GSTV
Ahmedabad Coronavirus Gujarat ગુજરાત ટોપ સ્ટોરી

અમદાવાદમાં કોરોનાનો કહેર યથાવત, વધુ ચાર દર્દીઓ સાથે કુલ આંક ૨૨નો થયો

અમદાવાદમાં કોરોનાના વધુ ચાર દર્દીઓ સાથે કુલ આંક ૨૨નો થયો છે. જોકે ગઈ કાલે દાખલ થયેલા ત્રણ દર્દી પૈકી ૪૭ વર્ષના ગોમતીપુરના પુરૂષ દર્દીનું મોડી સાંજે સિવિલ હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. જેમનો કોરોના પોઝીટિવનો રિપોર્ટ બાદમાં આજે બપોરના આવ્યો હતો. તેમની કોઈ જ પ્રવાસની હિસ્ટ્રી નથી, લોકલ ટ્રાન્સમીશનથી ચેપ લાગ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે પહેલાં સાજા થનારા ૩૪ વર્ષના મહિલા દર્દી આંબાવાડીના છે.

જ્યારે દાખલ થયેલા બીજા બે દર્દીમાં (૧) ૬૭ વર્ષના મહિલા સરખેજના છે. તેઓ લોકલ ટ્રાન્સમીશનના ભોગ બન્યા છે. (૨) ૩૪ વર્ષના પુરૂષ દર્દી વૈષ્ણવદેવી મંદિરની સામેની તરફ મ્યુનિ.ની હદની બહાર રહે છે. ઉપરાંત સાંજના ગાળામાં વધુ એક પોઝીટિવ કેસ નોંધાયો હતો. દરમ્યાનમાં જમાલપુર શાકમાર્કેટના બ્રિજની નીચે આવેલા ૩૮ ઓટલા-થડાંને મ્યુનિ.ના મધ્યઝોનના કાફલાએ આજે તોડી પાડયા છે. આ માર્કેટમાં સખ્ત ભીડ જામતી હતી હોવાથી થડાંવાળાઓને ગુજરી બજારમાં ખસેડયા પછી પણ સ્થિતિમાં બહુ ફેર નહીં પડતાં આ પગલું લીધું હોવાનું જાણવા મળે છે.

જ્યારે કાળુપુર શાક માર્કેટમાં ભીડ ના થાય તેનું મોનિટરીંગ કરવા વહેલી સવારથી ટીડીઓ ખાતાના અધિકારીઓને હાજર રખાતા હોવાનું જાણવા મળે છે.બીજી તરફ મ્યુનિ.ની આવાસ યોજનાના મકાનોમાં રખાયેલા ૩૦૦૦ જેટલાં લોકોને ૩૭ એએમટીએસની બસો દ્વારા રાતના તેમના ઘરે પહોંચાડાયા છે. હિજરત નહીં કરવાની શરતે તેમને તેમના ઘરે મુકાયા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.

ઉપરાંત દુધના ટ્રેટાપેક વહેંચવાની બાબત પુરતો જથ્થો ઉપલબ્ધ ના હોવાથી હાલ મુલત્વી રખાઈ હોવાનું પણ તંત્રએ જણાવ્યું છે.આ ઉપરાંત મ્યુનિ. કોર્પોરેશન અને પોલીસ તંત્ર દ્વારા એક લીંક જાહેર કરી છે, જેના પર હોમ-ક્વોરેન્ટાઈન થયેલાં લોકોએ ૧૦ થી ૧૨, ૪ થી ૬ અને સાંજે ૮ થી ૧૦ વચ્ચે તેમના ફોટા સાથે તેઓ ક્યાં છે, તેની હાજરી પુરાવવાની રહેશે. આ સૂચનાનો ભંગ કરનાર સામે પગલા લેવાશે તેમ પણ તંત્રએ જણાવ્યું છે.

SVP હોસ્પિટલનું હેલ્થ બુલેટિન

દર્દી અગાઉના છેલ્લા 24 કલાકના કુલ
કુલ દર્દી ૨૭૦ ૩૩ ૩૦૩
નેગેટિવ રિપોર્ટ ૨૩૮ ૩૯ ૨૭૭
પોઝીટિવ ૧૧ ૦૩ ૧૪
રિપોર્ટ બાકી ૧૨ ૧૨
રજા આપી ૦૨ ૦૧

અમદાવાદ મ્યુનિ.તંત્રે કરેલી કામગીરી

વિગત સંખ્યા
કુલ કર્વારન્ટાઇન ૫,૨૧૯
૧૪ દિવસ પૂર્ણ કરેલ ૨,૨૦૭
એએમસી કર્વારન્ટાઇન ૨૦૮
કોરોના દર્દીના સંપર્કમાં આવ્યા ૪૩૩
વૃદ્ધોને ફૂડપેકેટ ૯૪૧
સ્લમમાં કરિયાણાની કીટ ૩,૨૦૦
સ્લમમાં શાકભાજીની કીટ ૨,૮૫૦
જંતુનાશક કરાયેલા વિસ્તાર ૧૫૦

READ ALSO

Related posts

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda

હિન્દુઓ-મુસ્લિમો વચ્ચે એક્તા માટે વધારવો પડશે સંવાદ, વસતી નિયંત્રણ અંગે બોલ્યા મોહન ભાગવત

Damini Patel

અમદાવાદ / પતિના ત્રાસથી પત્નીએ 6 વર્ષની દીકરી સાથે કરી આત્મહત્યા

Hemal Vegda
GSTV