GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

કોરોનાનો ભરડોઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1153 પોઝિટિવ કેસ, 22 દર્દીના મોત

કોરોના

રાજ્યમાં પ્રતિદિન કોરોના કેસની સંખ્યા 1100નો આંકડો વટાવી રહી છે, ત્યારે રાજ્યમા આજે છેલ્લા 24 કલાકમાં 1,153 કેસો નોંધાયા છે અને 23 દર્દીના મોત થયા છે. જેમાં સુરતમાં 11, અમદાવાદમાં 4, વડોદરામાં 3, રાજકોટમાં 2, જૂનાગઢ-ખેડા અને મેહસાણામાં 1-1 દર્દીનું મોત થયું છે.

આજે 833 સાજા થઈને ઘરે ગયા

રાજ્યમાં જેમ જેમ ટેસ્ટની સંખ્યા વધી રહી છે તેમ કેસ વધી રહ્યાં છે. ગુજરાત એ આંધ્ર પ્રદેશની પેટર્ન પર કેસ નોંધાઈ રહ્યાં છે. આંધ્રમાં આજે 10 હજાર કેસોની સંખ્યા પહોંચી છે. રાજ્યમાં આજે 26,704 ટેસ્ટ કરાયા છે. જેમાં 1,153 કેસો મળી આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 7.64 લાખ ટેસ્ટ થયા છે. આજે 833 સાજા થઈને ઘરે ગયા છે. રાજ્યમાં 24 કલાકમાં કોરોનાથી 23 લોકોનાં મોત થયા છે. રાજ્યમાં ડિસ્ચાર્જ કરતાં કેસોની સંખ્યા સતત વધી રહી છે. સૌથી ખરાબ હાલત આજે સુરત, અમદાવાદ, વડોદરા અને સુરતની છે. સુરતમાં 219 કેસ નવા નોંધાયા છે. અમદાવાદમાં પણ જિલ્લા અને શહેર મળી પોણા બસો કેસોએ આંક પહોંચ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં 140 અને જિલ્લામાં 36 કેસ નોંધાયા છે.

અનલોકના 60 દિવસમાં 10 ગણા કેસ

અનલોક શરૂ થયું ત્યારથી કોરોના પોઝિટિવનો આંક ભાવનગરમાં સતત વધી રહ્યો છે. લોકડાઉનના 60 દિવસમાં ભાવનગર જિલ્લામાં 120 કેસ નોંધાયા હતા. જ્યારે અનલોકના 60 દિવસમાં 10 ગણા કેસ વધ્યા છે. એટલે કે અનલોક દરમિયાન ભાવનગર જિલ્લામાં 1236 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ 1356 કેસ પોઝિટિવ નોંધાયા છે. જેમાં 895 દર્દીઓને ડિસ્ચાર્જ અપાયો, 24 દર્દીના મોત નીપજ્યા અને 383 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે પણ ભાવનગર જિલ્લામાં 47 કેસ નોંધાયા છે. હવે સંક્રમણ સૌરાષ્ટ્ર તરફ વધ્યું છે. ભાવનગરમાં હાલત હવે વધારે કથળી રહી છે.

વડોદરમાં વધુ 94 કેસ નોંધાયા

ગાંધીનગરથી જાહેર થયેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 94 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 4666 પર પહોંચી ગયો છે. વડોદરામાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 192 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3648 દર્દી રિકવર થયા છે અને આજે વધુ 3 દર્દીના મૃત્યુ જાહેર કરતા સત્તાવાર મૃત્યુઆંક 89 થયો છે. વડોદરા શહેરમાં કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી રોજ 91થી 96 જેટલા કેસ સામે આવી રહ્યા છે.

ભરૂચમાં આજે વધુ 21 પોઝિટિવ કેસ

ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 945 ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત દાહોદમાં 33, પંચમહાલમાં 21, મહીસાગરમાં 13 અને નર્મદામાં વધુ 10 કેસ નોંધાયા છે.

અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાનો આતંક

અમદાવાદના શહેરી વિસ્તાર બાદ હવે ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા દિવસેને દિવસ વધી રહી છે. જે જિલ્લા વહીવટી તંત્ર માટે ચિંતાનો વિષય બન્યો છે. અમદાવાદ ગ્રામ્યમાં કોરોનાના કેસો વધે નહિ તે માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ખાસ સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે ગ્રામ્યના જે 4 તાલુકામાં કોરોના પોઝિટીવના આંકડાઓ વધી રહ્યા છે ત્યા હવે ઈન્ટેન્સીવ સર્વેલન્સ હાથ ધરવામાં આવશે.

READ ALSO

Related posts

જૂનાગઢની મધ્યમાં આવેલા વિસ્તારમાં દીપડાએ દેખાડો દેતા લોકોમાં ફફડાટ

Nilesh Jethva

પાવીજેતપુરમાં દીપડાએ કરેલા હુમલામાં 5 વર્ષના બાળકનું મોત

Nilesh Jethva

370ની વર્ષગાંઠ: અલગાવવાદી નહીં મનાવી શકે બ્લેક ડે, જમ્મુ કાશ્મીરમાં બે દિવસ માટે કડક કર્ફ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!