GSTV

કોરોનાના કારણે વૈશ્વિક બજારોમાં ભયંકર કડાકા, ડાઉ જોન્સમાં ફરી 470 પોઈન્ટનું ગાબડું

ચીનનાં જીવલેણ કોરાના વાયરસની અસર સમગ્ર વિશ્વમાં થઈ રહી છે. આ વાયરસ ધીરે ધીરે દુનિયાનાં અન્ય દેશોમાં પણ પ્રસરી રહ્યો હોવાથી વૈશ્વિક અર્થતંત્રની ગતિ ધીમી પડવાની ચિંતા પાછળ યુરોપ અને ત્યાર પછી અમેરિકન શેરબજારોમાં મંગળવારે પણ ગાબડાં નોંધાયા હતાં. કોરોના વાયરસ અન્ય દેશોમાં પ્રસરતાં તેમજ જીવલેણ પૂરવાર થતાં આઈએમએફ દ્વારા વૈશ્વિક અર્થતંત્રની વૃદ્ધિનો લક્ષ્યાંક ઘટાડી દેવામાં આવ્યો છે.

ચીનનાં જીવલેણ કોરાના વાયરસની અસર સમગ્ર વિશ્વમાં ફેલાઈ

આ અહેવાલોથી ચિંતિત સ્ટોકીસ્ટો દ્વારા મંગળવારે પણ ગભરામણ વાળી વેચવાલી ચાલુ રહેતાં ન્યૂયોર્ક શેરબજારનો ડાઉ જોન્સ ઈન્ડેક્સ બજાર ખૂલતાં પ્રારંભિક તબક્કામાં 470 પોઈન્ટનો કડાકો આવ્યો અને તે તૂટીને 27,492ની સપાટીએ કાર્યરત રહ્યો હતો. બીજી તરફ નાસ્ડેક ઈન્ડેક્સ 108પોઈન્ટ ઘટીને 9112ની સપાટીએ કાર્યરત છે. અમેરિકામાં ડાઉ જોન્સ સોમવારે ન્યૂયોર્ક શેરબજારનો ઈન્ડેક્સ પ્રારંભમાં 1,000 પોઈન્ટ તૂટયા પછી પાછળથી નીચા મથાળે નવી લેવાલીએ રીકવર થઈને કામકાજના અંતે 227 પોઈન્ટ ઘટીને 28992ની સપાટીએ બંધ રહ્યો હતો, જે આજે મંગળવારે બજાર ખૂલતાં ફરીથી તૂટયો હતો અને મોડી રાતે તે 549 પોઈન્ટના ઘટાડા સાથે 27410 પોઈન્ટ કાર્યરત હતો.

યુરોપ અને ત્યાર પછી અમેરિકન શેરબજારોમાં મંગળવારે પણ બોલાયા કડાકા

યુરોપમાં લંડન શેરબજારનો ઈન્ડેક્સ ફીટસી 139 પોઈન્ટ ઘટીને 7018 થયો હતો જ્યારે ફ્રાન્સનો સીએસી 112 પોઈન્ટ ઘટીને 5680 રહ્યા હતો. જર્મનીનો ડેક્સ ઈન્ડેક્સ 241 પોઈન્ટ ઘટીને 12790ની સપાટીએ નરમ રહ્યા હતા. જાપાનનો નિક્કેઈ શુક્રવારે 23,388 પોઈન્ટ પર બંધ થયો હતો, જે મંગળવારે 781 પોઈન્ટ તૂટી 22605 રહ્યો હતો.

READ ALSO

Related posts

Lockdownને લઈને મોટા સમાચાર, મોદી સાથે મીટીંગ પછી અરુણાચલ CM નું Tweet, થોડા સમયમાં થયું ડિલિટ

Arohi

કાળમુખા કોરોનાનો ફફડાટ, વધુ એક શંકાસ્પદ દર્દીએ કરી આત્મહત્યા

Ankita Trada

કોરોના સામેના જંગમાં હવે સેના તૈયાર, 8500 ડોક્ટરો હાઈએલર્ટ પર, વાયુસેના થઈ સક્રિય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!