GSTV
Gujarat Government Advertisement

મુંબઈ: કોવિડ-19 કેન્દ્રમાં દર્દીઓએ કર્યા ‘ગરબા’, સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઈ રહ્યો છે VIDEO

Last Updated on October 20, 2020 by Mansi Patel

મુંબઈના કોવિડ -19 કેન્દ્રોમાં દર્દીઓ ‘ગરબા‘ કરતા હોવાના બે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જોવા મળી રહ્યા છે. જો કે, મહારાષ્ટ્ર સરકારે લોકોને અપીલ કરી હતી કે તેઓ નવરાત્રી દરમિયાન દાંડિયા યોજવાને બદલે રક્તદાન શિબિર અને આરોગ્ય શિબિરો ઉભા કરે.

વાયરલ થયેલા વીડિયોમાંથી એકમાં પીપીઈ કિટ પહેરીને સ્વાસ્થ્ય કર્મીઓની સાથે કોવિડ-19 મહિલા વોર્ડના ઘણા દર્દીઓ માસ્ક પહેરીને કોઈ ફિલ્મી ગીત ઉપર ગરબા કરતાં દેખાઈ રહી  છે. આ વીડિયો ક્લિપમાં કેટલીક મહિલા દર્દીઓ પણ પ્રેઝન્ટેશન જોતી દેખાઈ રહી છે. અન્ય એક વીડિયોમાં, કેટલાક પુરૂષ દર્દીઓ ‘નર્સિંગ સ્ટેશન 15’ માં ‘ PPE કીટ’ પહેરીને આરોગ્ય કર્મચારીઓ સાથે ગરબા કરતાં જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પરની કેટલીક પોસ્ટ્સ અનુસાર, આ વીડિયો ગોરેગાંવના BMCનાં કોવિડ-19 સેન્ટરનો છે.

બીએમસી કમિશનર- દર્દીઓ આરોગ્ય કર્મચારીઓ સાથે જાતે ઉજવણી કરતા હતા

આ અંગે બીએમસી કમિશનર ઇકબાલ સિંહ ચહલે મંગળવારે જણાવ્યું હતું કે ગરબાની રજૂઆત દર્શાવતી એક વિડિઓ BMCના કોવિડ -19 કેન્દ્રનો છે. પરંતુ કેન્દ્રના ડીને તેમને કહ્યું હતું કે તેઓએ તેનું આયોજન કર્યું નથી. ચહલે કહ્યું કે કેન્દ્રના ડીને તેમને એમ પણ કહ્યું હતું કે દર્દીઓ આરોગ્ય કર્મચારીઓ સાથે જાતે જ ઉજવણી કરી રહ્યા હતા અને તેઓ ખુશ અને સારો અનુભવ કરી રહ્યા છે.

રોગચાળો જોતા સરકારે લોકોને અપીલ કરી કે નવરાત્રી અને દશેરાનો તહેવાર સાદગીથી ઉજવવામાં આવે.

તેમણે ડીનનાં હવાલાથી કહ્યુ,”આ કામ કરવાથી ખુશી મળવાને કારણે, કેન્દ્રના ડોકટરોએ તેમને મંજૂરી આપી હતી.” મુંબઈ દેશના કોવિડ-19માં સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત શહેરોમાંનું એક છે અને હજી પણ અહીં સંક્રમણનાં લગભગ 2.43 લાખ કેસ નોંધાયા છે અને 9,700 લોકો સંક્રમણને લીધે મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્ર સરકારે ગયા મહિને લોકોને રોગચાળાને ધ્યાનમાં રાખીને નવરાત્રી અને દશેરાનો તહેવાર સાદગી સાથે ઉજવવા અપીલ કરી હતી.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ઓક્સિજન કન્સેન્ટ્રેટર નહીં ઓક્સિજન જનરેટર : 2500 રૂપિયાના વાયુપુત્ર માટે થઈ રહી છે પડાપડી, 45 હજાર રિકવેસ્ટ આવી

Pritesh Mehta

કોરોના ઈફેક્ટ : ડામાડોળ અર્થતંત્ર વચ્ચે એપ્રિલમાં 22 ટકા લોકો નથી ભરી શક્યા માસિક હપ્તો, બેન્કો ભરાઈ જશે

Pritesh Mehta

કોરોનાએ હંફાવ્યા/ મનમોહનસિંહ હતા આત્મનિર્ભર પણ મોદી પોલિસી બદલી થઈ ગયા નિર્ભર, 40 દેશોની મદદનો કર્યો સ્વીકાર

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!