GSTV
World

Cases
3198269
Active
2696867
Recoverd
375622
Death
INDIA

Cases
97581
Active
95527
Recoverd
5598
Death

ભારતમાં આ રાજ્યમાં કોરોના પોઝિટીવ દર્દીનો આંકડો 1000ને પાર, 64 લોકોના મોત

ભારતમાં મહારાષ્ટ્ર કોરોના વાયરસના કારણે ખૂબ જ પ્રભાવિત થયું છે. રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 1000ને પાર પહોંચી ગઈ છે. મંગળવારે પણ અહીં 150 કેસ આવ્યા આવ્યા બાદ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1018 થઈ ગઈ છે. અત્યાર સુધીમાં કોરોનાના કારણે મહારાષ્ટ્રમાં 64 લોકોના મોત થયા છે. ત્યાં સુધી કે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના નિવાસ સ્થાન માતોશ્રીની બાજૂમાં જ કોરોના પોઝિટીવ દર્દી ઝડપાયો છે.

દેશનું પ્રથમ રાજ્ય બન્યુ જ્યાં 1 હજારને પાર પોઝિટીવ દર્દીનો આંક

મહારાષ્ટ્ર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે, જ્યાં કોરોના વાયરસ દર્દીઓની સંખ્યા 1000ને પાર પહોંચી છે. જ્યાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટીવ કેસની સંખ્યા 1018 થઈ છે. મુંબઈમાં જ કોરોના વાયરસના પોઝિટીવ કેસની સંખ્યા 500થી વધી ગઈ છે.

મુંબઈમાં એક જ દિવસમાં આવ્યા 116 નવા કેસ

સ્વાસ્થ્ય અધિકારીના જણાવ્યા પ્રમાણે મંગળવારના રોજ 150 નવા કેસમાંથી મુંબઈમાં એકલા 116 કેસ આવ્યા છે. જ્યારે અન્યમાં જોઈએ તો, પુણેમાં 18, અહમદનગર, નાગપુર અને ઔરંગાબાદમાં 3-3, થાણે અને બુલ્ઢાણામાં 2-2 અને સતારા, રત્નાગીરી અને સાંગલીમાં 1-1 કેસ પોઝિટીવ આવ્યા છે.

READ ALSO

Related posts

આ દેશના PM સહિત આખા પરિવારને Corona પોઝીટીવ, PM મોદીએ પૂછ્યા ખબરઅંતર

Harshad Patel

કોરોનાનો ડર : આ દેશમાં ઘરમાં પણ આ વ્યક્તિ સાથે શારીરિક સંબંધો ગેરકાયદેસર ગણાશે

Dilip Patel

કોરોનાના ટેસ્ટ મામલે સરકારનો મોટો ખુલાસો, આ રીતની તુલનામાં 14 દેશોમાં ભારત કરતાં 22 ગણા વધારે કેસ

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!