GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

પહેલા થાળી-ચમચી હવે દિવો, Corona સામેની લડાઈમાં દિકરાની સાથે ઉભા છે PMના માતા

Corona

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ પર સમગ્ર દેશવાસીઓની સાથે સાથે તેમની માતા હિરાબાએ પણ ગાંધીનગરથી દિપ પ્રાગટ્યને સમર્થન આપતા દિવો પ્રગટાવ્યો હતો. પીએમ મોદી(PM Modi)ના માતાની એક તસ્વીર સામે આવી છે જેમાં તે એક થાળીમાં દિવો લઈને એક ખુરશી પર બેઠેલા જોવા મળી રહ્યા છે. આ પહેલા 22 માર્ચે Coronaના કારણે જનતા કર્ફ્યુના દિવસે પણ તેમની તસ્વીર સામે આવી હતી જેમાં તે થાળી અને ચમચી લગાડતા જોવા મળી રહ્યા હતા.

હાથમાં દિવા સાથે હિરાબાની તસ્વીર

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ દિલ્હી સ્થિત પ્રધાનમંત્રી આવાસમાં દિવો પ્રગટાવ્યો હતો. તેમણે આ તસ્વીરો પોતોના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર  કરી છે. તેમાં પીએમ મોદીએ સંસ્કૃતનો એક શ્લોક પણ શેર કર્યો છે.

દેશના Corona વોરિયર્સને સલામ

તમને જણાવી દઈએ કે શુક્રવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં અપીલ કરી હતી કે તે દેશની સેવા કરી રહેલા કોરોના યોદ્ધાઓને સલામ કરે. તે માટે રવિવારે રાત્રે 9 વાગે 9 મિનિટ માટે દિવા પ્રગટાવ્યા. તે પહેલા જ્યારે 22 માર્ચે દેશે જનતા કર્ફ્યુનું પાલન કર્યુ હતું તે સમયે પણ પીએમ મોદીના માતાએ દિકરાની અપીલ પર થાળી વગાડી હતી.રવિવારે જેવો ઘડીયાળનો કાંટો 9 પર આવ્યો હિન્દુસ્તાનમાં ઘરોની લાઈટો બંધ થઈ ગઈ. કોરોના વિરૂદ્ધ જંગમાં લોકો પોતાના ઘરોની બાલક્નિ અને દરવાજા પર આવ્યા અને દિવો પ્રગટાવ્યો. અમુક લોકોએ ટોર્ચ ચાલુ કરી તો અમુક લોકોએ મોબાઈલની ફ્લેશ લાઈટ કરી.  

9 વાગે જોવા મળ્યો અદ્ભુદ નજારો

Corona

તેની સાથે જ દેશમાં અદ્ભુદ નજારો જોવા મળ્યો. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વૌકેયા નાયડૂ, ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા, શાહનવાઝ હુસેનને પણ પોત પોતાના ઘરોમાં દિવો પ્રગટાવ્યો હતો.

Read Also

Related posts

ગાંધીનગર ખાતે કોરોનાના દર્દીઓની સારવાર માટે ડોક્ટર, પેરામેડિકલની ભરતી પ્રક્રિયામાં માત્ર 20 ટકા લોકોએ દર્શાવી તૈયારી

Nilesh Jethva

અમદાવાદ : કપડાં ધોવા બનાવ્યું ખાસ પ્રકારનું મશીન, કોરોના સામે લડવા છે ઘણુ ઉપયોગી

Nilesh Jethva

ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે ત્રણ આઇપીએસ અધિકારીની ટ્રાન્સફર , જાણો કોની ક્યા કરાઈ બદલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!