ચીનમાં શાંઘાઇ સહિતના વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતું જતું હતું પરંતુ ભારતમાં અત્યાર સુધી પરીસ્થિતિ નિયંત્રણ હેઠળ હતી. હમણાં સુધી દેશમાં સરેરાશ માત્ર 1200 જેટલા સંક્રમણ કેસ નોંધાતા હતા પરંતુ રાષ્ટ્રીય રાજધાનીમાં ફરી કોરોનાએ રફતાર પકડી છે. દિલ્હીમાં કોરોના સંક્રમણના કેસ 1000ને પાર કરી ગયા છે. પોઝિટિવિટી રેટ પણ 6 ને વટાવી ગયો છે, છેલ્લા 24 કલાકમાં 1011 કેસ અને 1 વ્યકિતનું મુત્યુ પણ થતા ચિંતાનું મોજુ ફરી વળ્યું છે.

દિલ્હીમાં 15742 કેસ નોંધવામાં આવ્યા જેમાંથી પોઝિટિવિટી રેટ ખૂબજ વધી ગયો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર એકિટવ કેસોની સંખ્યા 4 હજારને પાર કરીને 4168 થઇ છે. કુલ કોરોના સંક્રમિત 90 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહયા છે બાકીના હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. પોઝિટિવિટી રેટ વધતો જાય છે તેમ છતાં ટેસ્ટીંગની સંખ્યા વધારવામાં આવી નથી.
ઉલ્લેખનિય છે કે એક દિવસ પહેલા કોરોનાના 1083 કેસ પોઝિટિવ આવ્યા હતા ત્યારે 24177 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યારે પોઝિટિવિટી રેટ 5 થી નીચે હતો પરંતુ ખૂબ ઝડપથી 6.42 ટકા સુધી પહોંચી જતા કોરોના સંક્રમણના ભરડામાં દેશની રાષ્ટીય રાજધાની ન આવે તેની તકેદારી જરુરી છે.
MUST READ:
- પરિવાર વેરવિખેર / અંકલેશ્વરમાં પતિ જ પત્નીની હત્યા કરી ફરાર, પોલીસે આરોપી પતિને પકડવા ચક્રોગતિમાન કર્યા
- અમદાવાદ / ધોલેરા પાસે વર્ષ 2010માં કરી હતી યુવકની હત્યા, ક્રાઈમ બ્રાન્ચે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીઓની કરી અટકાયત
- ખેડૂતોની ફરી ચિંતા વધશે / ગુજરાતમાં એપ્રિલના પ્રથમ સપ્તાહમાં કમોસમી વરસાદની આગાહી, જાણો ક્યાં વિસ્તારમાં થશે માવઠું
- Supreme Court / પક્ષપલટા વિરોધી કાયદામાં ગેરલાયક સાંસદોને ચૂંટણી લડતા અટકાવવાની માંગ, EC એ એફિડેવિટમાં કેન્દ્ર પર કહી આ વાત
- વડોદરા / રામનવમીની શોભાયાત્રા દરમિયાન ઉશ્કેરણીજનક ઉચ્ચારણો બદલ VHP નેતા રોહન શાહની અટકાયત