GSTV

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાનાં નવા દર્દીઓની સંખ્યા 1112 થઈ તો 1264 થયા સાજા અને 6 લોકોનાં થયા મોત

રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોના વાયરસના 1112 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1264 દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ગયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના કારણે 6 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3676 પર પહોંચી ગયો છે. તો હાલમાં 69 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે. ગુજરાતમાં આજ દિવસ કુલ 1,47,572 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.

આજે સમગ્ર ગુજરાતમાં કુલ 52,947 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. તો આજ દિવસ સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 56,38,392 લોકોનાં ટેસ્ટ કરવામા આવ્યા છે. રાજ્યનાં જુદા જુદા જિલ્લાઓમાં કુલ 5,33,892 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. જેમાં 5,33,639 લોકોને હોમ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તો 256 લોકોને ફેસીલીટી ક્વોરન્ટીનમાં રાખવામાં આવ્યા છે.

  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા કેસની સંખ્યા – 1112
  • રાજ્યમાં કુલ કેસનો આંકડો પહોંચ્યો – 1,65,233
  • ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં લોકોનાં મૃત્યુ – 06
  • રાજ્યમા આજે ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા – 1264
  • ગુજરાતમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા – 1,47,572
  • રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા – 13,985

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાની તબિયત લથડી છે. કોરોનાથી સંક્રમિત નરેશ કનોડિયાને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયાં છે. કોરોનાને લીધે ફેફસામાં ઇન્ફેશન વધતાં કનોડિયાને વેન્ટિલેટર પર મૂકાયા છે. ગુજરાતમાં કોરોના હજુય કાબુમાં આવી શક્યો નથી. રોજના એક હજારથી વધુ કેસો નોંધાઇ રહ્યાં છે.

ગુજરાતમાં કોરોના હજુય કાબુમાં આવી શક્યો નથી

અત્યાર સુધી ભાજપ-કોંગ્રેસના ઘણાં ધારાસભ્યો કોરોનાની ચપેટમાં આવી ચૂક્યાં છે ત્યારે ગુજરાતી ફિલ્મ કલાકાર અને પૂર્વ ધારાસભ્ય નરેશ કનોડિયા પણ કોરોનાથી સંક્રમિત થયા છે જેના કારણે તેમને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટિટયુટમાં દાખલ કરાયાં છે. ત્યારે બીજી તરફ તેમના પુત્ર હિતુ કનોડિયાએ #prayfornareshkanodia હેશ ટેગ દ્વાર લોકોને નરેશ કનોડિયા માટે પ્રાર્થના કરવી વિનંતી કરી છે.

READ ALSO

Related posts

મણિનગરની ખાનગી સ્કૂલની બેદરકાર સામે આવી, વાલીઓની ભીડ જોવા મળી શાળા પર

pratik shah

લાલદરવાજા વિસ્તારમાં લોકોની ભીડ જોવા મળી, સોશિયલ ડિસ્ટન્સનો અભાવ: જાગૃતતા ક્યારે આવશે

pratik shah

અમદાવાદ/ કોરોનાના ટેસ્ટ માટે વહેલી સવારથી લાઈનમાં, પરિસ્થિતિ દિવસેને દિવસે બની રહી છે ભયાવહ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!