હોસ્પિટલમાં બાળકો માટેના  300 બેડ વધારવામાં આવ્યા છે. બીજી તરફ પીડિયાટ્રિક વિભાગના તબીબો તેમજ નર્સિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવાનું પણ શરૂ કરી દેવાયું છે. દરરોજ 50 થી 60 મેડિકલ સ્ટાફને ટ્રેનિંગ  આપવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલમાં જીએમએસસીએલ દ્વારા 150 વેન્ટિલેટર સપ્લાય કરાશે. હાલ સિવિલ હોસ્પિટલમાં એનઆઇસીયુ અને પીઆઇસીયુના 45-45 વેન્ટિલેટર બેડ તૈયાર કરવામાં આવ્યા છે.

અમદાવાદ

પીડિયાટ્રિક વિભાગના મેડિકલ સ્ટાફને તમામ પ્રકારની તાલીમ આપવામાં આવશે. આ માટે 100 મેડિકલ ઓફિસરની મદદ લેવામાં આવશે. ટ્રેનિંગ મોડ્યુલ અંતર્ગત ટ્રાયએજમાં બાળક આવે  ત્યાંથી લઈ તેની ક્યા પ્રકારની ટ્રીટમેન્ટ કરવી. બાળક ક્રિટિકલ હોય તો ICUમાં શિફ્ટ કરવા, નાનું બાળક હોય તો NICUમાં શિફ્ટ કરવા સહિતની કામગીરી ટ્રેનિંગ દરમ્યાન શીખવવામાં આવશે. સાથે જ બાળકોને કઈ રીતે ડ્રગ આપવી, કેવી રીતે મોનિટરિંગ કરવું તેવી નાની બાબતોની પણ તાલીમ અપાશે. જો બાળક વેન્ટિલેટર પર હોય તો ક્યા પેરામીટર જોવાના તે પણ સ્ટાફને શીખવવામાં આવશે. કેટલાક કિસ્સાઓમાં બાળક સાથે તેના પેરન્ટ્સને રાખવા પડે તેવી સ્થિતિ હોય તો તેમને કેવી રીતે સાથે રાખી શકાય તે વ્યવસ્થા પણ કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

IND vs SL / ભારતે શ્રીલંકાને 38 રને હરાવ્યું, ભુવનેશ્વર કુમારે 4 વિકેટ ઝડપી: સીરીઝમાં 1-0થી આગળ

Zainul Ansari

વિકાસ / ગુજરાતના આ બે સ્ટેશન બનશે મલ્ટી ટ્રાન્સપોર્ટ હબ, 4 વર્ષના પ્રોજેક્ટ પર રેલ્વે ખર્ચ કરશે 1285 કરોડ રૂપિયા

Vishvesh Dave

Pegasus વિવાદ / પેગાસસ મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો, આ સાંસદે પિટિસન દાખલ કરી SIT તપાસની કરી માંગ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!