GSTV
Gujarat Government Advertisement

દુનિયાના નકશામાંથી આ સ્થળનું નિશાન પણ ભુસાઈ જશે, ના… Corona નહીં તેનાથી પણ ખતરનાક છે કારણ

corona

Last Updated on April 8, 2020 by Arohi

ઘણા વર્ષોથી વધતા જતા પ્રદુષણના કારણે દુનિયા જલવાયુ પરિવર્તન અને ખરાબ પરિણામોનો સામનો કરી રહી છે. તેના કારણે દુનિયામાં ઘણા પ્રકારના ફેરફાર થઈ રહ્યા છે. નિષ્ણાંતોએ જળવાયુ પરિવર્તન પર ચિંતા વ્યક્ત કરી છે. તેમનું કહેવું છે કે જળવાયુ પરિવર્તનનું સૌથી મોટુ પરિણામ આપણને નોર્વેના ઉત્તરમાં સ્થિત બેરેન્ટ્સ સાગરમાં જોવા મળી રહ્યું છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર નોર્વેના ઉત્તરમાં સ્થિત બેરેન્ટ્સ સાગર 12 હજાર વર્ષથી આર્કટિક સાગરનો ભાગ રહ્યો છે પરંતુ હવે જળવાયુ પરિવર્તનના કારણે તેની સ્થિતિમાં બદલાવ આવ્યો છે. હવે બેરેન્ટ્સ સાગર ગાયબ થતો જોવા મળી રહ્યો છે. તેના કારણે આર્કટિકના નક્શામાં પણ બદલાવ આવી રહ્યો છે.

નિષ્ણાંતોની ચિંતામાં આ કારણે વધારો

જાણકારી અનુસાર આર્કટિકના સમુદ્રી બરફ જે અંદરથી ગરમ અને ખારા પાણી પર ઠંડી અને તાજી પરત બનાવે છે. પરંતુ જળવાયુ પરિવર્તનના કારણે નોર્વેના ઉત્તરમાં સ્થિત બેરેન્ટ્સ સાગરથી વહીને આવનાર બરફ હવે ઓછો થઈ ગયો છે. 12 હજાર વર્ષથી સમુદ્રનો બરફ આર્કટિક સાગરથી વહીને બેરેન્ટ્સ સાગરમાં આવી રહ્યો છે. પરંતુ તેમાં કમી આવી ગઈ છે અને સમુદ્રનું સ્વરૂપ ઘણા વર્ષોથી ઝડપથી બદલાઈ રહ્યું છે. નિષ્ણાંતોએ ચિંતા વ્યક્ત કરતા ચેતાવણી આપી છે કે ટૂંક સમયમાં સમુદ્રની બરફ ખતમ થઈ જશે અને સાગર આર્કટિકનો ભાગ નહીં રહે.

corona

નિષ્ણાંતોનું કહેવું છે કે અમે કદાચ ઝડપથી થઈ રહેલા જળવાયુ પરિવર્તનની આવી આધુનિક ઘટનાને જોઈ રહ્યા છીએ. તેમાં ગ્લોબલ વોર્મિંના કારણે આર્કટિક નાનો થઈ રહ્યો છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આવતા એક વર્ષની અંદર બેરેન્ટ્સ સાગર અટલાંટિકમાં સમાઈ શકે છે અને તેની સીધી અસર બેરેન્ટ્સ સાગરમાં રહી રહેલા સમુદ્રના જીવો પર થશે.

સમુદ્રી જીવો ગરમ પાણીમાં નહીં જીવી શકે

નિષ્ણાંત લી સીઓરગિન્સનના જણાવ્યા અનુસાર, રિટલ સ્ટાર જેવા સમુદ્રી જીવોનુ ગરમ પાણીમાં રહેવું ખૂબ મુશ્કેલ થઈ જશે જેનાથી તેમના જીવનને પણ જોખમ વધી જશે. સમુદ્રી જીવો માટે તાપમાનમાં વધારો થવાના કારણે ઘણા જાનવરો માટે જીવવું મુશ્કેલ થઈ જશે. તેમાં sea slug જેવા ઘણા જીવોનો સમાવેશ થાય છે. નિષ્ણાંતોનું કહેવું છે કે જો અમારી પાસે સમુદ્રી જીવ ન રહ્યા તો કોઈ નથી જાણતું કે આગળ શું થશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

એલઆઈસીની પોલિસી પર આ રીતે લઈ શકો છો પર્સનલ લોન, નહીં રહે હપ્તા ભરવાની કોઈ જંજટ

Vishvesh Dave

પ્રોપર્ટી ટ્રાન્સફર કરાવવામાં પડી રહી છે મુશ્કેલી, આ સાવ સરળ 4 ટ્રીક અપનાવીને તમારું ટેન્શન દૂર કરો

Harshad Patel

ફ્લાઈંગ શીખ મિલ્ખા સિંહની કોવિડ19થી 91 વર્ષની ઉંમરમાં મોત, 5 દિવસ પહેલા પત્નિનું પણ થયું હતું મોત

Harshad Patel
Do NOT follow this link or you will be banned from the site!