GSTV

Coronaના કારણે PM મોદીનો બે દિવસીય ગુજરાત પ્રવાસ રદ

PM મોદી

દુનિયામાં કોરોના (Corona) વાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે ભારતમાં પણ કોરોનાના પોઝીટીવ કેસો વધી રહ્યાં છે. કોરોનાના વધતા જતા પ્રભાવને જોતાં આગામી 21-22મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi)નો બે દિવસીય ગુજરાત (Gujarat) પ્રવાસ (Visit) રદ કરી દેવાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 21-22મી માર્ચે ગુજરાતના પ્રવાસે આવવાના હતા. 21મી માર્ચે વડાપ્રધાનના હસ્તે વડોદરામાં ભારત સ્ટેજ બીએસ-સિક્સના ધોરણો મુજબ પેટ્રોલ-ડિઝલનુ લોન્ચિગ કરવાના હતા. બીજા દિવસે તેઓ જૂનાગઢમાં ખેડૂતોને દિવસે વિજળી આપવાની દિનકર યોજનાનો પ્રારંભ કરવાના હતાં.

corona

Coronaના કારણે દેશમાં સરકારી કાર્યક્રમો રદ

આ ઉપરાંત નરેન્દ્ર મોદીના હસ્તે કેવડિયા કોલોનીમાં સફારી પાર્ક અને બોટિંગનું પણ ઉદ્ઘાટન કરવા આયોજન કરાયુ હતું. સાથે સાથે અમદાવાદમાં યુએન મહેતા હાર્ટ રિસર્ચ ઇન્સ્ટિટયુટનુ ય ઉદઘાટન યોજવામાં આવ્યુ હતું. કોરોનાના વધતા જતા પ્રભાવને કારણે દેશમાં સરકારી કાર્યક્રમ રદ કરવામાં આવી રહ્યા છે તે જોતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ ગુજરાતનો બે દિવસીય પ્રવાસ હાલપુરતો રદ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આજે કોરોના વધુ ચાર શંકાસ્પદ કેસો નોંધાયા છે.

આ શહેરોમાં Coronaના શંકાસ્પદ કેસો

અમદાવાદ,જૂનાગઢ અને રાજકોટમાં કોરોના શંકાસ્પદ કેસો નોધાયા છે. એક હજારથી વધુ લોકો આરોગ્ય વિભાગની દેખરેખ હેઠળ રખાયા છે. કોરોનાને લઇને આરોગ્ય વિભાગ ખુબ જ સતર્ક છે. જોકે,ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસનો એકેય પોઝીટીવ કેસ નોંધાયો નથી.

Read Also

Related posts

BIG NEWS : રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા ફિલ્મ હેલ્લારોમાં અભિનય કરનાર અભિનેત્રી કેન્સર સામે જંગ હારી

Nilesh Jethva

સુરત : 3 કલાકથી કીચડમાં ફસાયેલા કાચબાને યુવકોએ જીવના જોખમે કાઢ્યો બહાર

Nilesh Jethva

વડોદરા કોર્પોરેશને કરી લાલ આંખ : કોરોના ગાઈડ લાઈનનું ઉલ્લંઘન કરતા ત્રણ મોલને સીલ કરતા ફફડાટ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!