GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

Corona હવે મુખ્ય જવાબદારી લોકોની, સરકારને છૂટછાટો!

Lockdown

કોરોના (Corona)ના નહીંવત કેસો હતા અને સૌરાષ્ટ્રમાં પાંચ સહિતના જિલ્લાઓ અને ગુજરાતના લગભગ તમામ ગામડાઓ જ્યારે કોરોનાથી સદંતર  મુક્ત હતા ત્યારે ભરપૂર નિયંત્રણો લાદવાની સાથે કોરોનાને પ્રસરતો રોકવા અનેક પ્રયાસો સરકારના અને મહાપાલિકાઓના આરોગ્ય તંત્ર દ્વારા લેવાયા હતા. હવે લોકડાઉન-૫ને અનલોક-૧ ગણીને સરકારે માત્ર લોકોને વ્યાપક છૂટછાટો  નથી આપી પરંતુ, સરકારી તંત્રે પણ છૂટછાટ લઈ લીધી છે જેના પગલે હવે કોરોના ન થાય તે માટેની મુખ્ય જવાબદારી પરોક્ષ રીતે લોકો પર જ આવી ગઈ છે.

ગત પંદરથી વીસ દિવસમાં Corona નાથવાનું મુખ્ય કામ કરતા આરોગ્ય તંત્રે જે છૂટછાટો લીધી  તેમાં

(૧) રેપીડ ટેસ્ટ, માસ સેમ્પલીંગ, એસ્ટ્રીમલી સેમ્પલીંગ જેવા શબ્દોચ્ચારો કરતા તંત્રે ટેસ્ટની સંખ્યા જ ઘટાડી નાંખી. ન શોધાય ટેસ્ટ કે ન કરવી પડે કામગીરી. આ કારણે કોરોના થયો હોય અને ખાસ લક્ષણો ન હોય તેવા અસંખ્ય કેસો છુપા જ રહી જશે અને ચૂપચાપ ચેપ ફેલાવતા રહેશે. પોલીસે આરોપીઓને પકડીને ટેસ્ટ કરાવ્યો તેથી ઘણા કેસો બહાર આવ્યા હતા. 

(૨) બહારના જિલ્લા, ખાસ કરીને અમદાવાદ, સુરત જ્યાં વધુ  કેસો છે ત્યાંથી ચેપ અન્ય જિલ્લામાં ન પ્રસરે તે માટે પહેલા અવરજવર બંધ રાખી, પછી કેસો વધવા લાગ્યા ત્યારે એવો નિયમ કરાયો કે બહારના જિલ્લાથી આવે તેના નામ-સરનામા-નંબરની ચેકપોસ્ટ પર નોંધ કરી હાથ પર સિક્કો લગાવીને તેને ૧૪ દિવસ હોમ ક્વોરન્ટાઈન કરવા જેથી ચેપ અન્યત્ર પ્રસરે નહીં. હવે આ પણ બંધ કરાયું છે. અર્થાત્ ખુલ્લી છૂટથી હવે એકબીજા જિલ્લામાં મહામારીનું સ્થળાંતર  થયે રાખશે.

(૩) અગાઉ આરોગ્ય તંત્ર કોરોનાના દર્દી પકડાય ત્યારે તે દર્દી કોને કોને મળ્યો તેની હિસ્ટ્રી શોધાતી હતી, આ માટે ખૂબ મહેનત કરાતી, પોલીસની પણ મદદ લેવાતી પરંતુ, હવે આ કવાયત નહીવત્ કરી દેવાઈ છે અથવા બંધ કરાઈ છે. 

(૪) કોરોનાનો પોઝીટીવ કેસ આવે અને દર્દી હોસ્પિટલે ખસેડાય પછી ડિસ્ચાર્જ કરતી વખતે બે વખત ટેસ્ટીંગ સહિત અનેક બાબતોનું ધ્યાન રખાતું, હવે ડિસ્ચાર્જ થવુ પણ સરળ કરી નંખાયું.

(૫) સરકાર-મનપાના અન્ય કર્મચારીઓને કામે લગાડીને ઘરે ઘરે સર્વે માટે સરકારથી માંડીને સ્થાનિક તંત્રે મોટી વાતો કરી પરંતુ, હજુ સુધી અનેક ઘરમાં કોઈ પુછવા નથી આવ્યું કે તમને કોઈ સિમ્પટમ્સ છે. હવે તો માત્ર લક્ષણો હોય અને તંત્રના ધ્યાન પર આવે તો જ ટેસ્ટ થાય છે અને કોરોનાના અનેક દર્દીઓને લક્ષણો હોતા નથી એ વાત ખુદ તબીબો જ કહે છે.

બીજી તરફ, હવે નામ જ અનલોક છે, અર્થાત્ બધ્ધુ ખુલ્લુ કરવાનું છે, ચાલુ કરવાનું છે ત્યારે સ્વાભાવિક રીતે સંક્રમણ ફેલાવાનું જોખમ વધ્યું છે. આ  સ્થિતિમાં આરોગ્ય તંત્રને સ્ટાફ,સાધનોથી વધુ સજ્જ કરીને વધુ કામ કરવાની જરૂરિયાત છે પરંતુ, તેથી ઉલ્ટુ છે. ૨૦ લાખની વસ્તી ધરાવતા રાજકોટ જેવા મહાનગરમાં તો આરોગ્યતંત્રમાં પૂરો સ્ટાફ જ નથી.

એટલું જ નહીં, છૂટછાટ એ સમયે અપાઈ છે જ્યારે

(૧) રાજ્ય સહિત દેશભરમાં  કોરોનાના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે અને

(૨) લોકો એકબીજાના વધુ સંપર્કમાં આવી રહ્યા છે અને

(૩) ચોમાસાની ઋતુ નજીક હોય તેમાં કોરોનાનો વિષાણુ હોય કે અન્ય, વાયરલ  ઈન્ફેક્શનનું પ્રમાણ આમેય દર વર્ષે વધતું  હોય છે.

એકંદરે હવે લોકોએ કોરોનાની સાથે નહીં, કોરોનાને દૂર રાખીને કેમ જીવવું તે શિખવું પડશે. કોરોનાથી જરાય ગભરાવાની જરૂર નથી  તે એટલા માટે કે કોરોનાથી વધુ મોત અન્ય કારણોથી થયા છે, થાય છે. પરંતુ, સાવચેત રહેવાની જરૂર એટલે છે કે કોરોનાના વાયરસ અંગે હજુ સ્પષ્ટ માહિતી નથી, આ દૂશ્મન હજુ અજાણ્યો છે.

Read Also

Related posts

Coronaએ સુરતની સૂરત બદલતાં પહોંચ્યા રૂપાણી, આ માટે 100 કરોડની કરી દીધી ફાળવણી

Arohi

ગુજરાતના આ શહેરમાં દુકાનો ખુલ્લી રાખી તો થશે 500નો દંડ, આ કારણે લેવામાં આવ્યો આવો નિર્ણય

Arohi

વડોદરા કોંગ્રેસ દ્વારા ત્રણ ટીમો બનાવીને કરવામાં આવ્યુ વિરોધ પ્રદર્શન, પેટ્રોલ ડિઝલના ભાવ સહિત આ હતા મુદ્દાઓ

Arohi
Do NOT follow this link or you will be banned from the site!