GSTV
Ahmedabad Coronavirus Gujarat ગુજરાત ટોપ સ્ટોરી

ભૂલકાઓને સાચવજો/ કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોના સંક્રમિત થવાનું જોખમ વધ્યું, અમદાવાદમાં આટલા બાળકો હોસ્પિટલમાં દાખલ

કોરોના

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ થવાના પ્રમાણમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. સિવિલ હોસ્પિટલમાં હાલમાં કોરોનાના સારવાર લઇ રહેલા દર્દીઓમાં ૬ બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ૬ બાળકોમાંથી ચારના માતા-પિતાએ વેક્સિન નહીં લીધી હોવાનું સામે આવ્યું છે.

37 દિવસથી માંડીને 12 વર્ષના બાળકોનો સમાવેશ

અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા કેટલાક બાળકોની હાલત ગંભીર છે અને તેમને ઓક્સિજન સપોર્ટની પણ જરૃર પડી રહી હોવાનું સામે આવ્યું છે. હાલમાં જે બાળકો સિવિલ હોસ્પિટલમાં કોરોના સંક્રમણની સારવાર લઇ રહ્યા છે તેમની ઉંમર ૩૭ દિવસથી માંડીને ૧૨ વર્ષ સુધીની છે.

કોરોના

કોરોનાની સારવાર લઇ રહેલા 6માંથી ચાર બાળકોના માતા-પિતાએ વેક્સિન લીધી નહોતી

તજજ્ઞાો દ્વારા અગાઉ જ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે ત્રીજી લહેરમાં બાળકોમાં સંક્રમણ ફેલાવવાનું સૌથી વધુ જોખમ રહેલું છે. બાળકોમાં જે કોરોના સંક્રમિતો છે તેમાંના મોટાભાગના માતા-પિતાએ વેક્સિન લીધી નથી. આમ, માતા-પિતાની વેક્સિન નહીં લેવાની બેદરકારીને કારણે બાળકોને હાલમાં મુશ્કેલ સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે.

દરમિયાન અસારવા સિવિલ હોસ્પિટલમાં હાલમાં કુલ ૮૨ દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. આ પૈકી ૧૦ દર્દી વેન્ટિલેટર, ૪૧ ઓક્સિજન પર, ૩ દર્દી બાયપેપ પર છે જ્યારે ૨૮ દર્દીની હાલત સ્થિર છે. દરમિયાન અસારવા સિવિલમાં હાલ કુલ ૮૦ જ્યારે સોલા સિવિલમાં ૪૨ જેટલો મેડિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થઇ ચૂક્યો છે. અસારવા સિવિલમાંથી શુક્રવારે વધુ ૧૦ મેકિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયા હતા.

Read Also

Related posts

શાહનો હુંકાર / ગુજરાતમાં સહકારી સંસ્થાઓને મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં

Hardik Hingu

મહારાષ્ટ્રમાં કોરોના કેસ વધતા ફફડાટ, પ્રથમ વખત ઝડપથી ફેલાતા B.A.4 વેરિયંટના દર્દી મળ્યા

Zainul Ansari

ખોડલધામ ટ્રસ્ટ પ્રમુખ નરેશ પટેલના વેવાઈના બંગલામાં થયેલી હત્યા કેસનો આરોપી ઝડપાયો

GSTV Web Desk
GSTV