GSTV
Gujarat Government Advertisement

કોરોના ઈફેક્ટ : ડામાડોળ અર્થતંત્ર વચ્ચે એપ્રિલમાં 22 ટકા લોકો નથી ભરી શક્યા માસિક હપ્તો, બેન્કો ભરાઈ જશે

RBI

Last Updated on May 9, 2021 by Pritesh Mehta

કોરોના મહામારીની બીજી લહેર સ્વાસ્થ્યની સાથે સાથે અર્થતંત્રને પણ ડામાડોળ કરી રહી છે. પ્રાઇવેટ અને સરકારી બેન્કોના આંતરિક રિપોર્ટ અનુસાર એપ્રિલમાં 22 ટકા લોકો તેનો માસિક હપ્તો ભરી શક્યા નથી. જો ગ્રાહકો બીજા બે હપ્તા નહીં ભરી શકે તો મોટી સંખ્યામાં દેવાની રકમ એનપીએ(નોન પ્રોફિટએસેટ)માં ચાલી જશે.

અર્થતંત્ર

 બેંક અધિકારીઓનું કહેવું છે કે આ સમયમાં બેંક સાડા ત્રણથી ચાર ટકાના માર્જિન ઉપર કામ કરી રહી છે. એવામાં ૨૦ થી ૨૨ ટકા કરજ ડૂબે તો વ્યાજ તો જશે જ સાથેસાથ છે મૂળ રકમને પણ નુકસાન થશે. બેલેન્સશીટ આખી બગડી જશે. રિઝર્વ બેન્કે થોડા દિવસ પહેલા એક રિપોર્ટ જાહેર કર્યો હતો. જેમાં સપ્ટેમ્બર2021  સુધી બેન્કોનો એનપીએ 13 ટકાને પાર કરી શકવાનો અહેવાલ હતો. જ્યારે અન્ય કેટલાક અહેવાલોમાં એનપીએ 18% પહોંચવાનો અંદાજ કરવામાં આવ્યો હતો.

rbi

આરબીઆઇ દ્વારા બે દિવસ પહેલાં જાહેર કરવામાં આવેલ મોરેટોરીયમ યોજનાનો લાભ દેવાધારકો અને વેપારીઓને મળશે જેમણે ગત વર્ષે તેનો લાભ લીધો ન હતો અને તેમનું કોઈ ડિફોલ્ટ પણ હોય નહીં. બેન્કિંગ નિયમો અનુસાર 90 દિવસ સુધી હપ્તો નહીં ચૂકવી શકનારનું દેવું નોન પ્રોફિટ એસેટ તરીકે જાહેર કરવામાં આવે છે. બેન્કોને દેવા વસૂલીમાં પણ અત્યારે મુશ્કેલ પડી રહી છે. કારણ કે કોરોનાની બીજી લહેરમાં બેંકના કર્મચારીઓ પણ સંક્રમિત થઈ ગયા છે અને અનેક શહેરોમાં લોકડાઊનના કારણે લોન વિભાગનું કામ બંધ થઈ ગયું છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

‘જમ્મુ-કાશ્મીરમાં ઝડપથી થાય સીમાંકન, જેથી ચૂંટણી યોજાઇ શકે’, સર્વપક્ષીય બેઠક પછી PM મોદીએ કરી ટ્વીટ

Zainul Ansari

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો: બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવ્યો હોવાનો આરોપ, લગ્નથી 3 મહિનાનો બાળક

Zainul Ansari

જમ્મુ-કાશ્મીર બેઠક / મેહબૂબા મુફ્તીએ PM મોદી સાથેની બેઠકમાં ઉઠાવ્યો પાકિસ્તાનનો મુદ્દો, કહ્યુ- તેની સાથે પણ વાતચીત કરવી જોઇએ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!