GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

આવતા 4 અઠવાડિયામાં ભારતમાં હશે કોરોના ચરમસીમાએ, પીક સિઝનમાં સંક્રમણથી બચાવશે આ વસ્તુઓ

આખું વિશ્વ કોરોના ચેપ સામે લડી રહ્યું છે પરંતુ કેટલાક એવા વિસ્તારો છે જ્યાં આ રોગનો પ્રકોપ સૌથી વધુ જોવા મળ્યો હતો. જો આપણે દેશની રાજધાની દિલ્હીથી શરુઆત કરીએ તો અહીં કેટલાક વિસ્તારોને રેડ ઝોન બનાવવા પડ્યા. તેની સામે દેશની વાત કરીએ તો મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, તામિલનાડુ જેવા રાજ્યોમાં આ વાયરસનું સંક્રમણ ખૂબજ ઝડપથી ફેલાયું. જો કે નિષ્ણાંતો કહે છે કે કોરોનાની ચરમસીમા આગળના 4 અઠવાડિયામાં દેશને જોવા મળી શકે છે. કોરોનાનું સંક્રમણ આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ખૂબજ ઝડપથી ફેલાઈ રહ્યો હતો અને જોતજોતામાં તેણે મહામારીનું રૂપ ધારણ કરી લીધું. પ્રારંભિક તબક્કે જ્યારે આ રોગ વિશે વધુ માહિતી ન હતી ત્યારે આરોગ્ય નિષ્ણાતો આશા રાખતા હતા કે ઉનાળાની ગરમીની સિઝનમાં તાપમાનમાં વધારો થવાથી કોરોના વાયરસના સંક્રમણનો દર ધીમો પડી શકે છે. પરંતુ જ્યારે આ વાયરસનું સતત સંશોધન કરવામાં આવ્યું ત્યારે સામે આવ્યું કે આ વાયરસ ગરમીથી મરી જશે નહીં પણ આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં સંક્રમણ ચરમસીમા પર હોઈ શકે છે. આવો અંદાજ એક્સપર્ટ દ્વારા આ વાયરસની પ્રકૃતિ, વર્તન અને પરિવર્તનને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો હતો. પરંતુ જેમ જેમ આપણે સમય સાથે આગળ વધીએ છીએ તેમ તેમ આ રોગનો પ્રકોપ પણ વધી રહ્યો છે.

ઓક્ટોબરના અંત સુધીમાં આ રોગચાળાની ગતિ ધીમી થશે

કોરોનાને લઈને આરોગ્ય સંબંધિત વિવિધ સંસ્થાઓ દ્વારા કરાયેલા સર્વેક્ષણોના આધારે કોરોનાને લગતા સંભવિત પરિણામો પણ બહાર આવી રહ્યા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચેનો સમય આપણા દેશમાં કોરોના ચરમસીમા પર હશે. આ દરમિયાન આ મહામારીથી સૌથી વધુ લોકોને પોતાની ફિરકીમાં લઈ લેશે. જ્યારે ઓક્ટોબરના અંત સુધીમાં આ રોગચાળાની ગતિ ધીમી થશે અને તે તેના ઊપર થોડી બ્રેક થશે. એક વાત ફરી યાદ કરાવી દીએ કે હેલ્થ એક્સપર્ટ કોઈ પણ બીમારીના વિશે આ પ્રકારની સંભાવાનાઓ આ બીમારીના વાયરસની પ્રકૃતિ અને ગતિને ધ્યાનમાં રાખીને કરે છે.

પીક સીઝનમાં આ રોગના સંક્રમણને કેવી રીતે ટાળી શકીએ

હવે આપણા સમક્ષ મોટો સવાલ એ છે કે આપણે કોરોનાની પીક સીઝનમાં આ રોગના સંક્રમણને કેવી રીતે ટાળી શકીએ છીએ. તેનો જવાબ એ છે કે તમારે સંપૂર્ણ કાળજી લેવી પડશે કે તમે ચોમાસાની ઋતુમાં થતા રોગોથી પણ પોતાને બચાવો. જેથી આ મોસમી ફલૂ અથવા રોગોને લીધે તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી ન પડે. કોરોના સંક્રમણથી બચવા ફેસમાસ્ક, સોશ્યલ ડિસ્ટેન્સિંગ, આરોગ્યપ્રદ આહાર અને હેન્ડ સેનિટાઈઝરનો ઉપયોગ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યા છે. જો તમે આ બાબતોની કાળજી લો છો, તો તમે પોતાને આ રોગના સંક્રમણથી 100 ટકા સુધી બચાવી શકો છો.

READ ALSO

Related posts

શ્રેય હોસ્પિટલ આગ પીએમ રિપોર્ટ : 6 લોકોના ગુંગળામણથી જ્યારે બે લોકોના દાઝી જવાથી મોત : સૂત્ર

Nilesh Jethva

વાપી જીઆઈડીસીની એક કંપનીમાં લાગી ભીષણ આગ, ફાયરની 11 ગાડી ઘટના સ્થળે, આસપાસનો વિસ્તાર ખાલી કરાવાયો

Nilesh Jethva

એર ઈન્ડિયાના દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું બ્લેક બોક્સ મળ્યુ, તપાસ માટે દિલ્હી મોકલાશે

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!