GSTV

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના કાર્યાલયમાં વધુ 3 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ

ગાંધીનગરમાં મુખ્યપ્રધાનના કાર્યાલયમાં વધુ 3 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થતાં અન્ય કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. સીએમઓના 2 ક્લાર્ક અને 1 લિફ્ટમેનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હેલ્થ વિભાગના ચેકિંગ દરમ્યાન ત્રણેય કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. મહત્વનું છેકે આરોગ્ય વિભાગ દ્વારા મુખ્યપ્રધાનના કાર્યાલયમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયા ચાલી રહી છે. અગાઉ પણ તપાસ દરમ્યાન સચિવાલયમાં 28 જેટલા કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ચાની કીટલી ચાલુ રાખવા માટે મહાપાલિકાએ ગાઈડલાઈન જાહેર કરી

અમદાવાદમાં વકરતા કોરોના વાયરસને લઈને ચાની કીટલી ચાલુ રાખવા માટે મહાપાલિકાએ ગાઈડલાઈન જાહેર કરી છે. જે અંતર્ગત ચા પીતી વખતે ગ્રાહકો વાતો ન કરે તેનું ધ્યાન કીટલીના માલિકે ધ્યાન રાખવુ પડશે. ટી સ્ટોલ પર કામ કરતા દરેક કર્મચારીએ દર સપ્તાહે રેપિડ ટેસ્ટ કરાવવો પડશે. તો સાથે ચા વેચનારા વ્યક્તિએ ફરજીયાત માસ્ક પહેરવુ પડશે. આ સિવાય બે ગ્રાહકો વચ્ચે છ ફૂટના અંતર રહે તે રીતે સર્કલ દોરવા સહિતના નિયમો બનાવવામાં આવ્યા છે.

READ ALSO

Related posts

હિન્દુ મહાસભાનું અજીબોગરીબ નિવેદન/ દરેક હિન્દુ 100 રૂપિયાની કમાણી કરી તેમાંથી 20 રૂપિયાના હથિયાર ખરીદે

Pravin Makwana

સાયલા : બેંક ઓફ બરોડા બેંકના એટીએમમાંથી 10 લાખથી વધુની ચોરી થતા ચકચાર

Nilesh Jethva

ઘર ખરીદારો માટે સૌથી મોટી ઓફર, માત્ર આટલા ઓછા વ્યાજ દર પર મળશે હોમ લોન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!