GSTV

ઈટલીમાં ફરી ઉથલો માર્યો કોરાનાએ : આ શહેરમાં 21 દિવસ માટે લાગશે રાત્રિ કરફ્યું, પ્રથમ હુમલામાં શહેરમાં તબાહી મચી હતી

ઈટલીના ઉત્તરીય લોમ્બાર્ડી વિસ્તારમાં ત્રણ અઠવાડિયા માટે રાત્રીના સમયે કર્ફ્યૂ લગાવવાની તૈયારી કરવામાં આવી રહી છે. દેશવ્યાપી લોકડાઉન પૂર્ણ થયાં બાદ આ દેશમાં કોરોના વાઈરસ સામે ઉઠાવવામાં આવેલું સૌથી સખ્ત પગલું છે.

કર્ફ્યૂ રાત્રે 11 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી લગાવવામાં આવશે અને તેને ગુરુવાર રાત્રેથી લાગૂ કર્યાં બાદ 13 નવેમ્બર સુધી રહેવાની શક્યતા છે. આ સાથે જ વીકએન્ડમાં મધ્યમ અને મોટાં શોપિંગ મોલ બંધ રહેશે. લોમ્બાર્ડીમાં કોરોનાના કેસોમાં નવો ઉછાળો જોવા મળ્યા બાદ તેને રોકવા માટે આ નિર્ણય લેવાયો છે. 2020ના શરૂઆતના મહિનાઓમાં વાઈરસની પહેલી લહેર દરમિયાન ઈટલીમાં સૌથી વધારે પ્રભાવિત આ વિસ્તાર હતો.

કૈમ્પેનિયાના દક્ષિણી ક્ષેત્રમાં મંગળવારે જાહેરાત કરી કે તે આ નિયમનું પાલન કરશે. ક્ષેત્રિય પ્રમુખ વિન્સેન્જ ડી લુકાએ કહ્યું કે, આ અઠવાડિયાના અંતથી કર્ફ્યૂની શરૂઆત થઈ જશે. કૈમ્પેનિયાની જાહેરાત એવા સમયમાં આવી છે જ્યારે ક્ષેત્રીય હબ નેપલ્સના મેયરે ચેતવણી આપી હતી કે શહેરમાં માત્ર 15 ICUના બેડ ઉપલબ્ધ છે.

લોમ્બાર્ડીના સ્વાસ્થ્ય મંત્રી રોબર્ટો શ્પેન્ઝાએ સોમવારે ક્ષેત્રીય સરકાર દ્વારા પ્રસ્તાવિત એક કલાકની બેઠક બાદ ક્ષેત્રમાં વધુ પ્રતિબંધાત્મક પગલાં પર પોતાની સહમતી આપી હતી. ક્ષેત્રીય અધ્યક્ષ અટિલિયોએ એક સમાચાર પત્રના માધ્યમથી જણાવ્યું કે, આ એક ઉપયુક્ત અને પ્રતીકાત્મક રૂપથી મહત્વપૂર્ણ પહેલ છે. જેનાથી વિશેષરૂપથી ગંભીર આર્થિક પરિણામ થવા જોઈએ નહી. મિલાનના મેયરે સોશિયલ મીડિયાના માધ્યમથી કહ્યું કે, ક્ષેત્રીય સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવણી આપી હતી કે જો નવા પગલાં નહી ઉઠાવવામાં આવે તો લોમ્બાર્ડીમાં હાલમાં ICUમાં એડમિટ 113 લોકોની સંખ્યા અઠવાડિયાના અંત સુધીમાં લગભગ 600 સુધી વધી જશે.

રવિવારે 11,700થી વધારે નવા કેસ સામે આવ્યા જે એક દિવસ પહેલાના છેલ્લા રેકોર્ડ 10,925થી વધારે હતો. જેનાથી ફરીવાર લોમ્બાર્ડી સૌથી વધારે પ્રભાવિત શહેર બની ગયું છે, જેવું ફેબ્રુઆરીમાં સ્વાસ્થ્ય સંકટની શરૂઆતમાં હતું.

Related posts

દેશની સૌથી અમીર મહિલા બની રોશની નાડર, આટલા કરોડની માલિક છે આ મહિલા

Pravin Makwana

કોરોનાકાળમાં જીવના જોખમે નોકરી કરતા બી.જે. મેડીકલ કોલેજના ઇન્ટર્ન ડોક્ટર્સે નીતિન પટેલને આ મામલે લખ્યો પત્ર

Nilesh Jethva

દેશનો સૌથી લાંબો પુલ બનાવા જઈ રહી છે સરકાર, બ્રહ્મપુત્ર નદી પર બનતો આ પુલ આટલા દેશોને ભારત સાથે જોડશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!