કોરોનાનો આતંક હજુ પણ વિશ્વના કેટલાંક દેશોમાં યથાવત રહેવા પામ્યો છે. બ્રિટન અને રશિયામાં આ વાઇરસે હાહાકાર મચાવી દીધો છે. રશિયામાં એક જ દિવસમાં નવા 40,993 કેસ નોંધાતા સ્થિતિ અંકુશ બહાર નીકળી ગઇ છે. એક સમાચાર સંસ્થા દ્વારા બહાર પડાયેલા અહેવાલ અનુસાર વિશ્વમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની સંખ્યા 24.63 કરોડ ઉપર પહોંચી ગઇ છે અને આ મહામારીના કારણે મરનારા લોકોની સંખ્યા 49.90 લાખ કરતા વધુ થઇ ગઇ છે.