GSTV
World

Cases
4683475
Active
5863682
Recoverd
525119
Death
INDIA

Cases
235443
Active
394227
Recoverd
18213
Death

Coronaએ કરી દીધાં ‘લાઈન’સર ! ટ્રાફિક ધસારાથી કોરોના સંક્રમણ ખાળવા લેન ડ્રાયવિંગ

Corona

રંગીલું રાજકોટ એની પાંગળી ટ્રાફિક વ્યવસ્થા અને કંગાળ સિવિક સેન્સ માટે વગોવાયેલુંપણ છે. પરંતુ નોવેલ કોરોના (Corona) વાયરસના સંભવિત સંક્રમણની સ્થિતિમાં પોલીસે વાહનો જ્યાં થોડી વાર માટે થંભી જતા હોય છે એવા સિગ્નલિંગ પોઈન્ટ્સ ઉપર સોશ્યલ ડિસ્ટન્સિંગ જળવાય એ માટે જાગૃતિ દાખવી હોવાનો દાવો થઈ રહ્યો છે.

ચુસ્ત અમલ થાય એ માટે વધારે ટ્રાફિક પોલીસમેન મૂકવામાં આવશે

તદ્નુસાર,સિગ્નલિંગ પોઈન્ટ્સપર હવે લેન ડ્રાયવિંગ સિસ્ટમ અમલી બની રહી છે. પોલીસ કમિશનરે કહ્યું કે ચાર રસ્તાઓ પર લેન ડ્રાયવિંગ સિસ્ટમનો ચુસ્ત અમલ થાય એ માટે વધારે ટ્રાફિક પોલીસમેન મૂકવામાં આવશે અને નિયમભંગ કરનારને સ્થળ પર દંડ થશે. સિગ્નલ ગ્રીન થયે એક પછી એક વાહને જ નીકળવાનું રહેશે.

સિગ્નલિંગ પોઈન્ટ્સ પર લેફ્ટ સાઈડ ખાલી  રખાશે

ટ્રાફિક એ.સી.પી.એ જણાવ્યું મોટા સિગ્નલિંગ પોઈન્ટ્સ પર લેફ્ટ સાઈડ ખાલી  રખાશે, જેથી ડાબી તરફ વળવા માગતા વાહનચાલકોએ વિના કારણે થોભવું ન પડે. એ સિવાય, ઈનર સાઈડમાં ફોર વ્હીલર્સ અંદર અને ટૂ-વ્હીલર્સ બહારની તરફ ઊભા રાખવાના રહેશે, જે માટે પટ્ટા દોરાશે અને એક ટૂ-વ્હીલરની પાછળ બીજું ટૂ-વ્હીલર, એક ફોર વ્હીલરની પાછળ બીજું ફોર વ્હીલર થોભાવવાનું રહેશે, જેથી બે-બે વાહનો ૧ થી ૩ મિનિટ મારે’ય નજીક નજીકમાં ન થઈ જાય અને સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે.

કોઈ દુકાન ઉપર પાંચથી વધુ વ્યક્તિને એકત્ર થવા નહીં દેવાય

ટૂ-વ્હીલરમાં હવે બે વ્યક્તિ સવારી કરી શકે એવી છૂટ આખરે મળી ગઈ છે. કોઈ દુકાન ઉપર પાંચથી વધુ વ્યક્તિને એકત્ર થવા નહીં દેવાય અને રાત્રિ કરફયુમાં નીકળનારના વાહન ડીટેઈન કરાશે. અલબત્ત, તમામ પ્રકારના ડીટેઈન મેમા વખતે જે તે વાહનના પેન્ડિંગ દંડ સામટાં વસૂલી લેવાની આકરી પ્રથા હાલ પડતી મૂકવામાં આવી છે.

ધંધા-રોજગાર બે મહિના બંધ રહેતા લોકો એક સાથે દંડ ભરી શકવા સમર્થ ન હોવાથી વાહન ડિટેઈન કરવા જેવા તબક્કે પેન્ડિંગ દંડ ૩ મહિના પચી ભરપાઈ કરી દેવાની હાલ માત્ર લેખિત બાંયધરી મેળવી લેવામાં આવે છે.

Read Also

Related posts

જે શાસનમાં કૂટનીતિનો સમાવેશ થતો હોય તે શાસનનો અંત નક્કી

Nilesh Jethva

બળાત્કારી પાસેથી લાંચ માંગનાર મહિલા PSI શ્વેતા જાડેજાને કાર્ટમાં કરાયા રજૂ, રિમાન્ડ થયા મંજૂર

Arohi

કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત ધારણ કરી શકે છે કેસરિયો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!