GSTV
Gujarat Government Advertisement

ચેતવણી/ એક CT સ્કેન છાતીના 300 એક્સરે બરાબર, સામાન્ય લક્ષણોમાં વારંવાર ન કરાવો સ્કેન, એઈમ્સના વડાએ કહ્યું કેન્સર થશે

Last Updated on May 4, 2021 by Pravin Makwana

દેશભરમાં કોરોનાના કેસ અને મૃત્યુઆંક સતત વધી રહ્યા હોવાથી લોકોમાં ભારે ગભરાટ અને ચિંતા ફેલાયેલા છે. ટીવી, પ્રિન્ટ અને સોશિયલ મીડિયામાં કોરોના અંગે જાત-ભાતની માહિતીઓનો મારો ચાલી રહ્યો છે. પરિણામે કોરોનાના આંશિક લક્ષણો જણાતાં જ લોકો જાત-જાતના ઉપાયો કરવા લાગે છે, જે વધુ જીવલેણ સાબિત થઈ શકે છે. એઈમ્સના વડા ડૉ. રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, કોરોનાથી ગભરાઈને જે દર્દીઓ વારંવાર સીટી સ્કેન કરાવે છે તેઓ મોટું જોખમ વહોરી રહ્યા છે. તેમને સીટી સ્કેનથી કેન્સરનું જોખમ થઈ શકે છે.

ડૉ. ગુલેરિયાએ કહ્યું કે રેડિયેશનના એક ડેટાનું વિશ્લેષણ કરતાં જણાય છે કે લોકો ત્રણ-ત્રણ દિવસમાં સીટી સ્કેન કરાવી રહ્યા છે. આ સિવાય ડૉ. ગુલેરિયાએ કહ્યું કે તમે કોરોના પોઝિટિવ હોવ અને તમને હળવા લક્ષણ હોય તો તમારે સીટી સ્કેન કરાવવાની કોઈ જરૂર નથી. કારણ કે સીટી સ્કેન કરાવવામાં જે રિપોર્ટ સામે આવે છે તે જોઈને દર્દી પરેશાન થઈ જાય છે. દર્દી હોમ આઈસોલેશનમાં હોય અને હળવું ઈન્ફેક્શન હોય તો સીટી સ્કેન ના કરાવશો. એક સીટી સ્કેનથી અંદાજે ૩૦૦થી ૪૦૦ ચેસ્ટ એક્સરે જેટલું રેડિયેશન થાય છે. વિશેષરૂપે યુવાનવયે વારંવાર સીટી સ્કેન કરાવવાથી જીવનના પાછળના તબક્કામાં કેન્સરનું જોખમ વધી જાય છે.

એઈમ્સના વડાએ ઉમેર્યું કે, અકારણ સીટી સ્કેન કરાવીને તમે પોતાને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છો. તમને હળવું ઈન્ફેક્શન હોય, દર્દી હોમ આઈસોલેશનમાં હોય અને ઓક્સિજનનું લેવલ યોગ્ય હોય તો સીટી સ્કેન ન કરાવવો જોઈએ. શક્ય હોય તો પહેલાં ચેસ્ટ એક્સ રે કરાવી શકાય છે અને જરૂર પડે તો જ સીટી સ્કેન કરાવવો જોઈએ.

કોરોના

રેમડેસિવિર, ટોસલીઝુમેબ અને પ્લાઝમા કોરોનાની મુખ્ય સારવાર નથી તેમ જણાવતાં ડૉ. ગુલેરિયાએ ઉમેર્યું કે કોરોનાના મધ્યમ કેસમાં પણ મુખ્ય સારવાર ઓક્સિજન છે. ઓક્સિજન પણ દવા છે. ત્યાર પછી સ્ટેરોઈડની જરૂર પડી શકે છે અને લોહીનો ગઠ્ઠો ન જામે તે માટે એન્ટી કોગલેન્ટ જરૂરી છે. કોરોનાની આ ત્રણ જ મુખ્ય સારવાર છે. રેમડેસિવિર, ટોસલીઝુમેબ અને પ્લાઝમાં ત્યાર પછી આવે છે. તે ઈમર્જન્સી વપરાશ માટે છે. દર્દીને ઓક્સિજન, સ્ટેરોઈડ અને એન્ટી કોગલેન્ટ મળી રહ્યા હોય તો અન્ય વસ્તુઓની જરૂર નથી. મેડિકલ અભ્યાસ પણ એમ જ કહે છે. ડૉ. ગુલેરિયાએ કહ્યું કે તમે કોરોના પોઝિટિવ હોવ પરંતુ તમને શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થતી હોય, તમારું ઓક્સિજન લેવલ બરાબર હોય અને ખૂબ જ તાવ પણ ન આવતો હોય તો જરા પણ ગભરાવાની જરૂર નથી. પોઝિટિવ દર્દીએ વધુ દવા લેવાની પણ જરૂર નથી. આ દવાઓ વિપરિત અસર કરી શકે છે અને દર્દીનું સ્વાસ્થ્ય બગાડી શકે છે. ડોક્ટર ન કહે ત્યાં સુધી લોહીનો ટેસ્ટ પણ ન કરાવવો જોઈએ.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ભારતમાં રસીના બંને ડોઝ વચ્ચેનું અંતર વધાર્યું તો બ્રિટને ઘટાડ્યું, હવે આટલા અઠવાડિયા પછી લાગશે બીજો ડોઝ

Bansari

નફ્ફટાઈ: કફન ચોર ટોળકીને બચાવવા ભાજપ આગળ આવ્યું, કહ્યું છોડી દો આમને આપણા વોટર છે !

Pravin Makwana

અગત્યનું/ કોરોના સંક્રમણથી મૃત્યુ પામનાર વ્યક્તિના પરિવારને મળે છે સાત લાખ રૂપિયાનો વીમા લાભ, જાણી લો આ યોજના વિશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!