GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

Corona: PM મોદીના 15 હજાર કરોડની તુલના કેરળના રાહત પેકેજ સાથે થઈ રહી છે, જાણો એવું તો શું છે કારણ?

મોદી સરકાર

દુનિયા કોરોના (Corona) વાયરસ સાથે એક પ્રકારે યુદ્ધ લડી રહ્યું છે. લોકડાઉન (Lockdown) સૌથી સારો વિકલ્પ બની રહ્યું છે. 21 દિવસ સુધી ભારત(India)માં લોકડાઉન કરવામાં આવી ગયું છે. કોરોના દર્દીની સારવાર માટે દેશના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ મજબૂત કરવા માટે કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ આપવાની જાહેરાત કરી છે. આ રકમ દ્વારા કોરોના સાથે જોડાયેલી ટેસ્ટિંગ ફેસિલિટીઝ, પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ્સ, આઈસોલેશન બેડ્સ, આઈસીયુ બેડ્સ, વેન્ટિલેટર્સ અને અન્ય જરૂરી સાધનોની સંખ્યા ઝડપથી વધારવામાં આવશે.

સોશિયલ મડિયા પર કોરોના વાયરસ સાથે જંગ માટે આ રકમને ખૂબ ઓછી ગણવામાં આવી રહી છે. આ રકમની તુલના કેરળના 20 હજાર કરોડના રાહત પેકેજ સાથે કરવામાં આવી રહી છે. કયા કારણો સર થઈ રહી છે તુલના? 20 માર્ચ 2020એ કેરળના મુખ્યપ્રધાન પિનરાઈ વિજયને કોરોનાથી બચવા માટે 20 હજાર કરોડ રૂપિયાના વિશેષ નાણાંકીય પેકેજની ઘોષણા કરી. આ પેકેજ અનુસાર…

  • આ રાહત પેકેજમાંથી 2000 કરોડ રૂપિયાથી employment guarantee programme હેઠળ ક્લિયર કરવાની વાત છે.
  • બે મહિના બાદ વેલફેર પેન્શન એડવાન્સ આપવામાં આવશે.
  • 500 કરોડ રૂપિયા મેડિકલ ઈમરજન્સી માટે હેલ્થ પેકેજ માટે મુકવામાં આવ્યા છે.
  • આ પેકેજથી જનતાને 1000 ફૂડ સ્ટોલ્સમાં 20 રૂપિયાના સસ્તા રેટ પર ભોજન ઉપલબ્ધ કરાવવામાં આવશે.
  • 1000 કરોડ રૂપિયા એ પરિવારોને આપવામાં આવશે જેમને પેન્શન અથવા કોઈ બીજી સરકારી મદદ નથી મળી રહી.
  • આ રાહત પેકેજ દ્વારા મોટાભાગની બાકી રાશિ ક્લિયર કરી દેવામાં આવશે. સરકારી બિલ અને પ્રાઈવેટ ચુકવણી લગભગ દરેક વસ્તુ ક્લિયર કરવાની વાત મુખ્યમંત્રીએ કહી હતી.
corona

તુલના કેમ યોગ્ય નથી?

કેરળ સરકારે કોરોના વાયરસના કારણે પ્રભાવિત લોકો માટે રાહત પેકેજનું એલાન કર્યું છે. અત્યાર સુધી કોઈ પણ રાજ્યએ આટલા મોટા રાહત પેકેજની ઘોષણા નથી કરી. કેરળ સરકારના આ નિર્ણયના વખાણ થઈ રહ્યા છે. પરંતુ પીએમ મોદીએ એલાન કહ્યું છે કે 15 હજાર કરોડ મેડિકલ સુવિધાઓ અને સારવાર માટે ખર્ચ કરવામાં આવશે. એટલે કે કેન્દ્ર સરકારે કોરોના સામે લડવા માટે કોઈ રાહત પેકેજની ઘોષણા નથી કરી પરંતુ પીએમ મોદીએ જે પૈસાની વાત કરી તે તો ફક્ત મેડિકલ સુવિધાઓને વધારવા માટે ખર્ચ થશે. બની શકે છે કે કેન્દ્ર સરકાર પછીથી પણ રાહત પેકેજની ઘોષણા કરે.

Read Also

Related posts

અમદાવાદ : ભાજપના વરિષ્ઠ નેતા આવ્યા કોરોનાની ઝપેટમાં, પ્રોહીબિશન કેસમાં ઝડપાયેલી મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

Nilesh Jethva

કેન્દ્ર સરકારે લાયસન્સ સહિતની કામગીરી માટે સમય મર્યાદા વધારી, નહીં વસુલી શકાય કોઈ દંડ

Nilesh Jethva

હાઈકોર્ટનો મોટો નિર્દેશ, અમદાવાદની આ બે હોસ્પિટલોમાં કોરોનાની સારવાર કરવામાં આવે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!