GSTV
World

Cases
3069645
Active
2495388
Recoverd
365002
Death
INDIA

Cases
86422
Active
82370
Recoverd
4971
Death

કોરોનાનો આતંકઃ રાજ્યમાં વધુ 396 પોઝિટિવ કેસ સાથે માત્ર અમદાવાદમાં 277, વધુ 27 ના મોત

કોરોનાનો કહેર ગુજરાતમાં સતત વધી રહ્યો છે, ત્યારે આજે સાંજે 5 વાગ્યા સુધીમાં નવા 396 પોઝિટિવ કેસ નોંધાયા છે અને વધુ 27 લોકોનાં મોત પણ થયા છે. સાથે જ 289 લોકોને ડિસ્ચાર્જ પણ કરવામાં આવ્યા છે. નવા 396 કેસમાંથી અમદાવાદ 277, વડોદરામાં 35, સુરતમાં 29, ગાંધીનગરમાં 9, જૂનાગઢમાં 8, ગીર સોમનાથમાં 6, અરવલ્લીમાં 5, રાજકોટમા 4, મહેસાણામાં 4, આણંદમાં 3, તાપીમાં 3, મહિસાગર, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર, અમરેલી 2-2, નવસારી, પોરબંદર અને મોરબીમાં 1-1 કેસ નોંધાયા છે. તે સાથે જ રાજ્યમાં કુલ પોઝિટિવ કેસનો આંત 13669 પર પહોંચી ગયો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ મોતનો આંક 829 છે તો, ડિટ્ચાર્જ થયેલ દર્દીનો આંક 6169 છે. સાથે જ 10,001 કેસ સાથે અમદાવાદ સૌથી મોખરે છે.

આજે નોંધાયેલા પોઝિટિવ કેસની જિલ્લા પ્રમાણે વિગત

આજે નોંધાયેલા મરણ અને ડિટ્ચાર્જ કેસની વિગત

રાજ્યમા જિલ્લા પ્રમાણે પોઝિટિવ કેસની વિગત

અમદાવાદમાં 10,001, વડોદરામાં 806, સુરતમાં 1285, રાજકોટમાં 87, ભાવનગરમાં 114, આણંદમાં 90, ગાંધીનગરમાં 210, પાટણમાં 71, ભરૂચમા 37, નર્મદામાં 15, બનાસકાંઠામાં 99, પંચમહાલમાં 72, છોટાઉદેપુરમા 22, અરવલ્લીમાં 98, મહેસાણામાં 99, કચ્છમાં 64, બોટાદમાં 56, પોરબંદરમાં 6, ગીર-સોમનાથમાં 44, દાહોદમાં 32, ખેડામાં 59, મહીસાગરમાં 79, સાબરકાંઠામાં 63, નવસારીમાં 15, વલસાડમાં 18, ડાંગમાં 2, દ્વારકામા 12, તાપીમાં 6, જામનગરમાં 46, જૂનાગઢમાં 26, મોરબીમાં 3, સુરેન્દ્રનગરમાં 23, અમરેલીમાં 4 કેસ નોંધાયા છે.

લેબોરેટરી પરીક્ષણની વિગત

અમરેલીમાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા

અમરેલી જિલ્લામાં કોરોનાના વધુ બે કેસ નોંધાયા. આ સાથે કોરોનાના કેસની સંખ્યા ચાર થઈ છે. સાવરકુંડલા તાલુકાના નાના ઝીંઝુડા ગામે 45 વર્ષની મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. આ મહિલાના ઘરે કેટલાક લોકો સુરતથી આવ્યા હતા. જેથી નાના ઝીંઝુડા ગામને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં  આવ્યુ છે. આ ઉપરાંત ચાડીયા ગામના પુરૂષનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો. ત્યારે આ દર્દીઓના સંપર્કમાં આવેલા  તમામ લોકોના કોન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવી રહ્યા છે.

કોંગ્રેસના ઈન્ડિયાકોલોની વોર્ડના કોર્પોરેટર પોઝીટીવ

કોંગ્રેસના ઈન્ડિયાકોલોની વોર્ડના કોર્પોરેટર યથવંત યોગીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેઓ પાંચમાં કોર્પોરેટર છે જે કોરોનાનો શિકાર બન્યા છે. આ પહેલા ગોતા અને મણિનગર વોર્ડમાં ભાજપના કોર્પોરેટરનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો બહેરામપુરા વોર્ડના કોંગ્રેસના બે કોર્પોરેટરનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેમાં બદરુદ્દીન શેખનું નિધન પણ થયું હતું. તો ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા પણ કોરોનાનો ભોગ બની ચુક્યા છે.

READ ALSO

Related posts

આદિવાસી પર થયેલા અત્યાચાર મામલે રોષ, ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી

Nilesh Jethva

પતિ 20 દિવસના દીકરાને છોડી અન્ય યુવતી સાથે ભાગી જતાં પત્નીને ભર્યું આ પગલું

Nilesh Jethva

અડવાણીના ખાસ અને મોદીના કટ્ટર હરિફ એવા આ મુખ્યમંત્રી મોદીના મોંફાટ કરી રહ્યાં છે વખાણ, પીએમ થઈ જશે ખુશ

Karan
Do NOT follow this link or you will be banned from the site!