GSTV
Gujarat Government Advertisement

નવસારીમાં કોરોનાનો એક પણ કેસ નથી, તેમ છતાં આવ્યા દુઃખદ સમાચાર

Last Updated on April 10, 2020 by pratik shah

નવસારી જીલ્લા માટે સૌથી સારી બાબત એ છે કે, અહીં કોરોનાનો એક પણ કેસ સામે આવ્યો નથી. જો કે, વિદેશમાં રહેતા મૂળ નવસારીના અમલસાડના વતનીનું મોત થયું છે. મૂળ નવસારીના અમલસાડના વતની અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા એવા જયંતીભાઈ રણછોડજી વશીનું કોરોનાના કારણે દુઃખદ અવસાન થયું છે. 90 વર્ષિય જયંતીભાઈ વશીનું અમેરિકાના ન્યુજર્શીમાં થયું દુઃખદ અવસાન થયું છે.

વડોદરામાં મોડી સાંજે આવ્યા માઠા સમાચાર

વડોદરામાં કોરોનાને લઇને ગંભીર પરિસ્થિતી સર્જાઇ છે. વડોદરામાં મોડી સાંજે એક સાથે નવા 17 પોઝીટીવ કેસ સામે આવ્યા છે. નવા આવેલા આ તમામ કેસ નાગરવાડા વિસ્તારના જ છે. આમ વડોદરામાં અત્યારસુધીમાં કુલ 39 જેટલા કેસ નોંધાઇ ચૂક્યા છે. આજના દિવસમાં અગાઉના 76 અને ત્યારબાદ વડોદરાના 17 કેસ મળીને કુલ 93 કેસો સામે આવ્યા છે.

રાજ્યમાં કોરોનાના કુલ 279 દર્દી

રાજ્યમાં સતત કોરોનાનું સંકટ વધી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 93 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ 279 દર્દીઓ થઈ ગયા છે. ગઈકાલથી આજ સવાર સુધીમાં 55 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા હતા. પરંતુ બપોર બાદ વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

એલર્ટ/ ઇ-મેલ કે મેસેજમાં આવી ઑફર મળે તો ચેતજો, નહીંતર બેંક એકાઉન્ટમાંથી ઉપડી જશે રૂપિયા

Bansari

ભૂપેન્દ્ર યાદવ અને અમિત શાહ બાદ વી. સતીષની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણ ગરમાયું, આજે પ્રદેશ સંગઠનના હોદ્દેદારો સાથે કરશે વર્ચ્યુઅલ બેઠક

Dhruv Brahmbhatt

2022ની વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શન મોડમાં, પ્રત્યેક જિલ્લા અને શહેરોમાં યોજાશે કાર્યકારણી બેઠક

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!