GSTV
World

Cases
3239848
Active
2805018
Recoverd
385934
Death
INDIA

Cases
106737
Active
104107
Recoverd
6075
Death

અમદાવાદ પોલીસ કમિશનર કચેરીમાં એકી સાથે 8 કર્મચારીઓના Corona રિપોર્ટ પોઝિટીવ

કોરાના

અમદાવાદના શહેર પોલીસ કમિશનર કચેરીમાં એકી સાથે 8 કર્મચારીને કોરોના (Corona) પોઝિટીવ આવ્યો છે. જેના કારણે અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીમાં ફફડાટ ફેલાયો છે. કંટ્રોલ રૂમના પોલીસકર્મીઓને કોરોના પોઝિટીવ આવતા લોકોમાં ભયનો માહોલ છે. એક જ શિફ્ટમાં ફરજ બજાવતા 8 કર્મચારીઓના એકી સાથે કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

અમદાવાદમાં Coronaનો કેર યથાવત

અમદાવાદમાં કોરોનાનો કેર યથાવત રહેવા પામ્યો છે. આજે સારવાર દરમ્યાન વધુ ૨૬ દર્દીઓના કરૂણ મોત નિપજયા છે, જ્યારે નવા દર્દીઓનો આંકડો પણ ૨૭૫નો થઈ ગયો છે. આ સાથે કુલ દર્દીઓની સંખ્યા ૯૭૨૪ની થઇ છે અને મૃત્યુ આંક ૬૪૫ને આંબી ગયો છે. આજે મૃત્યુ પામેલાઓમાં ૧૬ પુરૂષ અને ૯ મહિલા દર્દીઓનો સમાવેશ થાય છે. જ્યારે સાજા થયેલા ૩૨૮ સાથે કુલ ડિસ્ચાર્જનો આંકડો ૩૬૫૮ થવા જાય છે. જયારે ૫૪૨૧ દર્દીઓ હાલ જુદી જુદી હોસ્પિટલોમાં અને કેટલાક દર્દીઓ ઘેર બેઠાં સારવાર હેઠળ છે.

અમદાવાદમાં Coronaથી મૃત્યુજર વધ્યો

નવા નોંદાયેલા ૨૭૫ દર્દીઓ રેડ ઝોન ઉપરાંત તમામ વિસ્તારોના છે. બીજી તરફ કોરોનાના દર્દીને સળંગ ૩ દિવસ તાવ ના આવે તો ટેસ્ટ કર્યા વગર જ ૧૦ દિવસમાં ડિસ્ચાર્જ કરી દેવાની આવેલી નવી પોલીસીથી ડિસ્ચાર્જના આંકડા ઉંચા ગયા છે. પરંતુ બીજી તરફ મૃત્યુનો દર નીચો નથી આવી શક્યો. થોડા દિવસો પહેલાં અમદાવાદનો ૬.૧૦ ટકા મૃત્યુ દર હતો તે વધીને ૭ ટકા થયો છે, જે દેશભરમાં સૌથી ઊંચો છે. દેશનો સરેરાશ મૃત્યુ દર ૩.૩ ટકા ગણાય છે. અમદાવાદનો મૃત્યુ દર અન્ય રાજ્યો તો ઠીક ગુજરાતના જ અન્ય નાના શહેરોની હોસ્પિટલો કરતાં ડબલ જેટલો વધુ છે. સુરતમાં ૪.૬ ટકા છે.

Corona

ખાડિયામાં સૌથી વધુ Corona દર્દી નોંધાયા

ખાડિયામાં સૌથી વધુ દર્દી નોંધાયા છે. તેનો મૃત્યુ દર તો આંચકો આપે તેવો છે, ગઇકાલ સુધીના ૮૫૦ દર્દીઓ નોંધાયા હતા, તેમાંથી ૧૨૭ના મૃત્યુ થયા છે, આ મૃત્યુ દર તો ૧૪.૯૪ ટકાનો આંચકાજનક છે. ગઇકાલ સુધીમાં મ્યુનિ. કોર્પોરેશનની હદમાં થયેલાં કુલ ૬૧૨ મૃત્યુમાં સૌથી વધુ સિવિલમાં ૩૭૦, સોલા સિવિલમાં ૩૨, એસવીપી હોસ્પિટલમાં ૧૨૪ અને અન્ય હોસ્પિટલો તેમજ કોવિડ કેર સેન્ટરોમાં થયેલાં મૃત્યુનો આંકડો ૮૬નો છે. સિવિલની અવ્યવસ્થા અને સારવાર પધ્ધતિ સામે રોજે રોજ ગંભીર પ્રકારના સંખ્યાબંધ આક્ષેપો થઈ રહ્યાં છે.

Corona માટે કોર્પોરેશન અને નક્કી કરાયેલી ૪૨ ખાનગી હોસ્પિટલો વચ્ચે સંતાકુકડીની રમત ચાલે છે

દર્દીને તેની સારવાર ચાલુ થાય તે માટે ઓળખીતાઓને ફોન કરીને વગ વાપરવા આજીજી કરવી પડે છે. સરકારી હોસ્પિટલ હોવા છતાં કેમ, કોઇ કશું નથી કરી શકતા તે પ્રશ્ન છે. લોકોને સારી સારવારના મુદ્દે હાઇકોર્ટમાં જવું પડે તે બાબત જ શરમજનક છે. બીજી તરફ કોર્પોરેશન અને નક્કી કરાયેલી ૪૨ ખાનગી હોસ્પિટલો વચ્ચે સંતાકુકડીની રમત ચાલે છે. કેટલી હોસ્પિટલોને એમઓયુની શરત મુજબ આગોતરા ૧૫ લાખ મ્યુનિ.એ આપ્યા, કઈ હોસ્પિટલ ક્યારથી દર્દીને લેવાનું ચાલુ કરશે, ગલ્લાં તલ્લા સામે કેટલાને નોટિસ આપી, કેટલા કરાર કરવા તૈયાર થયા, કેટલા ના થઇ ગયા વગેરે તમામ બાબતો અંગે મ્યુનિ. તંત્રએ રહસ્યમય રીતે મૌન સેવી લીધું છે.

જો આમ જ ચાલશે તો દર્દી દાખલ થવા અંગે નિર્ણય કઇ રીતે લઇ શકશે તે પ્રશ્ન ઉભો થશે. હાલ તો મ્યુનિ.એ બે મંત્રો અપનાવી લીધા છે: (૧) ઝડપથી ડિસ્ચાર્જ આપો અને (૨) વધુમાં વધુ લોકોને ઘેર બેઠાં જ સારવાર લેવા માટે સહમત કરો. હાલ ૧૬૦૦ થી વધુ દર્દી ઘેરબેઠાં ડોક્ટરની માત્ર ટેલીફોનીક સલાહના આધારે સારવાર લઇ રહ્યાં છે.

Coronaની સારવાર હેઠળ કયા ઝોનના કેટલાં દર્દીઓ

  • મધ્ય ઝોન ૧૪૪૭
  • ઉત્તર ઝોન ૭૯૨
  • દક્ષિણ પશ્ચિમ ૧૯૬
  • પશ્ચિમ ઝોન ૫૨૩
  • ઉત્તર પશ્ચિમ ૧૫૦
  • પૂર્વ ઝોન ૫૭૩
  • દક્ષિણ ઝોન ૧૦૫૭
  • સુપર સ્પ્રેડર્સ ૭૦૯
  • કુલ ૫૧૪૭

Read Also

Related posts

ગુજરાતમાં વીજ બિલમાં રાહતની શક્યતા, ટૂંક સમયમાં આવી શકે છે આર્થિક પેકેજ

Nilesh Jethva

મહેસાણા : પાન મસાલા અને ગુટકાના વેપારીઓ પર દરોડા, છાપેલી કિંમત કરતા વધુ કિંમત વસૂલવા પર કાર્યવાહી

Nilesh Jethva

અનલોક-1 બાદ પ્રથમવાર ગુજરાતના સીએમ સાથે જીએસટીવીનો સવિશેષ સંવાદ, કોરોનાથી ડરવાનું નથી પણ સાવચેત રહેવાનું છે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!