GSTV
World

Cases
4732598
Active
6177082
Recoverd
543206
Death
INDIA

Cases
253287
Active
424433
Recoverd
19693
Death

Corona કાળમાં પણ PM મોદીની લોકપ્રિયતા યથાવત, ઓરિસ્સાથી લઈ મહારાષ્ટ્રમાં પણ લોકોનો આ છે મત

Corona

મોદી સરકારની બીજી ઈનિંગનુ એક વર્ષ પુરુ થયુ છે ત્યારે કરવામાં આવેલા એક સર્વેમાં બહુમતી ભારતીયોએ પીએમ નરેન્દ્ર મોદીની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો છે. કોરોના કાળમાં પણ પીએમ મોદીની લોકપ્રિયતા યથાવત છે. તાજેતરમાં થયેલા સર્વેમાં આ વાત સામે આવી છે. જાણો સર્વેના તારણો…

  • કોરોના (Corona) કાળમાં પણ લોકપ્રિયતા યથાવત્
  • બીન ભાજપ રાજ્યોમાં પણ લોકપ્રિય
  • મોટાભાગના લોકોને કામકાજથી સંતોષ
Corona

કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 58.36 ટકા લોકો પીએમ મોદીના કામથી ખૂબ જ સંતોષ

ભારત સહિત વિશ્વ કોરોનાની મહામારી સામે લડી રહ્યો છે. અનેક દેશોમાં કોરોનાના ગ્રહણે અર્થતંત્રને માઠી અસર પહોંચાડી છે. કોરોના કાળમાં જે-તે દેશોના પ્રમુખો સામે મોટો પડકાર કોરોના સંક્રમણને રોકવાનો અને અર્થતંત્રને ફરી પાટા પર લાવવાનો છે. કોરના કાળમાં જ્યારે દુનિયામાં મોટાભાગના દેશોના નેતાઓની લોકપ્રિયતાના રેટિંગમાં ઘટાડો થયો છે ત્યારે ભારતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત છે. આઈએએનએસ-સી વોટરે કરેલા સર્વે પ્રમાણે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં 58.36 ટકા લોકો પીએમ મોદીના કામથી ખૂબ જ સંતોષ હોવાનુ કહી રહ્યા છે જ્યારે 24.01 ટકા લોકોએ અમુક હદે સંતોષ હોવાનુ અને 16.71 ટકાએ અસંતોષ હોવાનુ કહ્યુ છે.

ઓરિસ્સામાં 95.6 ટકા લોકોએ પીએમ મોદીની કામગીરી વખાણી

રાજ્યોની વાત કરવામાં આવે તો ઓરિસ્સામાં 95.6 ટકા લોકોએ પીએમ મોદીની કામગીરી વખાણી છે. માત્ર 2.2 ટકા લોકોને પીએમ મોદીના કામથી સંતોષ નથી. હિમાચલ અ્ને છત્તીસગઢ તેમજ આંધ્રપ્રદશમાં અનુક્રમે 93.5 ટકા, છત્તીસગઢમાં 92.73 ટકા અને આંધ્રમાં 83.6 ટકા લોકો પીએમ મોદીની કામગીરીથી ખુશ છે. ઝારખંડમાં કે જ્યાં ભાજપ ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી હારી ચુકી છે ત્યારે પણ 64 ટકા લોકો પીએમ મોદીની કામગીરીને સારી ગણાવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં પણ પીએમ મોદીની લોકપ્રિયતાના વાવટા યથાવત છે. રાજ્યમાં પીએમ મોદીનુ ઓવરઓલ એપ્રૂવલ રેટિંગ 82.87 ટકા છે. 71.48 ટકા લોકોએ પીએમના કામકાજથી સંતોષ હોવાનો મત વ્યક્ત કર્યો છે. તો નોર્થ ઈસ્ટના રાજ્યોમાં પણ 69.45 ટકા લોકોએ પીએમની કામગીરી  વખાણી છે. આ એવા રાજ્યો છે જ્યાં ભાજપની સરકાર નથી. છતાં તેવા રાજ્યોમાં પીએમ મોદીની લોકપ્રિયતા યથાવત રહી છે.

Corona

કોરોના કાળમાં પણ લોકપ્રિયતા યથાવત

  • આઈએએનએસ-સી વોટરનો સર્વે
  • તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ૫૮.૩૬ ટકા લોકોને પીએમ મોદીના કામથી ખૂબ જ સંતોષ
  • ૨૪.૦૧ ટકા લોકોએ અમુક હદે સંતોષ હોવાનું કહ્યું
  • ૧૬.૭૧ ટકાએ અસંતોષ હોવાનુ કહ્યું
  • ઓરિસ્સામાં ૯૫.૬ ટકા લોકોએ પીએમ મોદીની કામગીરી વખાણી, માત્ર ૨.૨ ટકા લોકોને જ અસંતોષ
  • હિમાચલમાં ૯૩.૫ ટકા, છત્તીસગઢમાં ૯૨.૭૩ ટકા, આંધ્રમાં ૮૩.૬ ટકા લોકો પીએમ મોદીના કામથી ખુશ
  • ઝારખંડમાં કે  ૬૪ ટકા લોકો પીએમ મોદીની કામગીરીને સારી ગણાવી રહ્યા છે
  • મહારાષ્ટ્રમાં પણ પીએમ મોદીની લોકપ્રિયતાના વાવટા યથાવત
  • રાજ્યમાં પીએમ મોદીનું ઓવરઓલ એપ્રૂવલ રેટિંગ ૮૨.૮૭ ટકા
  • ૭૧.૪૮ ટકા લોકોએ પીએમના કામકાજથી સંતોષ હોવાનો મત વ્યકત કર્યો
  • નોર્થ ઈસ્ટના રાજ્યોમાં પણ ૬૯.૪૫ ટકા લોકોએ પીએમની કામગીરી વખાણી

Read Also

Related posts

સસ્પેન્ડેડ DSP દેવિંદર સિંહ સહિત છ પર ચાર્જશિટ, સંવેદનશીલ માહિતી મેળવી રહ્યા હતા પાક.અધિકારીઓ

Pravin Makwana

છેલ્લા 24 કલાકમાં દેશમાં આવ્યા નવા 23 હજારથી વધુ કેસ, મૃત્યાંક પહોંચશે 20 હજારની નજીક

Pravin Makwana

દેશ પાસે માફી માગે મોદી: ચીનની પીછેહટ પર કોંગ્રેસે કર્યો ઘેરાવ, દેશની જનતાને સંબોધી સચ્ચાઈ બતાવે મોદી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!