GSTV
World

Cases
5225893
Active
7111331
Recoverd
569028
Death
INDIA

Cases
301609
Active
553471
Recoverd
23174
Death

કોરોના રિપોર્ટ જાહેર કરીને હાફીઝે તેના પગ પર જ કુહાડી મારી છે : શોએબ

પાકિસ્તાન ક્રિકેટમાં કોઈ પણ કારણસર વિવાદ આવી શકે છે પછી તે મેદાન હોય, મેચ ફિક્સિંગ હોય કે કોરોના હોય. હવે  કોરોનાને કારણે પણ ટીમમાં વિવાદ જાગ્યો છે. ઇંગ્લેન્ડના પ્રવાસ માટેની ટીમના સદસ્ય અને ભૂતપૂર્વ સુકાની મોહમ્મદ હાફીઝનો પીસીબી દ્વારા કોરોના ટેસ્ટ કરાવાયો જેમાં તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ તેણે ખાનગી લેબમાં પોતાની જાતે ટેસ્ટ કરાવ્યો જે નેગેટિવ આવ્યો અને પીસીબીએ ફરીથી ટેસ્ટ કરાવ્યો તો તે પોઝિટિવ આવ્યો હતો. પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર અને શોએબ અખ્તર તેના બેફામ નિવેદન માટે જાણીતો છે. તે પણ હવે હાફીઝનો વિરોધી થઈ ગયો છે. હાફીઝે તેનો રિપોર્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધો હતો અને તે માટે પીસીબીની મંજૂરી લીધી ન હતી. શોએબનું કહેવું છે હાફીઝે આ ખોટું કર્યું હતું. તેણે પોતાના જ પગ પર કુહાડી મારી છે.

હાફીઝને ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમમાંથી બહાર કરી દેવાયો

આ ઘટના બાદ હાફીઝને ઇંગ્લેન્ડના પ્રવાસે ગયેલી પાકિસ્તાની ટીમમાંથી બહાર કરી દેવાયો છે. હકીકતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે તેની ટીમના તમામ ખેલાડીના કોરોના ટેસ્ટ કરાવ્યા હતા જેમાંથી દસ ખેલાડીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. આ તમામને પ્રવાસમાંથી બાકાત કરી દેવાયા છે. જોકે બીજા ટેસ્ટમાં છ ખેલાડી નેગેટિવ આવ્યા હતા. તેમનો ત્રીજો ટેસ્ટ કરાવાશે અને તેમાં નેગેટિવ આવશે તો તેમને ઇંગ્લેન્ડ મોકલાશે.

પીસીબીએ અચાનક જ ટેસ્ટ કરાવ્યા હતા

શોએબે જણાવ્યું હતું કે પીસીબીએ અચાનક જ ટેસ્ટ કરાવ્યા હતા. કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત લાહોર છે અને ત્યાર બાદ કરાચી આવે છે. બની શકે છે કે તમે સતત ટેસ્ટ કરાવતા રહેશો તો પોઝિટિવ રિપોર્ટની સંખ્યા વધી જશે. હાફીઝને મારી સલાહ છે કે તે ફરી વાર ટેસ્ટ કરાવે પરંતુ તેનો રિપોર્ટ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરે નહીં.

READ ALSO

Related posts

ચાર ગુનેગારોની ‘અનોખી’ દોસ્તીની કહાની છે યારા, જુઓ વિદ્યુત જામવાની આ ફિલ્મનું દમદાર ટ્રેલર

Bansari

વડોદરામાં કોરોનાની ગતિ ધીમી પડી: 164 વિસ્તારોને રેડમાંથી ઓરેન્જ ઝોનમાં મૂકાયા, ચેક કરી લો યાદી

Bansari

Senior Citizen માટે શું છે Income Tax Benefits, આ રીતે થઈ શકે છે ફાયદો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!