GSTV
World

Cases
4973887
Active
6735818
Recoverd
554835
Death
INDIA

Cases
276685
Active
495513
Recoverd
21604
Death

એસી ટ્રેનમાં કોરોના ના ફેલાય માટે રેલવેએ લીધો મોટો નિર્ણય, 12મીથી 15 ટ્રેનમાં કરશે આ પ્રયોગ

ઇન્ડિયન રેલ્વેએ કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખતા ટ્રેનમાં કેટલાક ફેરફાર કર્યા છે. રેલ્વેના એસી ટ્રેનોના કોચમાં હવે ઓપરેશન થિયેટર જેવી તાજી હવા મળશે, જેનાથી સંક્રમણ ફેલાવવાનું જોખમ ઘટાડી શકાશે. માહિતી અનુસાર, રેલ્વેના અધિકારીઓએ જણાવ્યું કે રેલ્વે દ્વારા રાજધાની માર્ગ પર 12 મેથી શરૂ કરવામાં આવેલ 15 એસી ટ્રેનમાં આ પ્રયોગ કરવામાં આવ્યો છે. આ કોવિડ-19 પછીની પરિસ્થિતિમાં ટ્રેનના સંચાલન માટેની રેલવેની તૈયારીઓનો જ ભાગ છે.

ઉર્જા વપરાશમાં પણ 10 થી 15 ટકાનો વધારો

અધિકારીઓએ કહ્યું છે, ‘ભારતીય રેલવેના એસી કોચમાં લગાવવામાં આવેલા રૂફ માઉન્ટેડ એસી પેકેજ(આરએમપીયૂ) દર કલાકે 16-18 વારથી વધારે વાર હવા બદલે છે જેવું ઓપરેશન થિયેટરમાં થતું હોય છે.’ પહેલાં આ એસી કોચમાં દર કલાકે 6 થી 8 વાર હવા બદલાતી હતી અને ડબ્બામાં આવતી 80 ટકા હવા ફરીથી સર્ક્યુલેટ થતી જ્યારે 20 ટકા જ તાજી હવા મળતી હતી. હવામાં બદલાવાની સંખ્યા વધવાની સાથે ઉર્જા વપરાશમાં પણ 10 થી 15 ટકાનો વધારો થશે. અધિકારીએ જણાવ્યું, ‘મુસાફરોની સુરક્ષા માટે આ કિંમત ચુકવવી પડશે. એસી જે પ્રકારે કામ કરે છે તેમાં તે બીજીવાર સર્ક્યુલેટેડ હવાનો ઉપયોગ કરે છે, જેથી કોચ ઝડપી ઠંડું થાય. જ્યારે અમે તાજી હવાનો ઉપયોગ કરીશું તો કોચને ઠંડું થવામાં થોડો વધારે સમય લાગશે એટલા માટે ઉર્જાનો વધારે વપરાશ થશે.’

કોચમાં એસીના તાપમાનમાં વધારો કરવામાં આવ્યો

રેલ્વેએ સેન્ટ્રલાઇઝ્ડ એસીનું તાપમાન પણ સામાન્ય 23 ડિગ્રી સેલ્સિયસથી વધારીને 25 ડિગ્રી સેલ્સિયસ કરી દીધું છે કારણ કે હવે મુસાફરોને ચાદર ઉપલબ્ધ કરાવવામાં આવશે નહીં. અધિકારીઓએ જણાવ્યું કે સ્વાસ્થ્ય નિષ્ણાંતોની સલાહ પર રેલ્વેએ કોરોના વાયરસના સામાન્ય કેસ માટે અલગ કોચ તરીકે એસી વગરના કોચમાં સુધારા કર્યા છે. ઇન્ડિયન રેલ્વે એ આ બીમારીને ફેલાતા રોકવા માટે વિશેષ રાજધાની ટ્રેનોમાં એસી યૂનિટમાં પણ ફેરફાર કરવાના સ્વાસ્થ્ય મંત્રાલયના દિશા નિર્દેશો લાગૂ કર્યા છે.

READ ALSO

Related posts

Coronaના વધતા કેસના કારણે આ રાજ્યની સરકાર હવે એક્શન મોડમાં, આ તારીખ સુધી કરી દીધું સંપૂર્ણ Lockdown

Arohi

ઓનલાઇન શિક્ષણ મેળવતા વિદેશી વિદ્યાર્થીઓને ઘરે મોકલવાના ટ્રમ્પના નિર્ણયનો વિરોધ, 166 સાંસદોએ કરી રજૂઆત

pratik shah

સાણંદમાં કોરોનાનો ફૂંફાડો: એક જ દિવસમાં 12 કેસ આવતાં લોકોમાં ફફડાટ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!