GSTV
World

Cases
2917741
Active
2231523
Recoverd
346227
Death
INDIA

Cases
80722
Active
60491
Recoverd
4167
Death

અશ્લીલતાની હદો પાર, જીવના જોખમે Coronaનો ઈલાજ કરી રહેલી મહિલા ડોક્ટર પાસે કરી સેક્સની ડિમાન્ડ

Corona

જીવલેણ કોરોના(Corona) વાયરસથી લડવા માટે સૌથી આગળની લાઈનમાં દુનિયાભરના ડોક્ટરો(Doctor) ઉભા છે. અહીં સુધી કે મોટી સંખ્યામાં એવો મેડિકલ સ્ટાફ, ખાસ કરીને મહિલા સ્ટાફ પણ આ લડાઈ માટે આગળ આવી ગયા છે જે કોઈ કારણે પ્રેક્ટિસ છોડી ચુક્યા હતા. પરંતુ તેમણે ક્યારેય એ નહીં વિચાર્યુ હોય કે મહામારીના આવા સમયમાં પણ તેમને અશ્લીલ અને ખરાબ કમેન્ટનો શિકાર બનવું પડશે. પાકિસ્તાન(Pakistan)માં કોરોના વાયરસ કે તેના લક્ષણોથી પીડિત લોકોની મદદ કરવા માટે બનાવવામાં આવેલા આ એપ્સ પર ઓનલાઈન સેવા આપી રહેલી મહિલા ડોક્ટર્સને આ પ્રકારની હરકતનો સામનો કરવો પડ્યો છે.

સોશિયલ મીડિયા પર ઘણા એવા ડોક્ટર્સ, નર્સ અને મહિલા મેડિકલ સ્ટાફ છે જેમને આ પ્રકારના કડવા અનુભવો થયા છે અને તેમણે તેને શેર કર્યા છે. આ મહિલા ડોક્ટર એપ દ્વારા કે ઓનલાઈન લોકોની મદદ કરવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ તેની સાથે આપત્તિ જનક વાતો કરવામાં આવી રહી છે. દર્દી બનીને આ લોકો વાત શરૂ કરે છે અને પછી પર્સનલ થવા લાગે છે. અહીં સુધી કે ઘણી વખત અશ્લીલ તસ્વીરો કે પોર્ન સાઈટ્સની લિંક પણ મોકલે છે.

corona

દર્દી બનીને અપોઈન્ટમેન્ટ લઈ કરે છે આવી વાતો

મહત્વની વાત એ છે કે આમાથી કોઈ એપ્સ પહેલા ફ્રી નથી હોતા. એટલે કે આ લોકો પૈસા આપીને અપોઈન્ટમેન્ટ બુક કરાવી રહ્યા હતા અને પછી અશ્લીલ મેસેજ કરતા હતા. ક્યારેક ઉંમર પુછતા હતા ક્યારેક મેરિટલ સ્ટેટસ તો ક્યારેક સીધી સેક્સની ડિમાન્ડ કરતા હતા. તેમની રિપોર્ટ કરવામાં આવી અને એપમાં ઘણા ચેક પણ લગાવવામાં આવ્યા. તેના કારણે આવી ઘટનાઓમાં કમીતો આવી છે પરંતુ હજુ પણ સમસ્યા સંપૂર્ણ રીતે ખતમ નથી થઈ.   

મહિલા ડોક્ટરોના ખાનગી જીવન પર અસર

તેનાથી સૌથી વધુ નુકશાન એ મહિલા ડોક્ટરોને થઈ રહ્યો છે જે ઘણી મુશ્કેલીઓ બાદ ફરી આ ફિલ્ડમાં પરત ફર્યા છે. લગ્ન બાદ ઘણી મહિલા ડોક્ટર પ્રેક્ટિસ બંધ કરી દે છે. તેમને પરત લાવવા માટે તેમના પરિવારો સુધીને મનાવવા પડ્યા છે.

કામ છોડવા પર મજબૂર હોસ્યાર ડોક્ટર

એક ડોક્ટરે જણાવ્યું કે ટ્રોલ્સ કઈ હદ સુધી હેરાન કરી શકે છે. તેમણે ફક્ત જવાબ જોઈતો હોય છે. પછી ભલે તે ગુસ્સામાં પણ હોય. તેમને ખબર છે કે તેની અસર તેમના પર નથી પડવાની પીડિત પર જ પડવાની છે. તેનો તે ફાયદો ઉઠાવે છે. અમુક મહિલાઓ તેમને સામે ગુસ્સામાં જવાબ આપી દે છે પરંતુ ઘણા કર્મચારીઓએ આના કારણે કામ કરવાનું બંધ કરી દીધું છે.

Read Also

Related posts

રૂપાણી સરકારમાં ખેડૂતોને નથી મળી રહ્યાં મગનાં ભાવ, ટેકાના 7050 પ્રતિ ક્વિન્ટલ સામે બજારમાં છે આ ભાવ

pratik shah

લોકડાઉનમાં બાળકોની આદતોથી કંટાળી ગયા છો? તેમને રમાડો મોબાઇલ વિના રમી શકાતી ગેમ

Ankita Trada

સંતરામપુરના ઉબેર ટેકરા ગામ નજીક વાઘ હોવાનો ગ્રામજનોએ કર્યો દાવો, વીડિયો થયો વાયરલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!