GSTV

Corona પોઝિટીવ માતાએ આપ્યો બાળકને જન્મ, હૃદયને સ્પર્શી જાય તેવી છે નર્સની કહાની

Corona

Last Updated on May 10, 2020 by Arohi

ભારતમાં આદી અનાદીકાળથી માતૃ શક્તિની સ્તુતી થતી આવી છે. આપણી સંસ્કૃતિએ માતૃ શક્તિને સર્વોપરી ગણાવી છે. જેના ઉદાહરણ કોરોના (Corona) ની મહામારી વચ્ચે પણ જોવા મળી રહ્યા છે. કોરોના ભલે આખા વિશ્વને ડરાવતો હોય પરંતુ માતૃત્વ સામે તે હારી ગયો છે. વડોદરામાં ગોત્રી કોવિડ હોસ્પિટલમાં સર્જાયેલી બે ઘટનાઓ તેના ઉદાહરણ છે અને આ બન્ને ઘટનાઓ રવિવારે માતૃ દિવસને સમર્પિત છે.

  • નર્સ નયનાબેન રાઠવાએ ૧૪ દિવસથી ૧૪ મહિનાની દીકરીનું મોઢુ પણ નથી જોયુ
  • ‘નર્સ એટલે દર્દીની બીજી મા છે એટલે દીકરીને દૂર મુકીને હૃદય પર પથ્થર મુકીને ફરજ નિભાવી રહી છું’

બાળકના જન્મ પછી બાળકને સૌથી વધુ જરૂર માતાની હોય છે અને માતા માટે પણ બાળકને ક્ષણ માટે દૂર છોડવુ શક્ય નથી હોતુ પરંતુ ગોત્રી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતા નર્સ નયનાબેન રાઠવાએ તેની ૧૪ મહિનાની દીકરીનું ૧૪ દિવસથી મોઢુ પણ નથી જોયુ. નયનાબેનની દીકરી ગાર્ગી દાદા-દાદી પાસે છોટાઉદેપુર છે અને નયનાબેન ગોત્રી હોસ્પિટલમા કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

૭ દિવસનો ક્વોરેન્ટાઇન પીરિયડ બાકી

નયનાની ૭ દિવસની ડયૂટી તો પુરી થઇ ગઇ છે પરંતુ હજુ ૭ દિવસનો ક્વોરેન્ટાઇન પીરિયડ બાકી છે એટલે તે પુરો કર્યા બાદ તેઓ છોટાઉદેપુર જશે અને ગાર્ગીને ખોળામાં લઇને વ્હાલ કરી શકશે. નયનાબેનના પતિ પણ પુનિયાવાંટ પાસે રાયસિંગપુરા સરકારી દવાખાનામાં કર્મચારી છે એટલે તેઓ ત્યા ફરજ નિભાવી રહ્યા છે.

Corona

૧૪ મહિનાની બાળકીને છોડીને કોરોના જેવી ભયંકર બિમારીના દર્દીઓની સારવારમાં લાગેલા નયનાબેનનું કહેવું છે કે નર્સ અને ડોક્ટર માટે કોઇ બિમારી ભયંકર નથી હોતી અમે દર્દીને દર્દી તરીકે જોઇએ છીએ અને નર્સ એટલે દર્દીની બીજી મા છે. મારા માટે ફરજનું પણ એટલુ મહત્વ છે એટલે હૃદય પર પથ્થર મુકીને મારી દીકરીને ૯૦ કિ.મી. દૂર રાખીને પણ હું ફરજ નિભાવી રહી છું.

Corona પોઝિટિવ મહિલાએ નોર્મલ ડિલિવરીથી સ્વસ્થ બાળકને જન્મ આપ્યો

માતા ગાયનેક વોર્ડમાં અને નવજાત બાળકને એમઆઇસીયુમાં દાખલ કરાયુ જ્યાં નર્સ તેની માતા બની દેખભાળ કરી રહી છે. બાળકના જન્મ સાથે જ બાળક અને માતાને અલગ થવુ પડે તે પીડા એક માતા જ જાણી શકે પરંતુ બાળકની સુરક્ષાનો પ્રશ્ન હોય ત્યાં માતા બાળકથી થોડો સમય અલગ રહેવાની પિડા ભોગવી લે છે. ગોત્રી કોવિડ હોસ્પિટલમાં આજે બપોરે ૧૨.૫૨ વાગ્યે ૩૫ વર્ષની ગર્ભવતિ અનીશાબેગ શેખે સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.

આ પ્રસુતિ એટલા માટે વિશેષ છે કે અનીશાબેગ કોરોના પોઝિટિવ છે અને આવા સંજોગોમાં સિઝેરિયન ડિલિવરી કરવામાં આવતી હોય છે પરંતુ ગોત્રી હોસ્પિટલના ડોક્ટરોએ નોર્મલ ડિલિવરી કરાવી છે. કોરોનાના કહેર વચ્ચે ગોત્રી હોસ્પિટલમાં આજે નવી જીંદગીએ ધબકારા લેતા હોસ્પિટલ સ્ટાફમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.

પરંતુ બીજી ક્ષણે અનીશાબેગ માટે કઠીન સમયની શરૃઆત થઇ હતી કેમ કે બાળકને માતાનો ચેપ ના લાગે તે માટે બાળકને તુરંત એમઆઇસીયુમાં ખસેડવામાં આવ્યુ હતુ. અહી ગોત્રી હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ તેની માતા બન્યો છે બાળકની સંભાળ રાખી રહ્યો છે.

Read Also

Related posts

મોંઘવારી/ રાજકોટમાં સીંગતેલ અને કપાસિયા તેલનાં ભાવ ફરી આસમાને, જાણો ડબ્બે કેટલાં રૂપિયાનો થયો વધારો?

Dhruv Brahmbhatt

વાતાવરણ પલટાશે/ રાજ્યમાં કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, અનેક જિલ્લાઓમાં હજુ આટલા દિવસ માવઠાની આગાહી

Bansari

કહેર/ ગાંધીનગર સિવિલનાં 12 ડોક્ટર્સનો કોરોના પોઝિટિવ, વેક્સિનનાં બે ડોઝ લીધા બાદ પણ ફ્રન્ટલાઇન વોરિયર્સ વાયરસની ઝપેટમાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!