GSTV

કોરોના / અલર્ટ રહો, આપણે થાક્યા પણ વાઇરસ નહીં, કોરોનાનો સંપૂર્ણપણે અંત થયો નથી – ડો. વીકે પોલ

Last Updated on July 27, 2021 by Zainul Ansari

કેન્દ્ર સરકારે આગામી તહેવારોની સીઝન પહેલા રસીકરણમાં ગતિ આપવા પર ભાર મુક્યો છે. નીતિ પંચના સભ્ય ડો. વીકે પોલે મંગળવારે જણાવ્યું કે કોરોનાની બીજી લહેર સંપૂર્ણરીતે ખતમ થઇ નથી. અને દરેક બાબતોને હળવાશથી લઈ શકાય નહીં. તેમણે કહ્યું કે કોરોના વાઈરસને હળવાશમાં લેવાની ભૂલ આપણે કરવી જોઈએ નહીં.

કોરોના

ડો.પોલ મુજબ રિસ્ક ફેકટર કેરળમાં સૌથી વધારે છે. તેવામાં તે જરૂરી છે કે કારણ વગર મુસાફરી ન કરવામાં આવે. તેમજ ટોળાથી બચવું જોઈએ. તેમણે કહ્યું કે છેલ્લા કેટલાક સપ્તાહમાં કેસમાં વધારો થઈ રહ્યો છે. જે ચિંતાની વાત છે. વાઈરસની અસર ઘટતા ઘટતા ફરી વધી જાય છે. વાઈરસના ફેરબદલને હળવાશથી ન લેવો જોઈએ. તેમણે કહ્યું કે આપણે સતર્ક રહેવું પડશે.. આપણી થાકી શકીએ છીએ પરંતુ વાઈરસ નહીં.

દેશનાં 22 જિલ્લામાં નવા કેસમાં ઉછાળો

દેશમાં કોરોના રોગચાળાને અંગે સરકાર હજુ પણ ચિંતિત હોય તેવું જણાય છે. મંગળવારે મહત્વપૂર્ણ માહિતી આપતાં આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે કોરોનાની બીજી લહેર હજી પૂરી થઈ નથી. જેથી આપણે સાવધાન રહેવાની જરૂર છે. લેટેસ્ટ આંકડા રજૂ કરતાં આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં 22 જિલ્લાઓ એવા છે જ્યાં ચાર અઠવાડિયામાં કોરોના કેસોમાં વધારો નોંધવામાં આવ્યો છે.

કોરોના

મંત્રાલયે કહ્યું કે દેશમાં હજી પણ 62 જિલ્લાઓ એવા છે જ્યાં દરરોજ 100થી વધુ કેસ નોંધાય છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, કેરળમાં સાત જિલ્લાઓ, મણિપુરમાં પાંચ, મેઘાલયમાં ત્રણ, અરૂણાચલ પ્રદેશમાં ત્રણ, મહારાષ્ટ્રના બે, આસામ અને ત્રિપુરામાં એક-એક જિલ્લાનો સમાવેશ થાય છે, જ્યાં છેલ્લા ચાર અઠવાડિયામાં કેસ વધ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રકારના કેસોમાં વધારો ચિંતાનો વિષય છે.

આરોગ્ય મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું છે કે કોરોનાના સાપ્તાહિક કેસોમાં સરેરાશ ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ જો હવે જો આપણે કેસોમાં થયેલા ઘટાડાના દરની તુલના કરીએ તો તે ચિંતાનો વિષય છે. તેમણે કહ્યું કે અમે આ સંદર્ભે રાજ્યો સાથે વાતચીત કરી રહ્યા છીએ. આપણે તેને હળવાશથી લઈ શકીએ નહીં. તેમણે કહ્યું કે વૈશ્વિક દ્રષ્ટિકોણથી રોગચાળો હજી સમાપ્ત થયો નથી. વિશ્વભરના કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે જે ચિંતાનો વિષય છે. વાયરસના ફેલાવાને રોકવા માટે આપણે જોરશોરથી કામ કરવું પડશે.

નીતિ આયોગનાં સભ્ય (આરોગ્ય) ડો.વીકે પૌલે જણાવ્યું છે કે કોરોનાની બીજી લહેર હજી પૂરી થઈ નથી. કેટલાક ક્ષેત્ર ચિંતાનો વિષય બન્યા છે. રસીકરણથી પણ ગેરન્ટી નથી કે તે સંક્રમણને સંપૂર્ણપણે ઘટાડશે. એવી કોઈ રસી નથી કે જે ચેપને 100% ઘટાડે. આ ફક્ત રોગ અને મૃત્યુની ગંભીરતાને રોકી શકે છે.

સ્ટડીમાં કોવિશિલ્ડ રસી અસરકારક: વીકે પોલ

ડો. વીકે પૌલે જણાવ્યું કે એએફએમસીમાં 15 લાખ ડોકટરો અને ફ્રન્ટલાઈન વર્કર્સ પર એક સ્ટડી કરવામાં આવ્યો હતો, જેમને કોવિશિલ્ડની રસી લગાવવામાં આવી હતી. આ સ્ટડીથી એ જાણવા મળ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન ડેલ્ટા વેરિએન્ટનાં સંક્રમણમાં 93 ટકાનો ઘટાડો આવ્યો અને મૃત્યુદરમાં 98 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

Read Also

Related posts

અતિઅગત્યનું/ 1 તારીખથી તમારી સેલરી અને બેંકમાં જમા રૂપિયાના આ નિયમો બદલાઇ જશે, આવક પર પડશે સીધી અસર

Bansari

ગણપતિ વિસર્જનની પોસ્ટ શેર કરી ટ્રોલ થયા શાહરુખ ખાન, ભડકેલ કટ્ટરપંથીઓએ એક્ટર યાદ કરાવ્યો ધર્મ

Damini Patel

સોનુ સૂદ ભરાશે/ કરોડોની કરચોરીને લગતા મળ્યા પુરુવા, ઇનકમ ટેક્સ ડિપાર્ટેમેન્ટ લગાવ્યા આ પાંચ ગંભીર આરોપ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!