GSTV

રાજ્યમાં કોરોના ટોચ ઉપર, છેલ્લાંં 24 કલાકમાં 1118 પોઝિટિવ દર્દીઓ સાથે 23 લોકોનાં મોત

Corona

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના વધુ 1118 કેસ નોંધાયા છે. તો આજે કુલ 23 દર્દીઓના મોત થયા છે.જેમાં સુરતમાં 10, રાજકોટમાં 4, અમદાવાદમાં 3, પાટણ અને વડોદરામાં 2- 2 અને ભાવનગર અને વલસાડમાં 1-1 દર્દીના મોત થયા છે. આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2697 થઇ ચૂક્યો છે.તો હાલમાં 79 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.તો છેલ્લા 24 કલાકમાં કુલ 1140 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 56 હજાર 416 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 236, અમદાવાદમાં 150 કેસ, વડોદરામાં 111 કેસ નોંધાયા છે. આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે. આજે સમગ્ર ગુજરાતમાં કુલ 41 હજાર 647 ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 10 લાખ 58 હજાર 881 ટેસ્ટ કરવામા આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1118
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 73,238
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 23
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1140
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 56,416
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 14125

ગાંધીનગરમાં CM કાર્યાલય પહોંચ્યો કોરોના

પાટનગર ગાંધીનગરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે… ત્યારે હવે મુખ્યપ્રધાનના કાર્યાલય સુધી કોરોના પહોંચ્યો છે.  સીએમઓમાં કામ કરતા આઉટસોર્સિંગ એજન્સીના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. આ કર્મચારી છેલ્લા 5 દિવસથી રજા પર હતો. હવે તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ તમામ કર્મચારીઓના આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. તેમજ સીએમની ઓફિસને પણ સેનિટાઇઝ કરવામાં આવશે. 

રાજકોટ સિવિલમાં 10નાં મોત

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોરોનાના લીધે વધુ 10 દર્દીઓના મોત થયા છે. રાજકોટ શહેરના 4 દર્દીઓના મોત થયા છે જયારે  મોરબી,બગસરા, જેતપુર, કાલાવડ, સુરેન્દ્રનગર, ધોરાજીના 1-1 દર્દીઓના મોત થયા છે.

રાજકોટમાં PGVCLનાં કર્મચારીઓ ઉપર કોરોનાનો ખતરો

રાજકોટની પીજીવીસીએલ કચેરીમાં કામ કરતા 50 જેટલા લોકો પર કોરોનાથી સંક્રમિત થવાનો ખતરો તોળાઇ રહ્યો છે. પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર કોરોના પોઝિટિવ આવ્યા બાદ પણ ઓફિસ સેનિટાઇઝ ન કરવામાં આવી હોવાની ફરિયાદ કર્મચારીએ કલેક્ટરને કરી છે. પીજીવીસીએલના કર્મચારીએ કલેક્ટરને ઇમેઇલ મારફતે અરજી કરી ડેપ્યુટી એન્જિનિયરના સંપર્કમાં આવેલા સાથી કર્મચારીઓને ક્વોરન્ટીન પણ ન કર્યા હોવાની ફરિયાદ કરી છે. જેના કારણે પીજીવીસીએલ કચેરીમાં કામ કરતા 50 જેટલા લોકો કોરોનાથી સંક્રમિત થઇ શકે છે તેવી ભીતી કર્મચારીએ વ્યક્ત કરી છે.

બનાસકાંઠામાં કોરોનાનાં કેસમાં ઘટાડો

બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે. સ્થાનિક આરોગ્ય વિભાગ, તંત્ર અને લોકોની જાગૃતતાના કારણે આ કેસમાં ઘટાડો થયો હોવાનું આરોગ્ય વિભાગનું માનવું છે. પહેલાં રોજના 30 થી 40 કેસ આવતા હતા તે ઘટીને માંડ પાંચ સાત કેસો નોંધાય છે..

સુરતમાં કોરોના વધતાં લેવાયો આ નિર્ણય

સુરતમા દીન પ્રતિદિન કોરોના વાયરસના કેસોમા ધરખમ વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરત મહાનગરપાલિકા દ્વારા ડાયમંડ અને કાપડ ઉઘોગના માલિકોને પોતાના કર્મચારીનો રેપિડ ટેસ્ટ પોતાના ખર્ચે કરવાનો આદેશ આપ્યો છે.

READ ALSO

Related posts

શેત્રુંજી નદીમાં પિતા- પુત્ર પાણીમાં ડૂબ્યા, પુત્રનું મોત, માલપુરમાં 21 વર્ષનો યુવક નદીમાં ડૂબ્યો

Nilesh Jethva

Breaking: મોદી સરકારે ખેડૂતોને આપી મોટી ખુશખબર, ઘઉં, ચણા અને રાઈના ટેકાના ભાવમાં થયો મોટો વધારો

Pravin Makwana

3700 કરોડનું રાહત પેકેજ: રાજ્યના 20 જિલ્લાના આ તાલુકાઓને જ મળશે લાભ, તમારા તાલુકાનું નામ ચેક કરી લો

Karan
Do NOT follow this link or you will be banned from the site!