GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

સૌરાષ્ટ્રમાં Coronaને રોકવા ‘લોક’ થશે અમદાવાદ સુરત ? સરકાર પાસે પહોંચી આવી રજૂઆત

Corona

લોકડાઉનનાં શરૂઆતનાં તબકકામાં સેઈફ રહેલા સૌરાષ્ટ્રને કોરોના (Corona) સકંજામાં લઈ રહ્યું છે. અનલોકમાં અપાયેલી છૂટછાટો સૌરાષ્ટ્રને ભારે પડી રહી છે. સૌરાષ્ટ્રનો એક પણ તાલુકો  હવે  કોરોનાની મહામારીથી મુકત રહી શકયો નથી. સૌરાષ્ટ્રમાં કોરોનાના કેસ ૧૧૦૦ ને પાર કરી ગયા છે. સૌરાષ્ટ્રને કોરોનાનાં અજગર ભરડાથી બચાવવા માટે હવે અમદાવાદ , સુરતને ‘લોક ‘ કરવા દરેક જિલ્લામાંથી આગેવાનો દ્રારા સરકારમાં રજુઆતો કરવામાં આવી રહી છે.

સૌરાષ્ટ્રને મોંઘી પડી છૂટ

આ ઉપરાંત ટ્વિટર અને સોશ્યલ મિડીયામાં મારફત આ માગણીને જોરશોરથી ઉઠાવવામાં આવી રહી છે. અનલોક – ૧ માં આંતર જિલ્લાની અપાયેલી છૂટ  સૌરાષ્ટ્રને મોંઘી પડી છે. સૌરાષ્ટ્રનું વડુ મથક રાજકોટમાં પણ કોરોનાની સ્થિતિ ચિંતાજનક છે. રાજકોટ શહેર અને જિલ્લાનો કોરોનાનાં કેસનો કુલ આંકડો ર૬૭ સુધી પહોંચી ગયો છે. સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવારમાં આવતા દર્દીઓ સતત વધી રહયા છે. રાજકોટ શહેરમાં પણ અમદાવાદ, સુરત અને મુંબઈથી આવનારા દર્દીઓને કારણે જ વધુ ને વધુ લોકોને ચેપ લાગ્યો છે.

Corona

મહિનાઓ સુધી કોરોના મુક્ત અને હાલ હોટ સ્પોટ

અમરેલી મહિનાઓ સુધી કોરોના મુકત રહયા બાદ હાલ હોટ સ્પોટ બન્યુ છે. ગઈકાલે ૧૦ કેસ આવ્યા બાદ આજે સોમાવારે ફરી નવા ૧૦ કેસ આવતા લોકોમાં ભારે ફફડાટ ઉભો થયો છે. અમરેલીનાં સિનિયર તબીબ અને સ્થાનિક આગેવાનોએ એવી હૈયાવરાળ કાઢી છે કે હજુ પણ અમરેલીને બચાવી લેવાની તક છે જો સમયસર પગલા નહી લેવાય તો અમરેલીને અમદાવાદ બનતા રોકી શકાશે નહી. સીએમ અને પીએમ સુધી એવી રજુઆતો કરાઈ છે કે અમરેલીની બોર્ડર સીલ ન થઈ શકે તો કઈં નહી પણ અમદાવાદ, સુરત અને મુંબઈથી આવનારા પર રોક લગાવો. દરમિયાન અમરેલી કલેકટરે જણાંવ્યુ હતું કે જિલ્લામાં કોરોણ્નાં જે ૮૦ દર્દીઓ આવ્યા છે તેમાંથી ૭૦ જેટલા દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદ, સુરત અને મુંબઈની બહાર આવી છે.

તાવની દવાની પણ નોંધ

હાલ જિલ્લાનાં આરોગ્ય તંત્રએ મેડિકલ સ્ટોરમાંથી તાવની કોઈ રૂટીન દવા લે તોપણ તેની નોંધ રાખવા અને આરોગ્ય વિભાગને જાણ કરવા સૂચના આપી છે. આ ઉપરાંત બહારનાં જિલ્લામાંથી કોઈ પણ આવનાર જો ૭ર કલાક આ જિલ્લામાં રહેવાના હોય તો તેનું મેડિકલ સ્ક્રીનીંગ ફરજીયાત કરવા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે. અમરેલી જેવી જ હાલત સોરાષ્ટ્રનાં અન્ય જિલ્લાની છે. જામનગર, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં પણ કોરોના બેલામ બન્યો છે.

શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં કેસ સતત વધી રહયા છે. અનલોક – ર ની ગાઈડ લાઈન હવે સરકાર આવતીકાલે જાહેર કરી રહી છે ત્યારે સૌરાષ્ટ્રનાં શહેરોને વુહાન બનતા અટકાવવા  રેડ ઝોન એવા અમદાવાદ, સુરત અને મુંબઈથી આવનારા લોકો પર થોડા દિવસો માટે રોક લગાવવા માગણી ઉઠી રહી છે.

Read Also

Related posts

મેઘાનું રૌદ્ર સ્વરૂપ: દ્વારકાનાં ખંભાળિયામાં વધુ 17 ઈંચ વરસાદ ખાબકયો, સાંબેલાધાર વરસાદથી સર્વત્ર જળબંબાકાર

pratik shah

મોટી પાનેલીમાં બે દિવસમાં 29 ઈંચ વરસાદ, ગણોદ ગામના નેસડામાં રહેતા લોકોને કરાયા રેસ્ક્યૂ, જામરાવલ ગામ બેટમાં ફેરવાયુ

Nilesh Jethva

રાજકોટ સિવિલ હોસ્પિટલના સેલરમાં ભરાયું પાણી, બોમ્બે હાઉસિંગ સોસાયટીના વીજ થાંભલા પર થયા કડાકા ભડાકા

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!