GSTV
Gujarat Government Advertisement

જાકો રાખે સાંઇયા માર શકે ના કોઇ / 35 દિવસની સારવાર બાદ કોરોના પોઝિટિવ નવજાત શિશુએ ત્રણ-ત્રણ બિમારી પર વિજય મેળવ્યો

Last Updated on June 9, 2021 by Dhruv Brahmbhatt

અમદાવાદ સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં ૩૦ એપ્રિલના રોજ નાના આંતરડામાં જટીલ તકલીફથી પીડાતી નવજાત શિશુને દાખલ કરવામાં આવી. મૂળે મહેમદાબાદની આ દિકરીના નાના આંતરડામાં બે ટૂકડા થયેલ હોવાના કારણે સ્તનપાનમાં તકલીફ પડી રહી હતી. બાળકીની માતા આ તકલીફ જોતા બાળકી જીવંત રહેશે તે આશા છોડી ચૂકી હતી. વળી જન્મના ૪૨ માં કલાકે કોરોના રીપોર્ટ પણ પોઝિટિવ આવતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું.

બાળકીએ જન્મના ૧૭માં દિવસે પાઇપ વડે ધાવણ મેળવ્યું

દેવદૂત સમા તબીબોની જહેમત અને મહેનતના કારણે બાળકીએ જન્મના ૧૭માં દિવસે પાઇપ વડે ધાવણ મેળવ્યું. જન્મના ૨૩માં દિવસે બાળકીની માતાએ નાના ભૂલકીને ખોળામાં લઇ પ્રથમ વખત સ્તનપાન કરાવ્યું. આ દ્રશ્યો દરમિયાન માતા અને દિકરી અશ્રુભરી લાગણીઓનો સંવાદ સર્જાયો હતો.

મહેમદાબાદના જાવેદભાઇ કુરેશીના ઘરે બાળકીનો જન્મ થયો. ૩૦ મી એપ્રિલના રોજ જન્મેલી બાળકીના આગમનથી સમગ્ર પરિવારમાં ખુશીનો માહોલ હતો. પરંતુ આ ખુશીઓની સાથે કેટલીક મુસીબતો પણ સાથે આવી. ૨.૫ કિ.ગ્રા વજન ધરાવતી આ શ્રમિક પરીવારની બાળકી સ્તનપાન કરી શકે તેમ ન હતી. જેના કારણે બાળકીનું પેટ ફૂલવા લાગ્યું. ત્યાર બાદ તેને ઉલટી થવાનું શરૂ થયુ. જે કારણોસર અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બાળકીને દાખલ કરવી પડી. અહીં આવ્યા ત્યારે વિવિધ રીપોર્ટ અને સોનોગ્રાફી કરાવ્યા બાદ બાળકીને આંતરડામાં રૂકાવટ હોવાનું નિદાન થયું. જે કારણોસર જ બાળકી ધાવણ લઇ શકવા સક્ષમ ન હોતી.

baby

સર્જરી દરમિયાન જાણવા મળ્યું કે બાળકીના નાના આંતરડાનો પૂર્ણરૂપે વિકાસ ન હોતો થયો

જેની સારવાર માટે સર્જરી કરવી આવશ્યક બની રહી હતી. સર્જરી પૂર્વે બાળકીનો કોરોનાનો રીપોર્ટ કરાવવામાં આવતા તે પણ પોઝિટિવ આવ્યો. હવે બાળકીની સર્જરીમાં જટીલતા વધી ગઇ. હવે કોરોનાગ્રસ્ત નવજાત શીશુની સર્જરી કરવી આવશ્યક બની રહી હતી. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના તબીબોએ આ પડકાર ઝીલીને જોખમ લઇ સર્જરી કરવાનું નક્કી કર્યું. સર્જરી દરમિયાન જાણવા મળ્યું કે બાળકીના નાના આંતરડાનો પૂર્ણરૂપે વિકાસ થયો હતો નહીં. જે કારણોસર બાળકીને ધાવણમાં તકલીફ પડી રહી હતી. જે માટે આંતરડાના ખરાબ ભાગને સર્જરી દરમિયાન કાઢી નાંખવામાં આવ્યું.

બાકી બચેલા સારા ભાગને આંતરડાના અન્ય ભાગ સાથે જોડવામાં આવ્યું. સમગ્ર સર્જરી ૨થી ૩ કલાકની જહેમત બાદ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી.સામાન્ય સંજોગોમાં પણ બાળકોની સર્જરીની જટીલતા અને સંવેદનશીલતા વધુ રહેતી હોય છે ત્યારે PPE કીટ પહેરીને 3 કલાક બાળકીની સર્જરી હાથ ધરવી તે પડકારજનક બની રહી હતી. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના એશોશિએટ પ્રોફેસર ડૉ. જયશ્રી રામજી અને એન્સથેટિક વિભાગ એસોસીએટ પ્રોફેસર ડૉ. મૃણાલીની શાહની ટીમના સહયોગથી અત્યંત જટીલ કહી શકાય તેવી આ સર્જરી સફળતાપૂર્વક પાર પાડવામાં પાડી.

baby-born

બાળકીને સેપ્સીસ ( બ્લડમાં ઇન્ફેકશન ફેલાવું) ના કારણે વજન પણ ઘટવા લાગ્યું

સર્જરી બાદ પોસ્ટ ઓપરેટીવ કેર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલની ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં બાળકીને નવજાત શિશું કેર માટે દાખલ કરવામાં આવી. આ દરમિયાન બાળકીને સેપ્સીસ ( બ્લડમાં ઇન્ફેકશન ફેલાવું) ના કારણે વજન પણ ઘટવા લાગ્યું. આ તમામ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા અને દિકરીને મોતના મુખમાંથી ઉગારવા બાળ રોગ તબીબ ડૉ. ચારૂલ મહેતા અને તેમની ટીમ દ્વારા ભારે ઇન્જેકશન અને સપોર્ટીવ સારવાર આપવામાં આવી.

આખરે ૩૫ દિવસની સતત અને સધન સારવારના અંતે દિવસે સાજી થઇને ઘરે પરત ફરી. અત્રે નોંધનીય બાબત એ છે કે, બાળકને જન્મના ૧૭ માં દિવસે પાઇપ વાટે ધાવણ આપવામાં આવ્યું અને જન્મના ૨૩ માં દિવસે માતાનું પ્રથમ વખત ધાવણ નસીબે થયું. જન્મના ૨૩માં દિવસે ધાવણ આપતી વખતે માતા અને બાળકી વચ્ચે અશ્રુસહિતની લાગણીઓનો સંવાદ સધાયો હતો. બાળકીની માતાએ ક્યારેય વિચાર્યું ન હોતું કે હું મારા બાળકીને સ્તનપાન કરાવી શકીશ.

સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોષી કહે છે કે, ઇલીયલ અટ્રેસીયા નામની બિમારી ૧૦ હજાર નવજાત બાળકોમાંથી ૨ બાળકોમાં જોવા મળે છે. જેની સર્જરી અતિ જટીલ બની રહે છે. સિવિલ હોસ્પિટલના બાળરોગ સર્જરી વિભાગમાં અત્યંત જૂજ જોવા મળતી ઘણી સર્જરી હાથ ધરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!