GSTV

રાજ્ય સરકારે લીધેલા આ નિર્ણય બાદ હવે તમને પણ ખબર પડી જશે કે કઈ વ્યક્તિ કોરોના સંક્રમિત છે

કોરોના

અત્યાર સુધીમાં ગુજરાતમાં કોરોના વાયરસના પોઝીટીવ કેસોની સંખ્યા વધી 18 સુધી પહોંચી ચૂકી છે તેમાં ય એવુ માલુમ પડયુ છેકે,દર્દીના સંપર્કને લીધે કેસોની સંખ્યા વધી રહી છે. આ જોતાં રાજ્ય સરકારે એવો નિર્ણય કર્યો છેકે, હવે કોરોના પોઝીટીવ દર્દીના નામ,સરનામુ સહિતની વિગતો જાહેર કરાશે જેથી દર્દીના સંપર્કમાં કોઇ અન્ય વ્યક્તિઓ આવ્યાં હોય તો તેમને ખબર પડે અને તેઓ મેડિકલ તપાસ કરાવે.

સુરતમાં એકનું મોત

કોરોના વાયરસનો ગુજરાતમાં ધીરે ધીરે પ્રભાવ વધી રહ્યો છે. છેલ્લાં ત્રણ દિવસમાં કોરોના વાયરસના કેસો તો વધી રહ્યાં છે પણ સુરતમાં કોરોના વાયરસથી એક વૃધ્ધાનુ મોત થયુ છે. આ પરિસ્થિતીમાં કોરોના વાયરસે પંજો પ્રસરાવ્યો છે ત્યારે માલુમ પડયું છેકે, કોરોના વાયરસનો પોઝીટીવ દર્દીઓએ અન્ય વ્યક્તિઓ સાથે સંપર્ક કરતાં કેસો વધી રહ્યાં છે.

દર્દીઓના નામ,સરમાના સહિતની વિગતો જાહેર કરાશે

હવે રાજ્ય સરકારે એવો નિર્ણય જાહેર કર્યો છે કે,કોરોના વાયરસના દર્દીઓના નામ,સરમાના સહિતની વિગતો જાહેર કરવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, અત્યાર સુધી વિદેશમાંથી ઘણાં લોકો ગુજરાતમાં આવ્યાં છે જે પૈકી ઘણાં લોકો ને કોરોના વાયરસ પોઝીટીવ છે.

શા માટે સરકારે આ પગલું ભર્યું ?

હવે આ દર્દીઓનો કોની સાથે સંપર્ક થયો છે તેનો ખ્યાલ રહેતો નથી. સામેની વ્યક્તિને ય અંદાજ હોતો નથી કે, તે કોરોના વાયરસ પોઝીટીવ સાથે સંપર્કમાં છે. આ બધાય મુદ્દાઓને જોતાં રાજ્ય સરકારે નક્કી કર્યુ છેકે, હવે કોરોના વાયરસ પોઝીટીવ દર્દીના નામ,સરનામા સહિતની વિગતો જાહેર કરાશે. જેથી દર્દીના સંપર્કમાં આવેલાં વ્યક્તિને ખબર પડે અને તે સામે ચાલીને મેડિકલ તપાસ કરે અને જરૂર જણાય તો લોહીના નમૂનાની ય તપાસ કરાવે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસો વધે નહીં,લોકોમાં જાગૃતતા આવે,ચેપ પ્રસરે નહીં તે માટે રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે.

READ ALSO

Related posts

ગુજરાતના 4 શહેરના 10 વિસ્તારોને સરકારે કલસ્ટર કવોરંટિન જાહેર કર્યા, અમદાવાદમાં સૌથી વધારે ખતરો

Karan

સુરતના રાંદેર વિસ્તારની 45 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટીવ આવતાં આ લોકોને કરાયા હોમ ક્વોરંટિન

pratik shah

અમદાવાદ કમિશ્નરને છે હજુ આ ભય, 24 કલાકમાં નવા 11 પોઝિટીવ કેસો બહાર આવ્યા

Karan
Do NOT follow this link or you will be banned from the site!