GSTV

સાચવજો/ 1,40,00,000 કરોડના ખર્ચ પછી પણ જીવવા માટે તલસી રહ્યો છે કોરોનાનો દર્દી, ડોક્ટરે કહ્યું હજુ એક કરોડ રૂપિયા થશે ખર્ચ

કોરોના

Last Updated on August 2, 2021 by Damini Patel

મધ્યપ્રદેશમાં રહેનારી એક મહિલાએ જીવન અને મોત સામે ઝઝૂમી રહેલા પતિના ઇલાજ માટે ખર્ચ કરવા પીએમ કેર્સ ફંડમાંથી આર્થિક મદદ મેળવવા સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. મહિલાએ કોર્ટને આગ્રહ કર્યો છે કે જ્યાં સુધી મામલાની સુનાવણી થતી નથી ત્યાં સુધી હોસ્પિટલ તેમના પતિની સારવાર જારી રાખે. મહિલાના પતિ કોરોનાના ચેપ પછી ફેફસામાં ફાઇબ્રોસિસ એટલે કે ફેફસામાં સંકોચનની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. તેમને તાત્કાલિક ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની જરુર છે. તેનો ખર્ચો લગભગ એક કરોડ રુપિયા સુધી થઈ શકે છે. હાલમાં તેમને હોસ્પિટલમાં ઇસીએમઓ (એક્સ્ટ્રાકોર્પોરિયલ મેમ્બ્રેન ઓક્સિજન) સપોર્ટ પર રાખવામાં આવ્યા છે. ઇસીએમઓ મશીનથી દર્દીનાં ફેફસા અને હૃદય યોગ્ય રીતે કામ ન કરે તો શરીરમાં બહારથી લોહી અને ઓક્સિજન પંપ કરવામાં આવે છે.

હોસ્પિટલમાં જીવનમરણનો જંગ લડી રહ્યા

કોરોના

અરજી કરનારી શીલા મહેરા મધ્યપ્રદેશના હોશંગાબાદની રહેનારી છે. તેના પતિ મનીષકુમાર ગોહિયા હાલમાં હોસ્પિટલમાં જીવનમરણનો જંગ લડી રહ્યા છે. બંને પતિ-પત્ની આઇટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે. બંનેના લગ્ન ગયા વર્ષે ૧૯ જુનમાં થયા હતા.

મનીષકુમાર હાલમાં તેલંગણાના સિકંદરાબાદ સ્થિત કૃષ્ણા ઇન્સ્ટિટયુટ ઓફ મેડિકલ સાયન્સીઝમાં દાખલ થયેલા છે. નાણાના અભાવના લીધે અરજદાર મહિલાએ સરકાર પાસે મદદની રાવ માંગી છે. અત્યાર સુધી તેના પતિની સારવારમાં એક કરોડ અને 40 લાખ રુપિયા ખર્ચાઈ ચૂક્યા છે. ડોક્ટરોનું કહેવું છે કે સારવાર માટે એક કરોડ રુપિયાનો બીજો ખર્ચ થશે.

રોજનો ખર્ચ બે લાખ રુપિયા

કોરોના

મનીષ હાલમાં ઇસીએમઓ સપોર્ટ પર છે. તેનો રોજનો ખર્ચ બે લાખ રુપિયા આવે છે. આ ઉપરાંત ૧૫થી ૨૦ દિવસમાં જ્યારે ઓક્સિજનરેટર બદલવામાં આવે છે ત્યારે તે દિવસે ચાર લાખ રુપિયાનો ખર્ચ આવે છે. ડોક્ટરોનું કહેવું છે કે સારવાર અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ પછી મનીષકુમાર સાજા થઈ જશે.

શીલાએ જણાવ્યું હતું કે મનીષને ચાર મેના રોજ કોરોના થયો હતો. ઓક્સિજન લેવલ ઘટયા પછી તેમને હોશંગાબાદની હોસ્પિટલમાં નવમી મેના રોજ ભરતી કરવામાં આવ્યા. તબિયત વધારે બગડતા તેમને ૧૪ મેના રોજ ભોપાલ એમ્સમાં ભરતી કરાયા. પણ એમ્સમાં ઇસીએમઓ મશીનની સગવડ ન હોવાથી એર એમ્બ્યુલન્સમાં હૈદરાબાદ લઈ જવાયા. મોંઘા ઇલાજમાં વીમો અને બધા રુપિયા પૂરા થયા પછી તેમણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી રાહતકોષમાંથી મદદની રાવ માંગી. તેમાથી બે લાખ રુપિયાની મદદનો ભરોસો અપાયો પરંતુ તે પૂરતો ન હતો. શીલાએ પતિની સારવાર માટે દિલ્હી પીએમઓમાં રાવ નાખી તેમા તેને ત્રણ લાખની મદદ કરવાનું વચન આપવામાં આવ્યું, પરંતુ ક્યાં આટલી જંગી સારવારનો ખર્ચ અને ક્યાં આટલી નાની રાહત. હવે સુપ્રીમ કોર્ટે આ દિશામાં પગલા લેવાના છે.

Read Also

Related posts

Big Breaking / પાનને આધાર સાથે લિંક કરવાની ડેડલાઇન ફરી વધારવામાં આવી, હવે આ તારીખ સુધી કરાવી શકશો Link

Zainul Ansari

New Labour Code / ગ્રેચ્યુઈટી માટે હવે નહિ જોવી પડે પાંચ વર્ષ સુધી રાહ, નિયમોમાં થઇ શકે છે મોટા ફેરફાર

Zainul Ansari

કોંગ્રેસ પર રાજનાથ સિંહના પ્રહાર, કહ્યું: જો સાવધાની રાખી હોત તો કરતારપુર સાહિબ પાકિસ્તાનમાં નહીં ભારતમાં હોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!