GSTV
Gujarat Government Advertisement

ફફડાટ : ઓટોનો ધંધો મુકી શાકભાજીનો ધંધો શરૂ કરનારા ફેરિયાનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવી ગયો

Last Updated on April 20, 2020 by Pravin Makwana

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં એક શાકભાજી વેચનારનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જેના કારણે આસપાસમાં રહેતા લોકોમાં હડકંપ મચી ગયો છે. ખબર મળ્યા બાદ આશરે બે હજારથી વધારે લોકોએ ખૂદને ક્વોરન્ટાઈન કરી લીધું છે. આ ઘટના આગ્રાના થાના હરીપર્વતના ફ્રીગંઝ વિસ્તારના ચિમ્મન લાલ બાડાનો છે.

વિસ્તાર હોટસ્પોટ કરવામાં આવ્યો

શુક્રવારે રાતે 24 લોકોનાં રિપોર્ટ આવ્યા તેમાં એક શાકભાજીવાળાના રિપોર્ટનો પણ સમાવેશ થાય છે. એ પછી આ વિસ્તારને હોટસ્પોટ ઘોષિત કરી સીલ કરી દેવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય વિભાગની ટીમ શાકભાજી વેચનારા વિક્રેતાના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવામાં લાગી છે. હરીપર્વત પોલીસ સ્ટેશનના પ્રભારી નિરીક્ષક અજય કૌશલે કહ્યું કે ફ્રિંગલ રોડ વિસ્તારમાં પોલીસનું પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે.

લોકડાઉમાં જ શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું હતું

સંક્રમિતના પરિવારના લોકોએ કહ્યું કે, તેણે લોકડાઉનમાં જ શાકભાજી વેચવાનું શરૂ કરી દીધું હતું. આ પહેલાં તે ઓટો ચલાવતો હતો. લોકડાઉનના કારણે ખર્ચો ન નીકળતા તેણે શાકભાજી વેચવાનું શરૂ કર્યું. પાંચ દિવસ પહેલાં તેની તબિયત ખરાબ થઈ ગઈ. એ પછી ટેસ્ટ કરાવવા માટે તે ખૂદ જ જિલ્લા હોસ્પિટલમાં ગયો હતો જ્યાં તેને ભરતી કરવામાં આવ્યો હતો.

આગ્રામાં 24 કેસ

શનિવારે આગ્રામાં કોરોના વાઈરસના સંક્રમણના 24 નવા કેસ સામે આવ્યા હતા. જેથી જિલ્લામાં કુલ કોરોના સંક્રમિતોની સંખ્યા 196 સુધી પહોંચી ગઈ છે. આગ્રામાં કુલ 5 લોકોની કોરોના વાઈરસના કારણે મોત થઈ છે. 13 લોકોને સંક્રમણના કારણે હોસ્પિટલમાંથી મુક્ત કરી દેવામાં આવ્યું છે. જિલ્લામાં 73 સંક્રમિતોનો સંબંધ તબલીગી જમાત સાથે હતો.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

કોરોનાનો ડેલ્ટા વેરિયન્ટ દુનિયાના 85 દેશોમાં ફેલાયો, વિશ્વ આરાગ્ય સંસ્થાએ આપી ચેતવણી

Damini Patel

ગુજરાત મોડલ: રાજ્યમાં 2.35 લાખ મકાનો રહેવાલાયક નથી, જર્જરીત આવાસમાં દેશમાં આટલા નંબરે આપણું ગુજરાત

Pravin Makwana

એન્ટી વાયરસ સોફ્ટવેરના સર્જકે સ્પેનની જેલમાં આપઘાત કર્યો, મેકાફી ટેક્સ ચોરીના આરોપમાં અમેરિકાથી ફરાર હતો

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!