GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

Coronaની રિકવરી : ગુજરાત દેશમાં એકથી 10 રાજ્યોમાં પણ નથી, સરકાર કરી છે વાહવાહી

Corona

ગુજરાતમાં કોરોના (Corona) વાયરસના કુલ કેસનો આંક 13 હજારને પાર થઇ ગયો છે. જોકે, હવે ગુજરાતમાં રીક્વરી રેટમાં એટલે કે કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યામાં પણ સતત સુધારો થઇ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં હાલ કુલ 13273 કેસમાંથી 5880 દર્દીઓ સાજા થયા છે. આમ, ગુજરાતમાં હાલ કોરોનાનો રીક્વરી રેટ 42.51 ટકા થઇ ગયો છે.

કોરોનાને કાબૂ મેળવવા મ્યુનિસિપલ કમિશનર મુકેશ કુમાર અને વિવિધ ઝોનના ડેપ્યુટી મ્યુનિસિપિલ કમિશનર અને હેલ્થ ઓફિસરની સમીક્ષા બેઠક મળી હતી. આ બેઠક બાદ કોર્પોરેશનની યાદીમાં જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરના રિકવરી રેટની વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસમાં અમદાવાદ શહેરનો રિકવરી રેટ 9 ગણો વધીને 140 ટકા થઈ ગયો છે. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાતના 92 ટકા અને ભારતના 43 ટકાના મુકાબલે અમદાવાદમાં રિકવરી રેટમાં 140 ટકાનો વધારો જોવા મળ્યો છે. 21 મેએ શહેરમાં રિકવર થવાનો દર 38.1 ટકા નોંધાયો હતો. તો આ દિવસે ગુજરાતમાં રિકવરી રેટ 42.51 ટકા હતો અને ભારતનો રિકવરી રેટ 41.06 ટકા હતો.

Corona

રીક્વરી રેટમાં ગુજરાત ટોપ 12માં પણ નથી

પરંતુ દેશના જે રાજ્યોમાં કોરોનાનો રીક્વરી રેટ સૌથી વધુ હોય તેમાં ગુજરાત હજુ ટોચના 12 રાજ્યોમાં પણ નથી. 22 મેની સ્થિતિ પ્રમાણે પંજાબમાં સૌથી વધુ 89.69 ટકા રીક્વરી રેટ છે. મતલબ કે, પંજાબમાં નોંધાયેલા કુલ કેસમાંથી 1847 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. પંજાબમાં અત્યારસુધી કોરોનાથી 39 વ્યક્તિના મૃત્યુ થયા છે. કોરોનાનો સૌથી વધુ રીક્વરી રેટ ધરાવતા રાજ્યોમાં કેરળ 73.91 ટકા સાથે બીજા સ્થાને છે. કેરળમાં નોંધાયેલા 733 કેસમાંથી 512 વ્યક્તિ સાજી થઇ ગઇ થઇ ગઇ છે અને ત્યાં અત્યારસુધી કુલ પાંચ વ્યક્તિના મૃત્યુ થયા છે.

છેલ્લા 24 દિવસમાં 23 દિવસ રાજ્યમાં 300થી અને અમદાવાદમાં 250થી વધુ કેસ

તારીખકેસ(કૌંસમાં અમદાવાદના કેસ)
29 એપ્રિલ308 (250) 
30 એપ્રિલ313(249)
1 મે326 (267)
2 મે333 (250)
3 મે374 (274)
4 મે376 (259)
5 મે441(349) 
6 મે380 (291) 
7 મે388 (275) 
8 મે390 (269) 
9 મે394(280)
10 મે398 (278) 
11 મે347 (268)
12 મે362 (267) 
13 મે364 (292) 
14 મે324 (265)
15 મે340(261)
16 મે348(264)
17 મે391(276)
18 મે366(263)
19 મે395(262)
20 મે398(271)
21 મે371 (233)
22 મે363(275)

હરિયાણા યાદીમાં 66.05 ટકા સાથે ત્રીજા સ્થાને

હરિયાણા આ યાદીમાં 66.05 ટકા સાથે ત્રીજા સ્થાને છે. ત્યાં અત્યારસુધી 1067 કેસમાંથી 706 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. કોરોનામાં સૌથી વધુ રીકવ્રી રેટ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હાલમાં 13માં સ્થાને છે. કોરોનાના સૌથી વધુ કેસમાં જ નહીં રીક્વરી રેટમાં પણ તામિલનાડુ ગુજરાત કરતા આગળ છે.

કુલ 13,273 દર્દી, 802ના મોત અને 5880 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ97246453658
સુરત125657850
વડોદરા77135475
ગાંધીનગર20110104
ભાવનગર114886
બનાસકાંઠા99478
આણંદ87975
અરવલ્લી93376
રાજકોટ83255
મહેસાણા95451
પંચમહાલ72661
બોટાદ56154
મહીસાગર77140
પાટણ69426
ખેડા57328
સાબરકાંઠા63320
જામનગર46226
ભરૂચ37328
કચ્છ6416
દાહોદ32018
ગીર-સોમનાથ3803
છોટાઉદેપુર22017
વલસાડ1814
નર્મદા15013
દેવભૂમિ દ્વારકા1204
જૂનાગઢ1804
નવસારી1408
પોરબંદર503
સુરેન્દ્રનગર1603
મોરબી202
તાપી302
ડાંગ202
અમરેલી200
અન્ય રાજ્ય500
કુલ13,2738025880

તામિલાડુમાં નોંધાયેલા કુલ 14753 કેસમાંથી 7128 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. આમ, તેનો રીક્વરી રેટ 44.98 ટકા છે. સમગ્ર દેશના સંદર્ભમાં કહેવામાં આવે તો કુલ 1.25 લાખ કેસમાંથી 51836 વ્યક્તિ સાજી થઇ ગઇ છે. અને રીક્વરી રેટ 41.43 ટકા છે.

Corona

Read Also

Related posts

બનાસકાંઠાનાં ખેડૂતોને પડ્યાં પર પાટું : માર્કેટ યાર્ડમાં તૈયાર પાકની બોરીઓ પલળી, ખેતરોમાં ઉભા પાક પણ જમીન દોસ્ત

Nilesh Jethva

અમદાવાદમાં આવતીકાલે સવારે સાદગી પૂર્ણ રીતે નીકળશે જળયાત્રા, સાબરમતી નદીના નીરથી કરાશે ભગવાન જગન્નાથનો અભિષેક

Nilesh Jethva

બે ધારાસભ્યોના રાજીનામા અંગે નીતિન પટેલનો કટાક્ષ : કોંગ્રેસ પોતે જ વેન્ટિલેટર પર

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!