GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

મુંબઈ પર મોટો ખતરો મંડરાયો, ધારાવીથી આવ્યા છે કોરોના વાયરસના સૌથી મોટા સમાચાર

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીમાં કોરોના વાયરસના ચેપના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. શુક્રવારે સવારે અહીં 35 વર્ષિય ડોક્ટરને ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. આ અહીંનો ત્રીજો કેસ છે. ધારાવીના એક સંક્રમિત વ્યક્તિનું બુધવારે મોત થયું છે. ધારાવીમાં 15 લાખ લોકો રહે છે. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું પણ મુશ્કેલ છે. જો અહીં કોરોના ફેલાયો તો ભારતમાં હજારોની સંખ્યામાં કેસો આવશે. ગુરુવારે, અન્ય એક વ્યક્તિને કોરોના વાયરસનાં લક્ષણો જોવા મળ્યાં તે વરલી વિસ્તારનો છે પરંતુ ધારાવીના માહીમ ફાટક રોડ પાસે કામ કરતો હતો. આ ઘટના બાદ બીએમસીની ચિંતા વધી ગઈ છે.

બે દિવસ પહેલાં એક મોત થયું હતું

આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, દર્દી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગ સાથે જોડાયેલો છે. 35 વર્ષીય ડૉક્ટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તેના પરિવારજનોને સાંત્વના આપવામાં આવી છે. ધારાવી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીનો વિસ્તાર છે, બુધવારે 46 વર્ષીય વ્યક્તિનાં મોત બાદ અધિકારીઓએ સમગ્ર વિસ્તારને સીલ માર્યો હતો. અધિકારીઓએ કહ્યું કે મૃત્યુ પામનાર વ્યક્તિની આસપાસ રહેતા તમામ લોકોની તપાસ કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રમાં 423 કેસો સામે આવ્યા છે. જેમાં 360 લોકો ની સારવાર ચાલી રહી છે. 42 લોકોમાં કોરોના રિકવર થયો છે. જ્યારે 21 લોકોનાં મોત થયા છે. માહિમ અને સાયન ધારાવીની બંને તરફ બનેલાં મુખ્ય રેલવે સ્ટેશનો છે. અહીંથી લગભગ રોજ 8 લાખ લોકો ધારાવીમાં અવર-જવર કરે છે. વિશ્વાસ કરો ભીડના આ જંગલમાં ફરવા માટે સાહસ અને હિંમત હોવાં જરૂરી છે. આ ખૂબ જ જિદ્દી લોકોની વસતી છે.

નાગરિકો માટે પ્રવેશ અને બહાર નીકળવાની મર્યાદા

કોરોનોવાયરસ ચેપ માટે સકારાત્મક પરીક્ષણ કરનારા ધારાવીના 56 વર્ષીય વ્યક્તિનું બુધવારે સાયન હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. દિવસની શરૂઆતમાં દર્દીના પરીક્ષણ અહેવાલોએ પુષ્ટિ આપી હતી કે તે કોવિડ -19 થી પીડિત હતો. દર્દીની મુસાફરીનો કોઈ ઇતિહાસ નહોતો. તે ગારમેન્ટ સ્ટોર ચલાવતો હતો અને ધારાવીમાં એસઆરએ બિલ્ડિંગમાં રહેતો હતો. BMC એ તેના પરિવારના સભ્યોની ચકાસણી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. દરમિયાન, દર્દીઓ રહેતા હતા તે આખી ઇમારતને પોલીસ કર્મચારીઓ સાથે કંટ્રોલ એરિયા તરીકે ચિહ્નિત કરવામાં આવી છે. નાગરિકો માટે પ્રવેશ અને બહાર નીકળવાની મર્યાદા રહેશે, એમ નાગરિક અધિકારીઓએ જણાવ્યું હતું. આ બિલ્ડિંગમાં 308 ફ્લેટ અને 91 દુકાનો છે.

કોરોના હજુ ભારતમાં બીજા સ્ટેજ પર

દેશભરમાં લાગુ કરાયેલા લોકડાઉનની સ્થિતિ વચ્ચે દેશમાં કોરોનાનું સંકટ વધી રહ્યુ છે. દેશભરમાં કુલ 2645થી વધુ કેસ નોંધાયા છે અને કુલ 74 લોકોના મોત નિપજ્યા છે. છેલ્લા 4 જ દિવસમાં કોરોના પોઝિટીવ કેસોની સંખ્યામાં બમણો વધારો થયો છે. 30મીએ 1347 કેસો સામે આજે આ આંક 2600 પ્લસ છે. ભારતમાં કોરોના સતત વધી રહ્યો છે. દેશમાં 31મીએ 288, 01 એપ્રિલના રોજ 424 અને 02 એપ્રિલના રોજ 486 કેસો નોંધાયા છે. કોરોના હજુ ભારતમાં બીજા સ્ટેજ પર છે એટલે કે લોકલ ટ્રાન્સમિશનના સ્ટેજ પર છે.

ભારતમાં 24 કલાકમાં 486 નવા કેસ નોંધાયા

સરકાર કમ્યુનિટીના સ્ટેજ પર પહોંચ્યો હોવાનો સાફ ઇનકાર કરી રહી છે. જો આ સ્ટેજ પર પહોંચ્યો તો અસંખ્ય કેસોમાં વધારો થવાની સંભાવના છે. દિલ્હીમાં થયેલા તબલિગી જમાતના કાર્યક્રમના કારણે દેશભરમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં સતત ત્રીજા દિવસે વધારો થયો છે. નિઝામુદ્દ્દીનમાં ગત મહિને થયેલી જમાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલ 295 લોકોના ગુરુવારે કોરોના રિપોર્ટ પોઝીટીવ નોંધાયા છે. ભારતમાં 24 કલાકમાં 486 નવા કેસ નોંધાયા જેમાં 60 ટકા લોકો દર્દીઓ તબલિગી જમાતનું કનેકશન ધરાવે છે. સમગ્ર દેશમાં મહારાષ્ટ્માં સૌથી વધુ 423 કેસ છે અને મત્યુઆંક 21 છે. આ ઉપરાંત દિલ્હીમાં 293 પોઝીટીવ કેસ છે. કેરળમાં 286 પોઝીટીવ કેસ નોંધાયા છે. જ્યારે તમિલનાડુમાં કોરોના પોઝીટીવનો આંકડો 309ને પાર પહોંચ્યો છે. તામિલનાડુમાં કોરોનાનો કેર વધવાનું મુખ્ય કારણ એ તબલિધી જમાત છે. ગુજરાતમાં પણ આજે 7 કેસો બહાર આવ્યા છે. એમનું કનેક્શન પણ તબલિઘી જમાત સાથે જોડાયેલું છે. દેશના 14 રાજ્યોમાં તબલિગી જમાત સાથે જોડાયેલા કેસોની સંખ્યા 647એ પહોંચી છે.

અમેરિકામાં સૌથી વધારે અસર

ચીનથી શરૂ થયેલી કોરોના વાયરસની સૌથી વધારે અસર હાલમાં અમેરિકામાં જોવા મળી રહી છે. કોરોના પોઝિટીવની સંખ્યા અને મોતના આંકમાં અમેરિકાએ ચીનને પણ પાછળ છોડી દીધું છે. ભારતમાં અમેરિકી દૂતાવાસમા એક કર્મચારીનો રિપોર્ટ કોરોના પોઝિટીવ આવ્યો છે. અમેરિકામાં હાલમાં 6000 લોકોનાં મોત થયાં છે. જેમાં છેલ્લા 24 કલાકમાં 1100 લોકો મોતને ભેટ્યા છે. વ્હાઈટ હાઉસના જાણકારોનું કહેવું છે કે આ બિમારીથી 1 લાખથી 2.40 લાખ લોકોનાં મોત થઈ શકે છે. અમેરિકાના 85 ટકા લોકો હાલમાં ઘરોમાં છે.

Related posts

ભારત અને ચીન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના વિદેશ મંત્રીનું આવ્યું મોટું નિવેદન

Nilesh Jethva

અમેરિકામાં સતત છઠ્ઠા દિવસે પણ હિંસા ચાલું, અત્યાર સુધીમાં 4,100 લોકોની ધરપકડ

Nilesh Jethva

હવામાન વિભાગે ચોમાસાને લઈને કરી આગાહી, દેશમાં આ બે મહિના દરમિયાન થશે 102 ટકા વરસાદ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!