GSTV

લૉકડાઉન છતાં Coronaના દર્દીઓની સંખ્યા વધી, 24 કલાકમાં 66 નવા કેસ સામે આવ્યાં

પાકિસ્તાન

દેશમાં Coronaના દર્દીઓની સંખ્યા વધતી જઇ રહી છે. ગત 24 કલાકમાં Coronaના 66 નવા કેસ સામે આવ્યા છે. હવે દર્દીઓનો આંકડો 626 થઇ ગયો છે. જેમાંથી 579 એક્ટિવ કેસ છે. દેશના 25 રાજ્યોમાં Corona દસ્તક આપી ચુક્યો છે. સમગ્ર દેશમાં લોકડાઉન છે પરંતુ દર્દીઓની સંખ્યા ઓછી થવાનું નામ નથી લઇ રહી અને સાથે જ મોતના આંકડાઓ પણ વધી રહ્યા છે.

Coronaની ઝપેટમાં આવીને અત્યાર સુધી 12 લોકોના મોત થઇ ચુક્યા છે. બુધવારે મધ્યપ્રદેશમાં પ્રથમ મોત થયું છે. ઇન્દોરમાં 60 વર્ષના એક શખ્સનું મોત થયું છે. સાથે જ તમિલનાડુના મદુરાઇમાં પણ એક શખ્સે જીવ ગુમાવ્યો છે, જે બાદ શહેરમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. ગુજરાતમાં એક 85 વર્ષની વૃદ્ધ મહિલાનું Coronaની ઝપેટમાં આવ્યા બાદ મોત થયું છે.

Coronaથી 25 રાજ્ય પ્રભાવિત

Coronaથી દેશના 25 રાજ્ય પ્રભાવિત છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે સ્થિતિ ખરાબ છે. અહીં અત્યાર સુધી 125 કેસ સામે આવી ચુક્યા છે. આ ઉપરાંત આંધ્ર પ્રદેશમાં 9, બિહારમાં 6, છત્તીસગઢમાં 3, દિલ્હીમાં 30, ગુજરાતમાં 36, હરિયાણામાં 14, હિમાચલમાં 3, કર્ણાટકમાં 41, મધ્યપ્રદેશમાં 20, પંજાબમાં 29, રાજસ્થાનમાં 36, તમિલનાડુમાં 16 અને તેલંગાણામાં 27 કેસ સામે આવ્યા છે.

કેરળમાં 101 પોઝીટીવ કેસ

Coronaમાં બીજા નંબરે કેરળ સૌથી વધુ પ્રભાવિત છે. અહીં અત્યાર સુધી 101 કેસ સામે આવી ચુક્યા છે. કેરળમાં 24 કલાકમાં કોઇ કેસ વધ્યો નથી. ઉત્તર પ્રદેશમાં 36, ચંદીગઢમાં 7, જમ્મુ-કાશ્મીરમાં 7, લદ્દાખમાં 13, મણિપુરમાં 1, મિઝોરમમાં 1, ઓડિશામાં 2, પોંડીચેરીમાં એક, ઉત્તરાખંડમાં 3, પશ્વિમ બંગાળમાં 9 અને ગોવામાં 3 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં કોરોનાવાયરસના કેસોની સંખ્યામાં ચિંતાજનક વધારો, 40 પોઝિટીવ કેસ નોંધાયા

રાજ્યભરમાં લોકડાઉન છે. પરંતુ કોરોનાવાયરસ(corna)નાં કેસોની સંખ્યા સતત પ્રમાણમાં વધી રહી છે. રાજ્યમાં કુલ 40 પોઝિટીવ કેસ નોંધાયા છે. ગત રાતે અમદાવાદમાં કોરોના પોઝિટીવ દર્દીનું મોત થતા રાજ્યમાં કુલ મૃત્યુઆંક બે થયા છે. વડોદરામાં 55 વર્ષીય આધેડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેમને એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. તે વ્યક્તિ યુકેથી આવ્યો હતો અને છેલ્લા 2 દિવસથી ગોત્રી જનરલ હોસ્પિટલમાં દાખલ હતો. રાજ્યમાં સુરત અને અમદાવાદમાં કોરોનાના દર્દીનું મોત થયુ છે.

40 પોઝિટીવ કેસ નોંધાયા

કોરોના વાયરસ ભારતમાં પણ સતત્ પ્રસરી રહ્યો છે અને દેશમાં કુલ મૃત્યુઆંક 12 થયો છે.ભારતાં પણ કોરોના વાયરસના પોઝિટીવ કેસોની સંખ્યા 600ને પાર થઈ છે..જોકે 46 દર્દીઓની સાજા પણ થઈ ગયા છે.બુધવારે દેશમાં કોરોનાના કારણે ત્રણ વ્યક્તિના મોત થયા છે.જેમાં તમિલનાડુમાં પહેલુ મોત નિપજ્યુ આ ઉપરાંત મધ્યપ્રદેશ અને અમદાવાદમાં કોરોનાના કારણે એક-એક વ્યક્તિનું મોત થયુ છે..મધ્યપ્રદેશના ઈન્દોરમાં 60 વર્ષના એક દર્દીનું મોત થયુ છે. દિલ્હીમાં પાંચ નવા પોઝિટીવ કેસ નોંધાયા જેથી દિલ્હીમાં કુલ 35 પોઝિટીવ કેસ આવ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાવાયરસનાં કારણે હાલ વ્યથિત છે. ત્યારે દેશમાં પણ કોરોનાવાયરસની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.

Read Also

Related posts

વડોદરા અને છોટાઉદેપુરમાં કોરોનાના 1-1 કેસ નોંધાયા, એક વ્યક્તિ મરકઝમાંથી પરત ફર્યા છે

Ankita Trada

જામનગરમાં પ્રથમ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યો, તંત્ર થયું દોડતું

pratik shah

તેલંગણાના ભાજપના નેતાએ મોદીની ન માની વાત, કરી મનમાની અને કર્યું શક્તિ પ્રદર્શન

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!