GSTV
Gujarat Government Advertisement

ડ્યુટી સાથે માતૃત્વની ફરજ/ કોરોના કાળમાં માસુમ બાળક સાથે મહિલા પોલીસ કર્મચારી ઓન ડ્યુટી, કરફ્યૂમાં બજાવી રહી છે ફરજ

Last Updated on April 17, 2021 by Harshad Patel

મધ્ય પ્રદેશના ગુના ખાતેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક મહિલા પોલીસ કર્મચારી કર્ફ્યુ દરમિયાન ડ્યુટી પર છે અને તેના હાથમાં તેનું બે વર્ષનું માસુમ બાળક પણ છે. તે મહિલા ખાખી વર્દીની સાથે માતા તરીકેની ફરજ પણ નિભાવી રહી છે. આમ તો મુશ્કેલ પરિસ્થિતિમાં પણ મહિલા પોલીસ કર્મચારી ફિલ્ડમાં ડ્યુટી કરે તે કોઈ નવી વાત નથી. પરંતુ જ્યારે ચારે બાજુ સંક્રમણ ફેલાઈ રહ્યું હોય અને લોકો ટપોટપ મરી રહ્યા હોય તે સમયે માસુમ બાળક સાથે ફરજ પણ નિભાવવી તે હિંમતનું કામ છે.

દીપમને પોલીસ લાઈનમાંથી મોબાઈલ યુનિટમાં મોકલવામાં આવી

દીપમ ગુપ્તા નામની આ મહિલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે પદસ્થ છે. અન્ય પોલીસ કર્મચારીઓની સાથે દીપમને પણ કોરોનાના કર્ફ્યુની જવાબદારી સોંપવામાં આવી છે. દીપમને પોલીસ લાઈનમાંથી મોબાઈલ યુનિટમાં મોકલવામાં આવી છે. ડ્યુટી પર તૈનાત દીપમ નોકરીની સાથે સાથે માતા તરીકેની જવાબદારી પણ સંભાળી રહી છે.

અન્ય પોલીસ કર્મચારીઓ પણ દીપમની મદદ કરે છે

ફરજ દરમિયાન અન્ય પોલીસ કર્મચારીઓ પણ દીપમની મદદ કરે છે. તેઓ બાળકને ખોળામાં લઈને રમાડે છે અને તેના ખાવા-પીવાનું પણ ધ્યાન રાખે છે. આ સમય દરમિયાન સંક્રમણનું જોખમ રહેલું છે તેમ છતાં મહિલા પોલીસ કર્મચારી પોતાની ફરજીમાં કોઈ બાંધછોડ નથી કરી રહી.

દીપમ ગુપ્તાને ફિલ્ડમાંથી બોલાવીને ફરી લાઈનની જવાબદારી સોંપી

વીડિયો વાયરલ થયા બાદ પોલીસ અધિકારી રાજીવ કુમાર મિશ્રાને જ્યારે આ અંગે જાણ થઈ તો તેમણે દીપમ ગુપ્તાને ફિલ્ડમાંથી બોલાવીને ફરી લાઈનની જવાબદારી સોંપી દીધી હતી. તેમણે કોરોના કાળમાં બાળક સાથે ડ્યુટી કરવી તેને ગંભીર ગણીને તે મહિલા પોલીસ કર્મચારીની ફિલ્ડની ડ્યુટી કેન્સલ કરી દીધી હતી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

મ્યુકરમાઇકોસિસના કહેરથી બેડ અને ઓપરેશન થિયેટર ખૂટ્યા, ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ વચ્ચે માત્ર એકજ ઓપરેશન થિયેટર

pratik shah

લખનઉના મેડિકલ સુવિધાથી વંચિત ગામમાં કોરોના જેવાં લક્ષણોથી 15નાં મોત, ગ્રામ્યજનોમાં ફફડાટ

Dhruv Brahmbhatt

જોખમ બનતું ઇઝરાયલ-હમાસ વચ્ચેનું યુદ્ધ: ગાઝામાં ત્રણ ઇમારતો ધરાશાયી, 26ના મોત

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!