GSTV
World

Cases
6827968
Active
11545419
Recoverd
714731
Death
INDIA

Cases
607384
Active
1378105
Recoverd
41585
Death

છેલ્લા 24 કલાકમાં જ પાટણમાં આવ્યા Coronaના આટલા નવા કેસ, મૃત્યુ આંક વધ્યો

Corona

પાટણ જિલ્લામાં કોરોના (Corona)એ આંતક મચાવી દીધો છે. ત્યારે બુધવારે પોઝિટીવ કેસ કરતા જિલ્લામાં મૃત્યુ આંક વધી ગયો હતો. જેમાં બુધવારે ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં કુલ પાટણ જિલ્લાના ૪ દર્દીઓના મોત નિપજ્યા હતા. જેને લઇ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. જોકે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઇ છે. જેની વચ્ચે જિલ્લામાં વધુ ત્રણ પોઝિટીવ કેસ નોંધાતા ચકચાર મચી ગઇ છે. જેમાં પાટણ શહેરના ૨ અને રાધનપુર સિનાડમાં ૧ કેસ મળ આવતા જિલ્લામાં કુલ પોઝિટીવ કેસ ૧૫૪ થઇ ગયા છે. જેને લઇ તંત્ર દ્વારા જિલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા કેવા પ્રકારના પગલાં ભરવામાં આવશે તે જોવા રહ્યું?

Coronaનું સંક્રમણ બેકાબુ

પાટણ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ બેફામ ફેલાઇ ગયું છે. જેને લઇ જિલ્લામાં છેલ્લા ૨૪ દિવસમાં કુલ ૮૦ દર્દીઓના કોરોના વાયરસના સંક્રમણનું ભોગ બન્યા છે. તો બીજી તરફ છેલ્લા ૨૪ કલાકમાં જ જિલ્લાના કુલ ૪ દર્દીઓને કોરોના ભરડામાં લેતા મોત નિપજ્યા હતા. જેમાં મંગળવારે હારીજના ૨૬ વર્ષીય યુવકને ગત તા.૧૪/૦૬/૨૦ના રોજ કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતો ત્યારે મંગળવારે મોડી રાત્રે મોત નીપજ્યું હતું.

જ્યારે પાટણ શહેરના બાબુ બંગલા વિસ્તારના ૪૦ વર્ષીય પુરૃષને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કિટનીની સારવાર ચાલતી હતી જેમાં રિપોર્ટ પોઝિટીવ આવેલ હોય મંગળવાર મોડી રાત્રે અમદાવાદ ખાતે મોત નિપજ્યું હતું. તો પાટણ શહેરના સાલવી વાડો વિસ્તારના ૪૮ વર્ષીય પુરૃષને ગત તા.૧૭/૦૬/૨૦ના રોજ રિપોર્ટ પોઝિટીવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા.

Corona

જેમાં તેઓ છેલ્લા ૩ દિવસથી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારે બુધવારે વહેલી સવારે ધારપુર હોસ્પિટલ ખાતે મોત નીપજ્યું હતું. જ્યારે શંખેશ્વરમાં સીએચસી પાછળ રહેતા ૩૭ વર્ષીય પુવાનને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર લઇ રહ્યો હતો. જેનું આજે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખાતે મોત નીપજ્યું હતું. આમ પાટણ જિલ્લામાં બે તેમજ અમદાવાદ ખાતે ૨ મળી કુલ ૪ દર્દીઓના મોત નિપજ્યા હતા. જેને લઇ પાટણ જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૨૦ પર પહોંચી ગયો છે. જ્યારે જિલ્લામાં વધુ ત્રણ પોઝિટીવ કેસ નોંધાતા કુલ પોઝિટીવ કેસ ૧૫૪ થઇ ગયા છે.

દવાઓની સાથે દર્દીની રોગ પ્રતિકારક શક્તિ જરૂરી છે, ડીન ધારપુર

આ અંગે ધારપુર ડીન યોગેશાનંદએ જણાવ્યું હતું કે કોરોનાના પોઝિટીવ દર્દીમાં એક સ્ટેજ આવે છે. જેમાં શરીરમાંથી સાયટોકાઇન્સ એનું સ્ટોમ આવે છે જે દર્દી તે સ્ટોપ પસાર કરી લે તો તેનો વાંધો આવતો નથી. પરંતુ તેની સાથે દર્દીની રોગપ્રતિકારક શક્તિ ઘટવી ન જોઇએ જોકે કોરોના વાયરસ નવો છે એટલે તેને તોડી પાડવાની નવી કોઇ ચોક્કસ દવા શોધી શકાઇ નથી.

પાટણ જિલ્લામાં તેમજ અમદાવાદમાં Coronaથી બે બે દર્દીના મોત થયા

કોરોનાથી છેલ્લા ૨૪ કલાકમાં પાટણ જિલ્લાના કુલ ૪ દર્દીઓના મોત નિપજ્યા છે. જેમાં પાટણ જિલ્લામાં સાલવીવાડો વિસ્તારના ૪૮ વર્ષીય પુરૃષ તેમજ હારીજ ૨૬ વર્ષીય યુવકનું પાટણમાં મોત થયું હતું. જ્યારે પાટણ શહેરના બાબુ ંબંગલાના ૪૦ વર્ષીય પુરૃષ તેમજ શંખેશ્વરના ૩૭ વર્ષીય યુવાનઆ બંને દર્દીઓનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેને લઇ જિલ્લામાં કુલ ૨૦ દર્દીઓ મોતને ભેટયા છે.

Corona

પાટણ જિલ્લામાં Coronaના ૧૫૪ પોઝિટીવ કેસ નોંધાયા

પાટણ શહેર-૧૨, પાટણ તાલુકો- ૧૬ ,સમી તાલુકા- ૬, રાધનપુર તાલુકો- ૫ , શંખેશ્વર તાલુકો-૫, સાંતાલપુર તાલુકો-૨, સિધ્ધપુર તાલુકો-૨૧, સરસ્વતી તાલુકો-૨૦, ચાણસ્મા તાલુકો-૪ તેમજ હારીજ તાલુકામાં ૩ કેસ નોંધાતા કુલ પોઝિટીવ કેસ ૧૫૪ થઇ ગયા છે.

પાટણ જિલ્લામાં Coronaના ત્રણ પોઝિટીવ કેસ નોંધાયા

પાટણ શહેરમાં બુધવારે ઉંઝા ત્રણ રસ્તા પાસેના શુકન બંગલોઝમાં રહેતી ૬૦ વર્ષીય મહિલાને છાતીમાં દુખાવો થતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જ્યારે રાધનપુરના સિનાડમાં રહેતી ૩૦ વર્ષીય યુવતીને ખાંસી અને ગળામાં દુખાવો સહિતના લક્ષણો જણાતા સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેમાં બંને દેર્દીઓનો રિપોર્ટ પોઝિટીવ આવતા દાખલ કરવામાં આવ્યા હતા. તો પાટણ શહેરમાં પારેવા સર્કલ પાસેની આસોપાલવ સોસાયટીના ૫૯ વર્ષીય પુરૃષને તાવ અને ખાંસીના લક્ષણો જણાતા અમદાવાદની ખાનગી સુપ્રાટેક માઇક્રોપેથ લેબોરેટરીમાં સેમ્પલ લેવામાં અવાયું હતું. જેમાં રિપોર્ટ પોઝિટીવ આવતા તમામ ત્રણેય દર્દીઓને ક્વોરોન્ટાઇન કરી દાખલ કરવામાં આવ્યા હતા.

Read Also

Related posts

આ જિલ્લામાં કોરોનાના દર્દીઓને હવે વિના મૂલ્યે મળશે ખાનગી હોસ્પિટલ જેવી સુવિધા

Nilesh Jethva

VIDEO : કોરોના વોરિયર્સને સંક્રમણથી બચાવવા સુરતની આ હોસ્પિટલમાં કોવિડના દર્દીઓને સારવાર બે રોબોટિક નર્સ આપશે

Nilesh Jethva

પોસ્ટ ગ્રેજ્યુએશનના સેમેસ્ટર ટુની પરીક્ષાને લઈને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓના હિતમાં લીધો મહત્વનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!