GSTV

નરાધમ/ કોરોનાથી સંક્રમિત યુવતી સાથે ચાકુની અણીએ ઘરમાં જ ગેંગરેપ, યુવતી બુમાબુમ કે પોલીસ પાસે ન જાય માટે આ પેંતરો અજમાવ્યો

શિક્ષકે

Last Updated on May 15, 2021 by Harshad Patel

કોરોનાના સંક્રમણ વચ્ચે કેટલાક લોકો માનવતા ભુલી ગયા છે અને જઘન્ય અપરાધોને અંજામ આપી રહ્યા છે. મધ્યપ્રદેશના ઈન્દોર શહેરમાં એક આવી જ ખોફનાક ઘટના બની છે અને તે અંગે જાણીને દરેકનું માથુ શરમથી ઝુકી રહ્યું છે. મળતી વિગતો પ્રમાણે ઈન્દોરમાં એક ઘરમાં ચોરી કરવા માટે ઘુસેલા ત્રણ બદમાશોએ ચાકુની અણીએ યુવતી પર ગેંગરેપ કર્યો હતો. કોરોનાથી સંક્રમિત હોવાના કારણે યુવતી હોમ ક્વોરેન્ટાઈન હતી. લૂંટારાઓ 50,000 રુપિયા રોકડા અને બે મોબાઈલ પણ લઈ ગયા હતા.

સીસીટીવીની મદદથી બે આરોપીઓની ધરપકડ પણ કરી

આ મામલામાં પોલીસે શનિવારે સીસીટીવીની મદદથી બે આરોપીઓની ધરપકડ પણ કરી છે. જ્યારે એક હજી ફરાર છે. પકડાયેલા બંને આરોપીઓ સગીર વયના છે. પીડિત યુવતીએ પોલીસને કહ્યુ હતુ કે, કોરોના સંક્રમિત થયા બાદ હું ઘરમાં એકલી જ ક્વોરેન્ટાઈન થઈ હતી.

ત્રણ લોકો મારા પલંગ પાસે ઉભા હતા

ગુરુવારે રાત્રે બે વાગ્યે મારી ઉંઘ ઉડી ત્યારે ત્રણ લોકો મારા પલંગ પાસે ઉભા હતા .તેમણે મને ચાકુ બતાવીને પૈસા અને દાગીના માંગ્યા હતા. મેં ઘરમાં પડેલા 50,000 રુપિયા અને બે મોબાઈલ તેમને આપી દીધા હતા.

કોરોનાના કારણે શરીરમાં એટલી નબળાઈ હતી

એ પછી ત્રણે જણાએ મારી સાથે રેપ કર્યો હતો. કોરોનાના કારણે શરીરમાં એટલી નબળાઈ હતી કે હું તેમનો સામનો પણ કરી શકી નહોતી. તેઓ મને ચાકુ મારી દેશે તેવી બીકથી હું બૂમ પણ પાડી શકી નહોતી. આ ઘટના પછી સવારે પાંચ વાગ્યા સુધી તેઓ ઘરની બહાર નજર રાખતા રહ્યા હતા. જેથી હું પોલીસ પાસે ના જઈ શકું.

યુવતીને એકલી જોઈને યોજના બનાવી હતી

યુવતીએ જોકે બાદમાં 100 નંબર પર ફોન કરીને ઘટનાની જાણ કરી હતી. એ પછી પોલીસે તપાસ કરીને સીસીટીવીની મદદથી બે આરોપીઓને ઝડપી પણ પાડ્યા છે. આ પૈકીનો એક તો યુવતીનો પાડોશી જ છે. તેણે જ યુવતીને એકલી જોઈને યોજના બનાવી હતી. હજી પણ તે ફરાર છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

લોલંલોલ: 7 કરોડના કૌભાંડનો બ્રિફ રિપોર્ટ સરકાર ને ddoની સહી વગર જ મોકલી દેવાયો, આખરે શું રંધાઈ રહ્યું છે?

pratik shah

કોવેક્સિનના વેચાણ પર ICMRને મળશે 5% રોયલ્ટી, જાણો હવે કેમ ઉઠી રહ્યા છે સવાલ?

Pritesh Mehta

બ્યુટી ટિપ્સઃ ફૂદીનાના પાનના આ ફાયદા જાણતા નથી લાગતા, ત્વચા નિખારમાં કેટલું મહત્વ છે તે વાંચશો તો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!