GSTV

કોરોનાએ અમેરિકામાં મચાવી તબાહી : 50 લાખ લોકોને કરી ચૂક્યો છે સંક્રમિત, 1.63 લાખથી વધુ લોકોના હરી ગયો પ્રાણ

વિશ્વમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. વિશ્વમાં સૌથી વધુ સંક્રમણ ધરાવતા અમેરિકામાં કોરોના સંક્રમણનો આંક 50 લાખને પાર થયો છે. અમેરિકામાં કોરનાને કારણે 50.38 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.જ્યારે 1.63 લાખ લોકોના કોરોનાને કારણે મોત પણ થયા છે. અમેરિકામાં અત્યાર સુધી 25.79 લાખથી વધુ લોકો સાજા થઈ ચૂક્યા છે. અમેરિકામાં હજુ પણ 22.96 લાખ જેટલા એક્ટિવ કેસ છે. અમેરિકામાં સૌથી વધુ 18296 જેટલા લોકોની સ્થિતિ ક્રિટિકલ છે. વિશ્વમાં 65208 લોકોની સ્થિતિ ક્રિટિકલ છે. જેમાં 25 ટકાથી વધારે અમેરિકામાં છે.

ન્યૂયોર્કમાં સૌથી વધુ 33 હજાર લોકોના થયા છે મોત

અમેરિકામાં સૌથી વધુ ખરાબ સ્થિતિ કેલિફોર્નિયામાં છે. જ્યાં 5.41 લાખ જેટલા લોકોને સંક્રમિત થઈચૂક્યાછે. તો 10 હજાર લોકોના કોરોનાથી મોત પણ થયા છે. ફ્લોરિડામાં પણ 5.10 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જ્યાં 7747 લોકોના કોરોનાથી મોત થયા છે. ટેક્સાસમાં પણ કોરોનાનું સંક્રમણ 4.90 લાખ લોકો સુધી પહોંચી ગયું છે. ન્યુયોર્કમાં 4.48 લાખ લોકો સંક્રમિત થવા સામે 32817 લોકોના મોત થયા છે. સૌથી વધુ કોરોનાને કારણે મોત ન્યુયોર્કમાં થયા છે. ન્યુજર્શીમાં પણ કોરોનાને કારણે 16 હજાર જેટલા લોકોના મોત થયા છે.

13 રાજ્યોમાં 1 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થયા

અમેરિકામાં 13 રાજ્યોમાં 1 લાખથી વધારે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. અમેરિકામાં કોરોના સંક્રમણની સંખ્યા સતત વધી રહી છે. 30 જૂન સુધીમાં 27.29 લાખ લોકો સંક્રમિત થયા હતા. જ્યારે આજે ઓગસ્ટ સુધીમાં સંક્રમણનો આંક 50 લાખને પાર થયો છે. અમેરિકામાં કોરોના સંક્રમણના કેસોમાં 24 જુલાઈના સૌથી વધુ 78446 જેટલા નવા કેસ એક જ દિવસમાં આવ્યા હતા. અમેરિકામાં 4 જુલાઈ બાદ સતત 50 હજારથી વધુ કોરોનાના કેસ વધ્યા છે. જેમાં 2 અને 3 ઓગસ્ટ અપવાદ છે. અમેરિકામાં સતત છેલ્લા 1 મહિનાથી કોરોના સંક્રમણના દરરોજ 50 હજારથી વધુ નવા કેસ વધ્યા છે.

વિશ્વમાં કોરોના સંક્રમણના કેસ 1.93 કરોડને પાર

વિશ્વમાં બીજા નંબરે કોરોના સંક્રમણના કેસ બ્રાઝિલમાં વધ્યા છે. ભારતમાં પણ સંક્રમણનો આંક 20.57 લાખને પાર થયો છે. રશિયામાં સંક્રમણની સંખ્યા 8.77 લાખને પાર થઈ ગયું છે. વિશ્વમાં કોરોના સંક્રમણનો આંક 1.93 કરોડને પાર થઈ ગયું છે. વિશ્વમાં 7.19 લાખથી વધુ લોકોના મોત થયા છે. વિશ્વમાં 1.24 કરોડથી વધુ લોકો સાજા થઈ ગયા છે. જ્યારે હજુ પણ 62 લાખ જેટલા એક્ટિવ કેસ છે.

READ ALSO

Related posts

સ્કૂલ ફી ભરવાની આ છે છેલ્લી તારીખ : આ ફી તો ન ભરવાનો સરકારે કર્યો છે આદેશ, ટ્યૂશન ફીમાં થયો છે ઘટાડો

Bansari

કામની વાત/ આજથી લાગુ થઇ રહ્યાં છે આ ટ્રાફિકના આ નવા નિયમ, જાણો હવે પોલીસ રોકે તો શું કરશો

Bansari

VIDEO: મહિલાના ઘરમાં નિકળ્યો બે મોઢાવાળો સાપ, અહીં આ વીડિયોમાં જુઓ દુર્લભ પ્રજાતિનો જીવ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!