GSTV
Gujarat Government Advertisement

બસમાં મળી ગયો કોરોના : ઘરે આવતો હતો અને ભટકાઈ ગયો, બાકાત નવસારી હવે કોરોનાની ઝપેટમાં

Last Updated on April 21, 2020 by Pravin Makwana

કોરોનાથી અત્યાર સુધી છેટા રહેલા નવસારી જિલ્લામાં લોકડાઉનના 28માં દિવસે કોરોનાએ પગલા પાડ્યા છે. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના હાંસાપોર ગામના 42 વર્ષિય દિનેશ બાબુ નામના યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

બસમાં મુસાફરી કરી નવસારી આવ્યો

દિનેશ સૌરાષ્ટ્રના ઓખા ખલાસી તરીકે મજૂરી કરવા ગયો હતો. લોકડાઉન જાહેર થયા બાદ ગત 27 માર્ચના રોજ બસમાં નવસારી આવ્યો હતો. દિનેશ જે બસમાં આવ્યો હતો, એ બસમાં સુરતનો એક વ્યક્તિ કોરોના પોઝિટિવ હતો. જોકે થોડા દિવસો અગાઉ દિનેશને કોરોનાના લક્ષણો દેખાતા નવસારીની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો.

કોરોન્ટાઈન પુરો થાય તે પહેલા આવ્યો રિપોર્ટ

જોકે કોરોન્ટાઇન પિરિયડ પુરો થવા પૂર્વે જ દિનેશનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર દોડતુ થયું છે. સાથે જ હંસાપોરમાં દિનેશના ઘર આસપાસના વિસ્તારને ક્લસ્ટર એરિયા જાહેર કરવા સાથે જ તેની સાથે સંપર્કમાં આવેલા લોકોને હોમ કોરોન્ટાઇન કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઘરેલૂ ઉપચાર/ હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો એક ગ્લાસ ટામેટાંનો રસ પીઓ, આ છે બનાવવાની ઉત્તમ રીત

Damini Patel

આનંદો/ સરકારી કર્મચારીઓ હવે સપનાનું ઘર બનાવવા માટે માર્ચ 2022 સુધી લઇ શકશે સસ્તુ એડવાન્સ, જાણો કેવી રીતે મળશે લાભ

Bansari

આમ આદમી પાર્ટીની ગુજરાતમાં એન્ટ્રીથી રાજનીતિ તેજ, AAP માં જોડાવવા મામલે હાર્દિક પટેલનું મોટું નિવેદન

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!